ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

ગુજરાતની જામતારા ગેંગ મહેસાણા જિલ્લો છોડી વડોદરા પહોંચી, SMC એ પીછો કરી Fake Call Centre પકડ્યું

Fake Call Centre : દેશભરમાં કુખ્યાત એવા 'જામતારા' (Jamtara) જેવો જ એક વિસ્તાર ગુજરાતમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી ઉભરી રહ્યો હતો. પાંચેક મહિના અગાઉ ગાંધીનગર ખાતેથીની આદેશ છૂટતા મહેસાણાના વડનગર (Vadnagar) અને વિસનગર (Visnagar) તાલુકામાં ચાલતા નકલી કોલ સેન્ટર (Fake Call...
12:02 AM Mar 09, 2025 IST | Bankim Patel
Fake Call Centre : દેશભરમાં કુખ્યાત એવા 'જામતારા' (Jamtara) જેવો જ એક વિસ્તાર ગુજરાતમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી ઉભરી રહ્યો હતો. પાંચેક મહિના અગાઉ ગાંધીનગર ખાતેથીની આદેશ છૂટતા મહેસાણાના વડનગર (Vadnagar) અને વિસનગર (Visnagar) તાલુકામાં ચાલતા નકલી કોલ સેન્ટર (Fake Call...
featuredImage featuredImage
Gujarat_Jamtara

Fake Call Centre : દેશભરમાં કુખ્યાત એવા 'જામતારા' (Jamtara) જેવો જ એક વિસ્તાર ગુજરાતમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી ઉભરી રહ્યો હતો. પાંચેક મહિના અગાઉ ગાંધીનગર ખાતેથીની આદેશ છૂટતા મહેસાણાના વડનગર (Vadnagar) અને વિસનગર (Visnagar) તાલુકામાં ચાલતા નકલી કોલ સેન્ટર (Fake Call Centre) પર પોલીસના દરોડા શરૂ થયા. સ્ટેટ મોનિટરિંગ સેલ (State Monitoring Cell) હરકતમાં આવતા મહેસાણા જિલ્લા પોલીસ (Mahesana Police) પર દબાણ વધ્યું હતું. શેરબજારમાં રોકાણના નામે લાખો-કરોડોની ઠગાઈ કરતા કોલ સેન્ટર સંચાલક ટોળકીઓએ પોલીસ સક્રિય થતાં મહેસાણા જિલ્લો છોડીને રાજ્યના અન્ય શહેરો અને ગામોમાં સ્થળાંતરીત થઈ ગયા. જો કે, Team SMC એ આ ઠગ ઠોળકીનો પીછો ચાલુ રાખ્યો અને વડોદરા જિલ્લા (Vadodara District) ના એક નાના ગામમાં આવેલા ફાર્મ હાઉસ રેડ પાડી Fake Call Centre પકડી પાડ્યું છે.

રોકાણના નામે ચૂનો લગાવતી ટોળકી ઝબ્બે

સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈ જી. આર. રબારી (PI G R Rabari) અને તેમની ટીમે વડોદરાના ડેસર તાલુકાના વસ્છેસર ગામની સીમમાં આવેલા એક ફાર્મ હાઉસ પર શુક્રવારે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ફાર્મ હાઉસના માલિક જીતેન્દ્રસિંહ પરમાર સહિત 10 શખ્સો મળી આવતા તેમની ધરપકડ કરી છે. 10 શખ્સોમાં એક ટીમ હેન્ડલર હસમુખ ઠાકોર (રહે. કકુંપુરા ગોઠવા, તા. વિસનગર) અને 8 કોલર સામેલ છે. પકડાયેલા કોલરો પૈકી તમામ ઠાકોર સમાજના છે અને 6 વડનગર તાલુકાના તેમજ 2 શખ્સો ખેરાલુ તાલુકા રહીશ છે. આ ઠગ ટોળકી પાસેથી Team SMC એ 26 મોબાઈલ ફોન, 6 ફોન ચાર્જર, મોબાઈલ નંબરના ડેટા પ્રિન્ટ કરેલા 92 પેજ, ડીવીઆર, મોબાઈલ સીમ કાર્ડના 8 કવર અને 3450 રૂપિયા રોકડ સહિતનો મુદ્દામાલ કબજે લીધો છે. પકડાયેલી ટોળકી મોબાઈલ નંબરના ડેટાની મદદથી અલગ અલગ લોકોને ફોન કરી શેરબજારમાં ટીપ્સ આપી મોટો ફાયદો કરાવવાની લાલચ આપી રોકાણ કરાવતા હતા. રોકાણના નામે અલગ-અલગ બેંક એકાઉન્ટ અથવા આંગડીયા પેઢીમાં રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા બાદ નુકસાન થયું છે તેમ કહી રોકાણકારોને ચૂનો લગાવી મોબાઈલ ફોન નંબર બંધ કરી દેતા હતા.

