Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

20 દિવસના પ્લાનિંગ બાદ મિત્રએ જ મિત્રના ઘરે કરી લૂંટ, આવી રીતે આપ્યો અંજામ

મિત્રની દગાખોરીનો કિસ્સો વડોદરા શહેરમાં સામે આવ્યો છે. જેમાં એક મિત્રએ બીજા મિત્રના ઘરે લૂંટ (Robbery) ચલાવી હતી. વાસણા રોડ પર આવેલી મુદ્રા સોસાયટીમા રેહતા દીપક ભાઈ પટેલ પત્ની સાથે ઘરમાં નિરાંતે બેઠા હતા દરમિયાન મકાનની ડોર બેલ વાગી દીપકભાઈને એસી રિપેર કરાવવાનું હતું એટલે ટેક્નિશિયનને બોલાવ્યો હતો અને ટેક્નિશિયન આવ્યો હશે તેમ માની તેમણે મકાનનો દરવાજો ખોલતાની સાથેજ બુકાની ધારી ત્રà
20 દિવસના પ્લાનિંગ બાદ મિત્રએ જ મિત્રના ઘરે કરી લૂંટ  આવી રીતે આપ્યો અંજામ
મિત્રની દગાખોરીનો કિસ્સો વડોદરા શહેરમાં સામે આવ્યો છે. જેમાં એક મિત્રએ બીજા મિત્રના ઘરે લૂંટ (Robbery) ચલાવી હતી. વાસણા રોડ પર આવેલી મુદ્રા સોસાયટીમા રેહતા દીપક ભાઈ પટેલ પત્ની સાથે ઘરમાં નિરાંતે બેઠા હતા દરમિયાન મકાનની ડોર બેલ વાગી દીપકભાઈને એસી રિપેર કરાવવાનું હતું એટલે ટેક્નિશિયનને બોલાવ્યો હતો અને ટેક્નિશિયન આવ્યો હશે તેમ માની તેમણે મકાનનો દરવાજો ખોલતાની સાથેજ બુકાની ધારી ત્રણ અજાણ્યા ઈસમો તેમના ઘરમાં ધસી આવ્યાને લમણે બંધુક તાકી લુંટની ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી હતી.
લૂંટારૂ પૈકી 1 સગીર
ઘરમાં ઘૂસીને થયેલી લૂંટ મામલે પોલીસે ગંભીરતા દાખવી તપાસ શરૂ કરી હતી જે માટે વડોદરા પોલીસની (Vadodara Police) કુલ 6 ટીમો ટીમો કામે લગાડતા કેટલાક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. આ લૂંટને અંજામ આપવામાં એક સગીર સહિત કુલ 11 શખ્સોની સંડોવણી સામે આવી છે જેમાંથી 5 શખ્સો હજુ ફરાર છે.
ઘરમાં મોટી રકમ આવશે તેવી મિત્રને જાણ કરી હતી
દીપક ભાઈએ કરજણ ખાતેની એક જમીન વેચાવાની છે અને તેની મોટી રકમ આવવાની છે એ વાત પોતાના મિત્રને જણાવી હતી. જે પછી મિત્રની દાનત બગડી અને તેણે લૂંટનો પ્લાન ઘડ્યો. આ 11 લોકો પૈકી દરેકને જુદાજુદા કામ સોંપાયા અને 20 દિવસ રેકી કર્યા બાદ દીપક ભાઈના ઘરમાં ઘૂસી લમણે બંધુકની અણીએ લૂંટ (Robbery) ચલાવી. લૂંટ કરવા ઘરમાં ઘુસનારા 3 શખ્સો પૈકી એક સગીર હતો. લૂંટવા આવેલા આ શખ્સો સામે દંપતિએ પ્રતિકાર કર્યો પરંતુ આ શખ્સોએ તેમના ચહેરા પર બંદૂક મારી અને હાથ સેલોટેપ થી હાથ બાંધી દાગીના અને રોકડ સહિત કુલ 16.40 લાખની લૂંટ ચલાવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.

ઘરમાં રોકડ આવે તે પહેલા લૂંટ કરી
જમીનની ડીલના રૂ. 20 લાખ ઘરમાં આવવાના હતા પરંતુ અહીં લૂંટારૂઓનો દાવ ઉલ્ટો પડ્યો, ડીલ થાય અને રોકડ ઘરમાં આવે તે પહેલા જ લૂંટારૂએ લૂંટને અંજામ આપતા લૂંટારૂઓને ઘરમાંથી રોકડ મળી નહોતી તેથી તેઓ તિજોરીમાં રહેલા સોના-ચાંદીના દાગીના મળી રૂ. 16.40 લાખ લૂંટીને ભાગ્યા હતા.
આરોપી પકડાયા
લૂંટની આ ઘટનાની તપાસ વડોદરા ક્રાઇમ બ્રાન્ચના હાથમાં આવી એટલે ક્રાઈમબ્રાંચે 6 ટીમો તૈયાર કરી CCTV ફૂટેજની જીણવટ ભરી તપાસ હાથ ધરી હતી. જેમાં ત્રણ જેટલા ઈસમો શંકાસ્પદ જણાઈ આવ્યા હતા.જેના આધારે તપાસ કરતા પોલીસે કુલ 6 જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા છે. મહત્વ નું છે કે કુલ 11 શખ્સોએ ભેગા મળી ઘટનાને અંજામ આપ્યો હોવાથી પોલીસે એક ટાબરિયા સહિત ફરાર 5 આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.ઉલ્લેખનીય છે કે ગુના માં મોટી સંખ્યા માં આરોપીઓ એ ભેગા મળી અલગ અલગ ભૂમિકા ભજવી લુંટ ને અંજામ આપ્યો છે ત્યારે ઝડપાયેલા તમામ આરોપીઓ ને આવતીકાલે રિમાન્ડ માટે કોર્ટ માં રજુ કરવામાં આવનાર છે ત્યારે રિમાન્ડ દરમિયાન વધુ ચોંકાવનારા ખુલાસા થાય તો નવાઇ નહી.
Advertisement
Tags :
Advertisement

.