Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભરૂચ નગર પાલિકામાં ચેરમેનોને કેબીન અને એ.સી. આપી શકાય ખરા...?

ભરૂચ નગર પાલિકા (Bharuch Municipal Corporation) ભ્રષ્ટાચારનું હબ (Hub of Corruption) બની ગયું છે અને તેમાં પણ હવે ચેરમેનો જનતાના પૈસે તાક ધીના ધીન કરતા જોવા મળે છે. સાથે નગર પાલિકા (Municipal Corporation) એ સરકાર પાસેથી લોન (Loan) મેળવી કરોડો...
ભરૂચ નગર પાલિકામાં ચેરમેનોને કેબીન અને એ સી  આપી શકાય ખરા

ભરૂચ નગર પાલિકા (Bharuch Municipal Corporation) ભ્રષ્ટાચારનું હબ (Hub of Corruption) બની ગયું છે અને તેમાં પણ હવે ચેરમેનો જનતાના પૈસે તાક ધીના ધીન કરતા જોવા મળે છે. સાથે નગર પાલિકા (Municipal Corporation) એ સરકાર પાસેથી લોન (Loan) મેળવી કરોડો રૂપિયાનું લાઈટ બીલ (Light Bill) ચુકવ્યું છે, તેમ છતાં ચેરમેનોની ઓફીસમાં એ.સી. ચલાવવું અને આ બીલનું ભારણ કોના માથે....? આ પ્રશ્નો વચ્ચે નગર પાલિકા દેવામાં ઉતરી રહી છે તેના ચોકાવનારા દ્રશ્યો સામે આવી રહ્યા છે.

Advertisement

ભરૂચ નગર પાલિકા કરોડોના દેવામાં દૂબી કારણ છે અણધર વહિવટ

ભરૂચ નગર પાલિકા કરોડોના દેવામાં દૂબી ગઈ છે અને તેનું કારણ છે અણધર વહિવટ... સામાન્ય રીતે ભરૂચ નગર પાલિકામાં પ્રમુખ, ચીફ ઓફીસર અને કારોબારી ચેરમેનની ઓફીસમાં એ.સી. લગાડવામાં આવે તે માનવામાં આવે છે, પરંતુ ભરૂચ નગર પાલિકામાં ચેરમેનો અને વિપક્ષના નેતાઓની ઓફીસમાં પણ એ.સી. લગાડવામાં આવ્યા છે. જેના બીલોનું ભારણ જનતાના ટેક્સની તીજોરી ઉપર લાગી રહ્યું છે. પરંતુ ભરૂચ નગર પાલિકાના પક્ષના નેતા, લાઈટ કમીટી ચેરમેન, પાણી કમીટી, પવડી, સીટી એન્જીનીયર સહિત વિવિધ વિભાગના ચેરમેનોની કેબીનોમાં એસી. લગાડવામાં આવ્યા છે અને આ એ.સી. ચેરમેન સાહેબ અડધો કલાક પહેલા આવવાના હોય તે પહેલા જ પટ્ટાવાળાને એ.સી. ચાલુ કરી દેવાની સુચના આપવામાં આવે છે. જયારે સવાલ એ છે કે નગર પાલિકામાં ચેરમેનોને કેબિન આપી શકાય ખરી...? અને કેબિન આપી શકાય તો એ.સી. લગાવી શકાય ખરી...? અને એ.સી.નું બીલ નગર પાલિકા ચુકવી શકે ખરી...? અને એટલા માટે જ ભરૂચ નગર પાલિકા દેવામાં ચાલી રહી છે પરંતુ વિપક્ષની બોલતી બંધ એટલા માટે છે કે વિપક્ષની ઓફીસમાં પણ એ.સી. કાર્યરત છે.

ભરૂચ નગર પાલિકાના ઉપપ્રમુખની ખુરશી ઉપર બાળક બેસી શકે ખરા...?

ભરૂચ નગર પાલિકામાં ઉપપ્રમુખની ખુરશી ઉપર એક બાળક બેસીને મોબાઈલની મજા માણતો મોબાઈલ વીડિયોમાં કેદ થયો છે. શું ભરૂચ નગર પાલિકામાં કોઈ પ્રોટોકોલનું પાલન થતું નથી...? શું ચેરમેનો પ્રજાના ટેક્સના રૂપિયે તાક ધીના ધીન કરવા બને છે તેવા પ્રશ્નો ઉભા થયા છે. જોકે આ સમગ્ર અહેવાલ સુરત નગર કમિશ્નરમાં પણ પહોંચ્યો હોવાની માહિતી સાપડી રહી છે.

Advertisement

સરકારમાંથી લોન મેળવી લાઈટબીલ ચુકવ્યું છે...?

ભરૂચમાં નગર પાલિકા દેવામાં દૂબી હોય અને કરોડોનું લાઈટ બીલ બાકી હોય અને ઘણા વિસ્તારોના વીજ કનેક્શનો જી.ઈ.બી.એ કાપી નાખતા ભરૂચ અંધારપટમાં ફેરવાઈ ગયું હતું. અને નગર પાલિકાએ સરકારમાંથી લોન મેળવી પાણી કમીટી સહિતના સ્ટ્રીટ લાઈટના કરોડો રૂપિયાના બીલની ભરપાઈ કરી છે અને હજું ભરૂચ નગર પાલિકાના માથે સરકારમાં બોજો ચાલી રહ્યો છે અને શું ભરૂચ નગર પાલિકાને દેવામાંથી બહાર કાઢવાના પ્રયાસ ન કરી શકાય? ચેરમેનોને એ.સી.ની કેબિનો આપવી જરૂરી છે તેવા પ્રશ્નો જનતામાં ચર્ચાસ્પદ બન્યા છે.

અહેવાલ - દિનેશ મકવાણા

Advertisement

આ પણ વાંચો - દલિતકાંડ મામલે આખરે જયરાજસિંહ જાડેજાએ તોડ્યું મૌન, કહ્યું – મીડિયામાં એક તરફી બતાવવામાં આવ્યું

Tags :
Advertisement

.