ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Gujarati Top News : આજે 22 માર્ચ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Gujarat : ગુજરાતમાં આજે, 22 માર્ચ, 2025ના રોજ ગાંધીનગર ખાતે નીતિ આયોગની રાષ્ટ્રીય કાર્યશાળા અને આરોગ્ય કર્મચારીઓની હડતાળ જેવા મહત્વના ઘટનાક્રમો યોજાવા જઈ રહ્યા છે, જ્યારે અમદાવાદનું કાલુપુર રેલવે સ્ટેશન આધુનિક સુવિધાઓ સાથે શહેરની શાન વધારવા તૈયાર થઈ રહ્યું છે.
06:35 AM Mar 22, 2025 IST | Hardik Shah
featuredImage featuredImage
Gujarat News 22 March 2025

આજે 22 માર્ચ 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :

Gujarat : ગુજરાતમાં આજે, 22 માર્ચ, 2025ના રોજ ગાંધીનગર ખાતે નીતિ આયોગની રાષ્ટ્રીય કાર્યશાળા અને આરોગ્ય કર્મચારીઓની હડતાળ જેવા મહત્વના ઘટનાક્રમો યોજાવા જઈ રહ્યા છે, જ્યારે અમદાવાદનું કાલુપુર રેલવે સ્ટેશન આધુનિક સુવિધાઓ સાથે શહેરની શાન વધારવા તૈયાર થઈ રહ્યું છે. આ સાથે વેજલપુરમાં સ્ટાર્ટઅપ 2.0ની શરૂઆત, ગુજરાત બોર્ડના ધોરણ 12ના અભ્યાસક્રમમાં ઘટાડો, અને સુરતમાં ગેરકાયદે બાંધકામ પર સરકારી કાર્યવાહી જેવા સમાચારો રાજ્યની પ્રગતિને દર્શાવે છે, તો જામનગરમાં ટીપી સ્કીમનો વિલંબ, ભાવનગરમાં પશુચિકિત્સકોની ઘટ અને કચ્છમાં રાજેન્દ્ર બાગની બદતર હાલત જેવા મુદ્દાઓ વિકાસની સાથે પડકારો પણ ઉજાગર કરે છે.

ગાંધીનગર -

નીતિ આયોગની રાષ્ટ્રીય કાર્યશાળા આવતી કાલે ગાંધીનગર ખાતે યોજાશે...જેમાં નિતિ આયોગના સભ્ય ડૉ.વી.કે.સારસ્વત હાજર રહેશે..સાયન્સ અને ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવ મોના ખંધાર પણ નીતિ આયોગની કાર્યશાળામા હાજર રહેશે.

આરોગ્ય કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાલ આવતીકાલે પણ યથાવત રહેશે ગ્રેડ-પે અને ટેકનિકલ કેડરમાં સમાવવાના મુદ્દે આરોગ્ય કર્મચારીઓ કરી રહ્યા છે આંદોલન... આવતીકાલે પણ ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓ કરશે ધરણા પ્રદર્શન.

અમદાવાદ -

અમદાવાદનું કાલુપુર રેલવે સ્ટેશન આવનારા વર્ષોમાં શહેરની રોનકમાં ચાર ચાંદ લગાવવા તૈયાર થઈ રહ્યું છે, જ્યાં હાલ પૂરજોશમાં ચાલતા રિડેવલપમેન્ટ કામથી લોકોને આધુનિક મુસાફરીની સુવિધાઓ મળશે. આ પ્રોજેક્ટના ભાગરૂપે ટ્રાફિક ડાયવર્ઝનથી થોડી હાલાકી થઈ રહી છે, પરંતુ ડ્રોન શોટ્સમાં દેખાતી તૈયારીઓ અને કામગીરી આગામી 3.5 વર્ષમાં એક અદભૂત સ્ટેશનનું નિર્માણ કરશે, જે 2027 સુધીમાં પૂર્ણ થવાની આશા છે. સ્થાનિક અમદાવાદીઓનું કહેવું છે કે, આ સ્ટેશન માત્ર યાત્રાને સરળ નહીં બનાવે, પણ પાર્સલ સેવાઓ, મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબ, અને સોલાર પેનલ જેવી વિશેષ સુવિધાઓ સાથે શહેરની શાન વધારશે. મોઢેરા સૂર્ય મંદિરથી પ્રેરિત આ નવું સ્ટેશન અમદાવાદની ઓળખને નવો રંગ આપશે, જે હાલની અગવડતાને ભૂલાવી દે તેવું ભવિષ્ય રચવા સજ્જ છે.

વેજલપુર વિધાનસભાના ધારાસભ્ય અમિત ઠાકર દ્વારા વેજલપુર સ્ટાર્ટ અપ 2.O આવતીકાલે શરૂઆત કરશે, જેના થકી નાનામાં નાના ઉદ્યોગકારોને પણ યોગ્ય માર્ગદર્શન મળી શકે તે હતું ત્યાં શરૂ કરવામાં આવી છે. આવતીકાલે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હાજર રહેશે.

