Honey Trap: ભાભી લાવ્યો છું, મહામંદી વચ્ચે રત્ન કલાકારને ભારે પડી ઐયાશી
- સુરતમાં વધુ એક હની ટ્રેપની ઘટના
- હની ટ્રેપમાં ફસાવી કલાકાર પાસે 75 હજાર પડાવાયા
- મિત્ર એ જ હની ટ્રેપમાં ફસાવતા પોલીસે કરી ધરપકડ
Honey Trap: ડાયમંડ નગરી સુરતમાં ફરી હનીટ્રેપ(Honey Trap)ની ઘટના સામે આવી છે. રત્ન કલાકારને રેપ કેસની ધમકી આપી રૂપિયા પડાવ્યા હતા. પોલીસે ત્રણની ધરપકડ કરી હતી, જયારે ચાર વોન્ટેડ જાહેર કર્યા હતા. સુરતના ડભોલીમાં રત્નકલાકારને જ મિત્રએ જ આ ચક્રવ્યુહ રચ્યો હતો.હનીટ્રેપમા ફસાવ્યો હતો. ત્રણ શખ્સોએ પોલીસના સ્વાંગમાં ધસી આવ્યા અને પોલીસના આઈકાર્ડ બતાવી હાથકડી બાંધી લાફા ઝીંકી દીધા હતા. અને રત્ન કલાકાર પાસેથી 75 હજાર રૂપિયા પડાવ્યા હતા.
મિત્ર એ જ ફસાવ્યો
મળતી માહિતી અનુસાર રત્ન કલાકારના પોતાના મિત્રએ જ આ ચક્રવ્યુહ રચ્યો હતો. "ભાભી લાવ્યો છું" કહીને મિત્રએ કલાકારને લલના પાસે મોકલ્યો.લલનાને મળ્યા બાદ, નકલી પોલીસની ઘૂસણખોરી થઈ હતી. ત્રણ શખ્સોએ પોલીસના સ્વાંગમાં ધસી આવ્યા અને પોલીસના આઈકાર્ડ બતાવી હાથકડી બાંધી લાફા ઝીંકી દીધા હતા. ત્યારે બાદ સામગ્ર મામલો પોલીસ ટેશન પહોંચો હતો.
આ પણ વાંચો -Kutch: ઉપસરપંચે સ્વમાન બચાવવા ઝેરી દવા ગટગટાવી
પુત્રની મદદથી ઉકેલાયો મામલો
રત્ન કલાકારે તત્કાળ તેના પુત્રને કતારગામ આંબા તલાવડી બોલાવ્યો અને સેફમાંથી નાણા ઉપાડી નકલી પોલીસને આપ્યા હતા ત્યારે યુવકે કતારગામ પહોંચી પોલીસ ફરિયાદ આપતાં સમગ્ર હની ટ્રેપનો ભંડાફોડ થયો. લીસ તપાસમાં ખુલ્યું કે કલાકારનો મિત્ર ઉમેશ જ આ હની ટ્રેપના કાવતરાની પાછળ હતો. હાલ ઉમેશની ધરપકડ કરવામાં આવી છે અને નકલી પોલીસની શોધખોળ ચાલી રહી છે.