Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat: મુખ્યમંત્રીએ જૈન તીર્થ ક્ષેત્ર પાલીતાણાને જોડતા રસ્તાઓના નિર્માણ અને વિકાસ માટે 52 કરોડ મંજૂર કર્યા

Gujarat: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુપ્રસિદ્ધ જૈન તીર્થ પાલીતાણાને જોડતા 800 મીટર લંબાઈના માર્ગોના નવીનીકરણ તથા પૂલોના નવા કામો માટે રૂપિયા 51.57 કરોડ મંજૂર કર્યા છે
gujarat  મુખ્યમંત્રીએ જૈન તીર્થ ક્ષેત્ર પાલીતાણાને જોડતા રસ્તાઓના નિર્માણ અને વિકાસ માટે 52 કરોડ મંજૂર કર્યા
Advertisement
  1. માર્ગોની સુધારણા અને કનેક્ટિવિટી સુદ્રઢ બનાવવાના મુખ્યમંત્રી તત્પર
  2. પાલીતાણા માટે કુલ રૂપિયા 92.07 કરોડ મંજૂર થયા
  3. પાલીતાણા તીર્થમાં આવતા પદયાત્રીઓ અને દર્શનાર્થીઓને વધુ લાભ મળશે

Gujarat: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુપ્રસિદ્ધ જૈન તીર્થ પાલીતાણાને જોડતા 800 મીટર લંબાઈના માર્ગોના નવીનીકરણ તથા પૂલોના નવા કામો માટે રૂપિયા 51.57 કરોડ મંજૂર કર્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં રાજ્યના 44 પ્રવાસન સ્થળોને જોડતા માર્ગોની સુધારણા અને કનેક્ટિવિટી સુદ્રઢ બનાવવાના વિવિધ કામો માટે કુલ રૂપિયા 2269 કરોડ ફાળવ્યાં છે. આ હેતુસર જૈન તીર્થ ક્ષેત્ર પાલીતાણાને તે રકમમાંથી 40.50 કરોડ રૂપિયા 24.90 કિ.મી લંબાઈના 6 રસ્તા અને પૂલોના કામો માટે મંજૂર કરવામાં આવેલા છે.

Advertisement

આ પણ વાંચો: Surat: 15 ફેબ્રુઆરીથી હેલ્મેટના કાયદાનું ચુસ્ત પાલન, પોલીસની 40 જેટલી ટીમે રહેશે તૈનાત

Advertisement

અહીં નવા રસ્તા અને પુલો માટે 51.57 કરોડ રૂપિયા મંજૂર કર્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 51.57 કરોડ રૂપિયા પાલીતાણાને જોડતા 800 મીટરના માર્ગો પર નવા રસ્તા, પુલો માટે મંજૂર કર્યા છે. જૈન તીર્થ ક્ષેત્ર પાલીતાણાને સુદ્રઢ અને સુવિધાયુક્ત રોડ કનેક્ટિવિટી પૂરી પાડવા મુખ્યમંત્રીએ સમગ્રતયા 25.70 કિ.મી માર્ગો માટે કુલ રૂપિયા 92.07 કરોડ અત્યાર સુધીમાં મંજૂર કર્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ નિર્ણયથી પાલિતાણા જૈન તીર્થમાં આવતા પદયાત્રીઓ તથા વાહનથી જતા દર્શનાર્થીઓને ઘણી સલામતી તથા સુલભતા પ્રાપ્ત થશે.

આ પણ વાંચો: PM Drone Didi Yojana : મહિલાઓના હાથમાં હવે ડ્રોન ટેકનોલોજીની કમાન

રસ્તાઓના નિર્માણ તેમજ વિકાસથી યાત્રાધામનું અંતર ઘટશે

એટલું જ નહીં આ રસ્તાઓના નિર્માણ તેમજ વિકાસથી યાત્રાધામનું અંતર ઘટશે અને પાલીતાણા શહેરમાં જવાના રસ્તા માં આવેલા પાલીતાણા-તળાજા રસ્તાના જંકશન પોઇન્ટ પર વારંવાર થતી ટ્રાફીક જામની સમસ્યાનું નિવારણ થશે. આ રસ્તાઓના નિર્માણ તેમજ વિકાસથી સ્થાનિક રહેવાસીઓ અને વ્યાપારીઓને પણ લાભ થશે તથા પાલીતાણા તીર્થ ક્ષેત્રના સર્વગ્રાહી વિકાસને વધુ વેગ મળશે.

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Advertisement

Trending News

.

×