Viramgam ડાંગર કૌભાંડમાં ગુજરાત ફર્સ્ટનો પડઘો, 2 જ દિવસમાં સુફિયાન મંડલીનો કોન્ટ્રાક્ટ રદ્દ
- અહેવાલ બાદ ગુજરાત રાજ્ય પુરવઠા નિગમની કાર્યવાહી
- ઈજારેદાર સુફિયાનના નામે નીકળતી હતી ગાડીઓ
- દૈનિક 10થી 12 ગાડી માલ બહાર નીકળતો હતો
Gujarat First Impact: ગુજરાત ફર્સ્ટ દ્વારા કોઈ અહેવાલ કરવામાં આવે તો તેની અસર પણ જોવા મળતી હોય છે. કારણે ગુજરાત ફર્સ્ટ દ્વારા આવી દરેક સ્ટોરીનું ફોલોઅપ લેવામાં આવતું હોય છે. આવી જ રીતે થોડા સમય પહેલા વિરમગાર ડાંગર કાંડ મામલે ગુજરાત ફર્સ્ટ દ્વારા સ્ટોરી કરવામાં આવી હતી, જેને લઈને અત્યારે મહત્વના સમાચાર સામે આવ્યાં છે. 2 દિવસ પહેલા ગુજરાજ ફર્સ્ટ દ્વારા જે સ્ટોરી કરવામાં આવી હતી જેને ધ્યાને લઈને ગુજરાત રાજ્ય નિગમે કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: Gujarat: અંજાર-આદિપુર રોડ પર પોલીસ અને વાહનચાલક વચ્ચે બબાલ
સુફિયાન સહિત 7 આરોપી સામે કૌભાંડનો આરોપ
વધારે વિગતે વાત કરવામાં આવે તો, ગુજરાત રાજ્ય નિગમે સુફિયાન મંડલીનો કોન્ટ્રાક્ટ રદ કરી દીધો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. નોંધનીય છે કે, વિરમગામ, માંડલ અને દેત્રોજ સહિતના વિસ્તારમાં સરકારી અનાજનો કોન્ટ્રાક્ટ સુફિયાન મંડલીનો હતો, જેમાં કૌભાંડ થયું હોવાનું સામે આવતા ગુજરાત ફર્સ્ટે અહેવાલ પ્રસારિત કરીને સરકારનું ધ્યાન દોર્યું હતું, જેને ધ્યાને લઈને સુફિયાન મંડલીનો કોન્ટ્રાક્ટ રદ કરી દેવામાં આવ્યો છે. માત્ર બે જ દિવસમાં ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર જોવા મળી છે.
આ પણ વાંચો: Sabarkantha: પ્રાંતિજ-તલોદ નગરપાલિકામાં બળવાખોર અપક્ષોને મદદ કરનારની ખેર નહીં
3.67 કરોડના ડાંગર કૌભાંડની થઈ હતી ફરિયાદ
ખાસ કરીને વાત કરીએ તો, સુફિયાન મંડલીના કોન્ટ્રાક્ટ પર દિવસની 10 થી 12 ગાડીઓ બહાર નીકળતી હતી, જેમાં 3.67 કરોડના ડાંગર કૌભાંડની ફરિયાદ થઈ હતી. નોંધનીય છે કે, આમાં સુફિયાન સહિત 7 આરોપીઓ સામે કૌભાંડનો આરોપ ળાગ્યો છે. સૂત્રો દ્વારા એવું જાણવા મળ્યું હતું કે, આ લોકોએ ટેકાના ભાવે ડાંગર ખરીદીમાં કૌભાંડ આચર્યુ હતું. આ મામલે ગુજરાત ફર્સ્ટને જાણ થતા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેની 2 જ દિવસમાં મોટી અસર જોવા મળી અને ગુજરાત રાજ્ય નિગમે સુફિયાન મંડલીનો કોન્ટ્રાક્ટ રદ કરી દીધો છે.