ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Jafarabad : સિંહના ટોળા ન હોય તે કહેવત પડી ખોટી, અહી એકસાથે 12 - 12 સિંહ લટાર મારતા નજરે ચડયા

સિંહના ટોળાના હોવાની કહેવત ફરી ખોટી પુરવાર ઠરી બૃહદ ગીરના ગણાતા વિસ્તારમાં 1 ડઝન સિંહનો વિડીયો થયો વાયરલ જાફરાબાદના બાબરકોટ માઈન્સ વિસ્તારમાં 12 સિંહના ટોળાનો વિડીયો આવ્યો સામે 3 સિંહણ અને 9 પાઠડા સિંહોનો ગમ્મત કરતો વિડીયો થયો વાયરલ...
11:43 AM Jun 19, 2024 IST | Harsh Bhatt

Jafarabad : સિંહના ટોળા ન હોય તે કહેવત હવે ખોટી પુરવાર ઠરી હોય તેવું લાગી રહ્યું છે. હવે એક વિડીયો સામે આવી રહ્યો છે, જેમાં સિંહનું ટોળું લટાર મારતું નજરે ચડ્યું છે. આ સિંહના ટોળામાં પણ ચાર-પાંચ નહીં પરંતુ એકસાથે 12-12 સિંહ જોવા મળી રહ્યા છે. આ વિડીયો અમરેલી જિલ્લાના જાફરાબાદ (Jafarabad) વિસ્તારમાંથી સામે આવ્યો છે. ચાલો જાણીએ શું છે સમગ્ર બાબત

એક સાથે 12 સિંહો લટાર મારતા દેખાયા

https://www.gujaratfirst.com/wp-content/uploads/2024/06/WhatsApp-Video-2024-06-19-at-10.15.52-AM.mp4

 

જાફરાબાદના (Jafarabad) બાબરકોટ માઈન્સ વિસ્તારમાંથી 12 સિંહના ટોળાનો વિડીયો હવે સામે આવ્યો છે. આ વિડીયો જોઈને સૌ અચરજમાં મુકાયા છે, કારણ કે આ વિડીયોમાં એક - બે નહીં પરંતુ 12-12 સિંહ એક સાથે જોવા મળી રહ્યા છે. આ સિંહના ટોળામાં 3 સિંહણ અને 9 પાઠડા સિંહો દેખાઈ રહ્યા છે. વિડીયોમાં સિંહ એકબીજા સાથે ગમ્મત કરતા જોવા મળ્યા છે. હવે વિડીયો સામે આવ્યા બાદ વનવિભાગના તંત્ર સામે પ્રશ્ન ઊભા થઈ રહ્યા છે.સિંહોની સુરક્ષાના બણગાં ફૂંકાતા વનવિભાગના કર્મીઓની ગેરહાજરી અહી વર્તાઇ હતી. એકસાથે આટલી સંખ્યામાં સિંહ લટાર મારે અને વનવિભાગના કર્મીને જાણ પણ ન હોય તે બાબત ઘણા પ્રશ્નો ઊભા કરે છે.

સિંહોની સુરક્ષા ઉપર ઉઠી રહ્યા છે પ્રશ્નો

વધુમાં અહી સિંહની સુરક્ષા ઉપર પણ અહી ઘણા પ્રશ્નો ઉઠે છે. 12-12 સિંહો એક ખાનગી કંપનીની માઈલ્સને પોતાનું રહેઠાણ બનાવે તે કેટલી હદે તેમના માટે સુરક્ષિત છે? માઈલ્સમાં 24 કલાક ખોદકામ ચાલતું હોય છે વધુમાં ત્યાં માણસોની અવર જવર પણ વધતા ઓછા પ્રમાણમાં રહેતી હોય છે. આ બધા પાસાઓ તે સ્થાનને સિંહ માટે ખૂબ જ અસુરક્ષિત બનાવે છે. હવે આ બાદ, સુરક્ષાના મુદ્દે નિયમો કડક હોવા છતાં વનવિભાગની ભૂમિકાઓ સામે પ્રશ્નો ઉઠવા એ તો સ્વાભાવિક છે.

આ પણ વાંચો : Rajkot TRP Gamezone : નકલી મિનિટસ બુકમાં સહી કરનારા 21 કર્મચારીઓની થશે પૂછપરછ

Tags :
AmreliAsiatic LionGirGujarat FirstJafarabadlion videoVAN VIBHAGwild life
Next Article