ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

GUJARAT RAIN : વરસાદને લઈને હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલની રાહતરૂપ આગાહી, જાણો ક્યારે ઘટશે વરસાદનું જોર

રાજ્યમાં વરસાદને લઈને હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલની રાહતરૂપ આગાહી રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદનું જોર ધીમે ધીમે ઘટશે સપ્ટેમ્બર મહિનાથી શરૂઆતથી ફરીથી GUJARAT માં જામશે વરસાદી માહોલ GUJARAT RAIN : ગુજરાતમાં મેઘરાજાએ (GUJARAT RAIN) હવે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે.રાજ્યમાં છેલ્લા...
11:59 AM Aug 28, 2024 IST | Harsh Bhatt

GUJARAT RAIN : ગુજરાતમાં મેઘરાજાએ (GUJARAT RAIN) હવે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે.રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી અતિભારે વરસાદ તબાહી મચાવી રહ્યો છે. આ ભારે વરસાદના કારણે ગુજરાતના (GUJARAT) અનેક વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. તેવામાં હવે હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ (AMBALAL PATEL) દ્વારા આગામી સમયમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદનું જોર ધીમે ધીમે ઘટશે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, અને મધ્ય ગુજરાતમાં વરસાદની તીવ્રતામાં ઘટાડો જોવા મળશે. આથી, આ વિસ્તારોમાં હવે વરસાદની તીવ્રતા ઓછા થવાની શક્યતા છે.

સૌરાષ્ટ્ર અને કચ્છમાં રહેશે ભારે વરસાદ

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ (AMBALAL PATEL) દ્વારા કરવામાં આવેલી આગાહીના અનુસાર સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું જોર યથાવર્ રહેશે, અને આગામી વધુ 2-3 દિવસ સુધી અહીં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છમાં, 2 દિવસ સુધી ભારે વરસાદ થવાની શક્યતા છે. ત્રીજા દિવસે, વર્તમાન વરસાદી સિસ્ટમ કચ્છ પરથી પાકિસ્તાન તરફ ફંટાશે, જેના કારણે પવનની ઝડપમાં પણ વધારો થશે.

સપ્ટેમ્બર મહિનાથી શરૂઆતથી ફરીથી GUJARAT માં જામશે વરસાદી માહોલ

વધુમાં સૌરાષ્ટ્ર અંગે પણ અંબાલાલ પટેલ (AMBALAL PATEL) દ્વારા આગાહી કરવામાં આવી છે કે, પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં 80 કિમી પ્રતિ કલાકે પવન ફૂંકાશે. સમગ્ર રાજ્યમાં પવનની ઝડપ 15 થી 35 કિમી પ્રતિ કલાક વચ્ચે રહેવાની સંભાવના છે. 30 ઓગસ્ટ આસપાસ વરસાદી જોર ઘટી શકે છે, પરંતુ સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી ફરીથી રાજ્યમાં વરસાદી માહોલ સર્જાવાની સંભાવના છે. 5 થી 6 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની આગાહી છે અને 15 સપ્ટેમ્બર સુધી ગુજરાતના સમગ્ર ભાગોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે.

આજના દિવસે અહી અપાયું RED ALERT

વધુમાં આજના દિવસ માટે ખાસ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલના હવામાન પાત્ર પર ત્રણ મહત્ત્વની સિસ્ટમો સક્રિય હોવાથી, રાજ્યમાં ભારે વરસાદ યથાવત રહેશે.જેના પગલે આજે મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી, બોટાદ, ભાવનગર અને ગીર સોમનાથમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદયપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, અને દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં પણ ભારે વરસાદ અને સંભવિત પાણી ભરાવા માટે તાત્કાલિક તૈયારી રાખવાની સલાહ આપવામાં આવી છે.

આ પણ વાંચો : પાકિસ્તાન જેટલા Deep Depression એ 84 કલાક રાજ્યને ઘમરોળ્યું

Tags :
Gujarat FloodsGujarat ForecastGujarat heavy rainGujarat Monsoongujarat raingujarat weatherHeavy Monsoonheavy rainMONSOON 2024Monsoon ForecastMonsoon RainMonsoon UpdatesRain-AlertRainfall Gujaratrainy seasonrainy weatherStorm AlertWeather Alertweather forecastweather update
Next Article