GPCB એ બનાસકાંઠા અને પાટણમાં પ્રદૂષણ ફેલાવતા 65 એકમોને નોટિસ ફટકારી
- ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે દ્વારા કરાઈ મોટી કાર્યવાહી
- બનાસકાંઠા અને પાટણમાં પ્રદૂષણ ફેલાવતા 65 એકમોને નોટિસ
- GPCB ના નિયમોના ઉલ્લંઘન મામલે બોર્ડે ફાટકારાયો દંડ
GPCB: દિવાળી પહેલા અત્યારે લોકો ફટાકડાની ખરીદી કરવા માટે બજારમાં જઈ રહ્યાં છે. મોટા પ્રમાણમાં લોકો ફટાકડા ખરીદી રહ્યાં છે. પરંતુ અત્યારે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (GPCB) દ્વારા બનાસકાંઠા અને પાટણમાં પ્રદૂષણ ફેલાવતા 65 એકમોને નોટિસ ફટકારવામાં આવી છે. પાલનપુરના બાદરપુરાની મહેશ્વરી મિલ અને રાધનપુર સીધાડાની અર્થ એન્ટરપ્રાઈઝને 25-25 લાખનો દંડ ફટકાર્યો છે.
આ પણ વાંચો: મહિધરપુરા પોલીસે આપઘાત કરનાર રત્નકલાકારનો બચાવ્યો જીવ, નોકરીમાંથી છૂટા કર્યા એટલે...
GPCB ના નિયમોના ઉલ્લંઘનને લઈને ફાટકારાયો દંડ
ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ(GPCB)એ પાલનપુરના બાદરપુરાની મહેશ્વરી પેપર મિલમાં 7 મહિના અગાઉ ગૂંગળામણથી ત્રણના મોતને લઈને 25 લાખનો દંડ ફટકાર્યો છે. રાધનપુર સીધાડાની અર્થ એન્ટરપ્રાઈઝને GPCB ના નિયમોના ઉલ્લંઘનને લઈને ફાટકારાયો 25 લાખનો દંડ ફટકાર્યો છે. 5 ઇન્ડસ્ટીઝને પાવર સપ્લાય કાપવાની ક્લોઝર નોટિસ ફટકારાઈ છે. અત્યારે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો: Ahmedabad Airport પરથી 2.10 કરોડના ગાંજા સાથે 1 યુવતી સહિત 7ની ધરપકડ
બનાસકાંઠા અને પાટણમાં આવેલા 65 એકમો પર કાર્યવાહી
ગુજરાતમાં અત્યારે ખુબ ખરીદી થઈ રહીં છે. પરંતુ તેના સાથે અત્યારે ઉદ્યોગો પણ એટલા જ પ્રમાણમાં પ્રદુષણ ફેલાવી રહ્યાં છે, જેથી કંપનીઓ સામે પણ કાર્યવાહી કરવી અનિવાર્ય છે. કારણ કે, આ કંપનીઓ બારેય માસ હવાનું પ્રદુષણ કરવામાં આવ્યું છે. જેથી અત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) દ્વારા બનાસકાંઠા અને પાટણમાં આવેલા 65 એકમો પર કાર્યવાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો: Surat : 7 વર્ષીય માસૂમ બાળક રમતું હતું, અચાનક આવ્યો માનવભક્ષી દીપડો અને..!