विषय : भारत रक्षा मंच राष्ट्रीय कार्यकारिणी बैठक
प्रमुख अतिथि : माननीय श्री विजयभाई रुपाणी, पूर्व मुख्यमंत्री, गुजरात राज्य
तारीख और समय : 22 मार्च, 2025 , शनिवार, सुबह 11:30 बजे
स्थल : शिवानंद आश्रम, इसरो के सामने, सेटेलाइट रोड, अमदावाद

ગુજરાત બોર્ડની શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે એક મહત્વના અને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 ના કોમ્પ્યુટર વિષયમાં અભ્યાસક્રમ ઘટાડવાનો નિર્ણય લીધો છે. ધોરણ 12 ના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા ની તૈયારીઓમાં વધુ સમય મળે અને એક વિષયનું ભારણ ઓછું થાય તે કેટલાક ચેપ્ટરો રદ કરવામાં આવ્યા છે જે નવા શૈક્ષણિક વર્ષથી અમલ બનશે.

અમદાવાદ શહેરમાં પોલીસના કુખ્યાત અને સામાજિક તત્વોના દબાણ હટાવો ઝુંબેશ

સુરત -

Ncp ના નેતા અને કોર્પોરેટર રહી ચૂકેલા અકરમ અન્સારીના ત્યાં આવતીકાલે ફરશે સરકારી બુલડોઝર. લિંબાયતના ncp માંથી કોર્પોરેટર રહી ચૂકેલા અકરમ અન્સારી દ્વારા કરવામાં આવેલ ગેરકાયદે બાંધકામ પણ ઝીંકાશે સરકારી હથોડા. સુરત ક્રાઈમ બ્રાન્ચ અને પાલિકા દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવશે કાર્યવાહી. અનેક મિલકતો પર અક્રમ અન્સારી દ્વારા ભૂતકાળમાં જમાવ્યો છે કબ્જો.

જામનગર -

જામનગર JMC દ્વારા 40 વર્ષમાં ફક્ત 9 ટીપી સ્કીમની અમલવારી કરવામા આવતા જામનગરનો વિકાસ રૂંધાયો : જામનગર મહાનગરપાલિકાની રચનાના 40 વર્ષ પછી પણ શહેરમાં ફકત 9 ટીપી સ્કીમની અમલવારી થતાં શહેરનો વિકાસ રૂંધાઇ રહ્યો છે. કિંમતી જમીન કપાત થવાનો રાજકીય નેતાઓ અને બિલ્ડરો ભય બતાવતા નવી ટીપી સ્કીમની અમલવારીમાં ભારે વિલંબ થઇ રહ્યો છે. વળી, ટીપી સ્કીમની જટીલ પ્રક્રિયાના કારણે ગોકળ ગાયની ગતિએ કાર્યવાહી થઇ રહી છે. અત્યાર સુધીમાં કુલ 21 માંથી 14 ટીપીની સંપૂર્ણ કામગીરી કયારે પૂર્ણ થશે તે એક સળગતો સવાલ છે.

ભાવનગર -

ભાવનગર જિલ્લા માં 32 પશુ ચિક્તિસા ડોક્ટરો નું મહેકમ છે પરંતુ હાલ માત્ર 15 પશુ ચિક્તિસા ડોક્ટરો ફરજ પર છે માલઢોર સંખ્યા સામે ડોક્ટરો ની ઘટ છે અને હાલ માત્ર 50 ટકા ડોક્ટરો સાથે કામગીરી ચલવવામાં આવી રહી છે. સાથે માલધારીઓ પણ ડોક્ટરો ની ભરતી કરવામાં આવે તેવી માંગ કરી રહિયા છે. જોકે હાલ માલઢોર ના આરોગ્ય ને લઈ જો ભવિષ્યમાં પશુ ધનો માં કોઈ રોગચાળો આવ્યો કે કોઈ સમસ્યાઓ ઉદ્ધવભશે તો તેનું જવાબદાર કોણ.? ડોકટરોની ઘટ છે તે પૂર્ણ કરવામાં આવે તેવી માલધારીઓમાં લોકમાંગ ઉઠી છે અને સરકાર દ્વારા પશુ ડોક્ટર ની ભરતી કરવી પણ જરૂરી છે.

જૂનાગઢ -

પ્રાણીઓને ઉનાળાની ઋતુને ધ્યાને લઈને વન વિભાગ દ્વારા પાણીના સ્ત્રોત ઊભા કરવામાં આવ્યા છે. કુદરતી પાણીના સ્ત્રોતો સુકાઈ જતા હોય છે.

કચ્છ -

ભુજ નગરપાલિકાએ બે વર્ષ પૂર્વે દોઢ કરોડના ખર્ચે રીનોવેટ કરેલા રાજેન્દ્ર બાગની જાણવણીના અભાવે હાલત બદતર બની, વર્ષો જૂનું ઝાડ ધરાસાઈ થવા સાથે શહેરની મધ્યમાં આવેલો બગીચો અસામાજિક તત્વોનો અડ્ડો બન્યો.