કમિશનીયા કર્મચારી પકડાયા, સૂત્રધારો ફરાર

ઠગ ટોળકીના હેન્ડલર હસમુખ ઠાકોરની PI G R Rabari એ પૂછપરછ કરતા મુખ્ય સૂત્રધાર શૈલેષ ઠાકોર ઉર્ફે SK અને અનિલ ઠાકોર (બંને રહે. સબલપુર, તા. વડનગર, જિ. મહેસાણા) હોવાનું સામે આવ્યું છે. શૈલેષ અને અનિલે દોઢેક મહિના અગાઉ વડોદરા જિલ્લામાં વન્ડર સિમેન્ટ ફેક્ટરી નજીક આવેલા ફાર્મ હાઉસ માલિક જીતેન્દ્રસિંહ ઉર્ફે જગતસિંહ પાસેથી ભાડે મેળવ્યું હતું. પકડાયેલા આરોપીની પૂછપરછમાં રોકાણકારોને છેતરીને મેળવવામાં આવતી રકમ પૈકી કોલરને 17 ટકા મળતી હતી. જ્યારે બેંક એકાઉન્ટ ભાડે આપનારને (Rent Out Bank Accounts) 10 ટકા રકમ આપવામાં આવે છે. જ્યારે 20 ટકા ખર્ચ પેટે કાપીને 53 ટકા રકમ સૂત્રધાર શૈલેષ ઉર્ફે એસકે અને તેનો ભાગીદાર અનિલ ઠાકોર મેળવે છે. ડેસર પોલીસ સ્ટેશન (Desar Police Station) ખાતે નોંધાયેલી Fake Call Centre ની ફરિયાદમાં સૂત્રધારોને ફરાર દર્શાવાયા છે.

બે મહિના અગાઉ ચાંગોદરમાંથી ટોળકી પકડાઈ હતી

મહેસાણા જિલ્લામાં સ્ટેટ એજન્સીના દરોડા બાદ સ્થાનિક પોલીસ કોલ સેન્ટરીયાઓને વડનગર, વિસનગર અને ખેરાલુ તાલુકા (Kheralu) માંથી ભગાડવા સક્રિય થઈ હતી. 'જામતારા'ની જેમ મહેસાણા જિલ્લા (Mahesana District) ના ખેતરોમાંથી ચાલતા Fake Call Centre રાજ્યભરમાં ફેલાઈ ગયા છે. પોલીસથી બચવા માટે ઠગ ટોળકીઓ અમદાવાદ સહિત જુદાજુદા સ્થળોએ પહોંચી જઈ નકલી કોલ સેન્ટરો ચલાવી રહી છે. ગત જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં SMC PI G R Rabari એ અમદાવાદ જિલ્લાના ચાંગોદરના મોરૈયા ગામે આવેલી સોસાયટીની એક મકાનથી Fake Call Centre નો પર્દાફાશ કર્યો હતો. Team SMC એ સ્થળ પરથી ઠાકોર સમાજ (Thakor Community) ના 5 યુવકોને ઝડપી 55 હજાર રોકડ, 19 મોબાઈલ ફોન, 4 ચાર્જર અને એક કાર કબજે લીધી હતી. ચાંગોદર પોલીસ સ્ટેશન (Changodar Police Station) માં નોંધાયેલી ફરિયાદ અનુસાર પકડાયેલા આરોપીઓ વડનગર અને ખેરાલુ તાલુકાના છે.

આ પણ વાંચો :  VADODARA : ડેસરના ફાર્મ હાઉસમાં ધમધમતું ઠગાઇનું કોલ સેન્ટર ઝડપાયું

Tags :
Bankim PatelChangodar Police StationDesar Police StationFake Call CentreGujarat FirstJamtaraKheraluMahesana DistrictMahesana PolicePI G R RabariRent Out Bank AccountsSMC PI G R RabariState Monitoring CellTeam SMCThakor communityVadnagarVadodara districtVisnagar