Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આર.આર.કેબેલ ગ્રુપ પર તવાઈ, અમદાવાદ, વડોદરા, સુરત સહિત 40 સ્થળે IT ના દરોડા

ગુજરાતમાં એકવાર ફરી IT વિભાગે સપાટો બોલાવ્યો છે. ઈન્કમટેક્સ વિભાગ હવે નવા વર્ષે પણ કરચોરો પર ત્રાટકી છે. આજે વહેલી સવારથી વડોદરા, સુરત અને અમદાવાદ જેવા મોટા શહેરોમાં IT વિભાગે મેગા સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. જણાવી દઇએ કે, આજે...
01:42 PM Nov 29, 2023 IST | Hardik Shah

ગુજરાતમાં એકવાર ફરી IT વિભાગે સપાટો બોલાવ્યો છે. ઈન્કમટેક્સ વિભાગ હવે નવા વર્ષે પણ કરચોરો પર ત્રાટકી છે. આજે વહેલી સવારથી વડોદરા, સુરત અને અમદાવાદ જેવા મોટા શહેરોમાં IT વિભાગે મેગા સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. જણાવી દઇએ કે, આજે સવારે IT વિભાગની અલગ અલગ ટીમોએ ગુજરાતના મોટા વેપારીના વિવિધ ઠેકાણાઓ પર એક સાથે દરોડા પાડીને તપાસ હાથ ધરી હતી.

ગુજરાતમાં IT વિભાગે ફરી એક વાર મોટા પાયે ઓપરેશન હાથ ધરતાં ઉદ્યોગજગતમાં ખળભળાટ વ્યાપી ગયો છે. આજે વહેલી સવારે જ ગુજરાતના વિવિધ શહેરોમાં ઇન્કમટેક્સ વિભાગનું સુપર ઓપરેશન હાથ ધરી દેવામાં આવ્યું છે. ખાસ કરીને વડોદરાના આર. આર .કાબેલ ગ્રુપને ત્યાં ઇન્કમટેક્સ ત્રાટકયું છે. અને આઈટીની ટીમે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. વડોદરા ,અમદાવાદ ,સુરત સેલવાસ અને મુંબઈ મળી આશરે 40 થી પણ વધુ જગ્યાએ પડ્યા દરોડા પાડવામાં આવ્યાં છે.

જણાવી દઇએ કે, કેબલના વ્યવસાય સાથે સંકળાયેલા વડોદરાના R R Kabel Ltd પર ITના દરોડાને પગલે ચકચાર મચી ગઈ છે. વડોદરા, અમદાવાદ, સુરત, સેલવાસ, મુંબઈ સહિત 40થી વધુ જગ્યા પર આઈટી વિભાગે દરોડા પાડ્યા છે. તેમજ વડોદરા સારાભાઈ કમ્પાઉન્ડ સ્થિત કંપનીની હેડ ઓફિસમાં આજે વહેલી સવારથી ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. ફર્સ્ટ શિફ્ટમાં નોકરી ઉપર ગયેલા ઓફિસ સ્ટાફના 40 જેટલા કર્મચારીઓને કંપનીના ઓડિટોરિયમમાં બેસાડી રાખવામાં આવ્યા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આઈટીના અધિકારીઓએ એક સાથે ત્રાટકીને તપાસ તેજ કરી છે.

આ પણ વાંચો - Breaking News : ગૌણ સેવા મંડળની પરીક્ષા હવે પેપરલેસ લેવાશે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
GujaratGujarat FirstGujarat NewsINCOME TAX DEPARTMENTIncome Tax Department raidsIncome Tax Department raids in GujaratITraids
Next Article