ગીર સોમનાથ -

વેરાવળના ગ્રામ્ય વિસ્તારોમાં ટામેટાનું વાવેતર કરતા ખેડૂતોની હાલત કફોડી, ગત વર્ષે જે કેરેટના ભાવ 600 હતા તે હાલ 100 રૂપિયાએ પહોચ્યા. ખેડૂતો ટમેટા પાણીના ભાવે વહેંચવા મજબુર બન્યા.

વલસાડ -

વલસાડ શહેરમાં પાણીનો પોકાર : આજથી વલસાડના હેડ વોટરવોર્ક્સ ખાતે પાણીની કમીના કારણે 1 ટાઈમ પાણી શહેરમાં આપવામાં આવશે. રોટેશન મુજબ આપવામાં આવતા પાણી ન આવતા શહેરમાં પાણીનો પોકાર ઉઠ્યો છે. શું કારણ છે પાણી ન મળવાનું અને ક્યારે રાબેતા મુજબ પાણી આપવામાં આવશે.

અરવલ્લી -

અરવલ્લી જિલ્લ્લા ભાજપ પમુખ તરીકે ભીખાજી ડામોરની પસંદગી કરવામાં આવી છે, ત્યારે આજે જિલ્લા પ્રમુખ તરીકે ભીખાજી ડામોર પોતાનો ચાર્જ સંભાળવા માટે એક વિશાલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 5000 થી વધુ કાર્યકરો અને પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે સાંસદ તરીકે ટિકિટ પાછી ખેંચાયા બાદ પાર્ટી દ્વારા પુનઃ જિલ્લા પ્રમુખ તરીકે નિયુક્તિ કરાઈ છે. ત્યારે ભીખાજી ડામોર આવતી કાલે 5000 થી વધુ જિલ્લાના કાર્યકરો અને સમર્થકો સાથે જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ તરીકે પદભાર સંભાળશે.

છોટા ઉદેપુર -

છોટાઉદેપુર જિલ્લામાં દવ થી સુરક્ષિત રાખવા માટે વન વિભાગની ટીમો રાત્રિના ઉજાગરા કરી પેટ્રોલિંગ કરી રહી છે. છોટાઉદેપુર જિલ્લાને કુદરતી સંપત્તિના ખજાના તરીકે વારસામાં મળી આવેલ ગાઢ જંગલને દવ થી સુરક્ષિત કરવા માટે હાલ વન વિભાગની ટીમો 24 કલાક જંગલોમાં પેટ્રોલિંગ કરી જંગલોને સુરક્ષિત રાખવાની સરાહનીય કામગીરી કરી રહી છે. ત્યારે મહત્વની વાત એ છે કે છોટાઉદેપુર જિલ્લામાં રાત્રિના સમયે દવ લાગવાની ઘટનાઓ ની ઇતિહાસ સાક્ષી પુરે છે ત્યારે વન વિભાગની ટીમો હાથમાં ટોર્ચ લઈને રાત્રિ માં જંગલોમાં પહેરા ભરી પોતાની ફરજને અંજામ આપતા કર્મીઓ જાણે કે જંગલોને કહેતા હોય તમે આરામથી સુઈ જાવ અમે તમારી રક્ષા માટે અડીખમ ઊભા છીએ તેમ સંપૂર્ણ પ્રમાણિકતાથી ફરજ અદા કરતા કર્મીઓના દ્રશ્યો સામે આવ્યા છે.

સુરેન્દ્રનગર -
સુરેન્દ્રનગર મનપામાં સમાવિષ્ટ છેવાડાના વિસ્તાર એવા વઢવાણ મૂળચંદ રોડ પર આવેલ ચામુંડાપરા સહિત આસપાસના વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પીવાનું પાણી નહીં મળતા મહિલાઓ સહિત રહીશોને મુશ્કેલી પડી રહી છે તેમજ બહાર થી વેચાતા ટેન્કર દ્વારા પાણી લેવાનો વારો આવી રહ્યો છે. એક તરફ આવતીકાલે વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે.

Tags :
Aravalli BJP District President AppointmentBhavnagar Veterinary Doctors Shortagebreaking newsForest Department Night Patrolling Chhota UdepurGujarat Board Class 12 Syllabus ReductionGujarat FirstGUJARAT FIRST NEWSGujarat NewsGujrati NewsHardik ShahHealth Workers Strike GujaratIllegal Constructions SuratJamnagar TP Scheme DelayKalupur Railway Station RedevelopmentPolicy Commission National WorkshopRajendra Bagh Bhuj NeglectSurendranagar Drinking Water ShortageTomato Farmers Price Crash GujaratValsad Water CrisisVejalpur Startup 2.0