Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat BJP એ ચૂંટણી પહેલા હાથ ધરી સેન્સ પ્રક્રિયા, પ્રથમ યાદીમાં આ મોટા નામની થઇ શકે છે જાહેરાત

લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) ને લઇને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત ભાજપે (Gujarat BJP) ચૂંટણી પહેલા સેન્સ પ્રક્રિયા (Sens Process) હાથ ધરી છે. રાજ્યભરમાં લોકસભાના ઉમેદવારો (Lok Sabha candidates) ની પસંદગી સંદર્ભે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં...
gujarat bjp એ ચૂંટણી પહેલા હાથ ધરી સેન્સ પ્રક્રિયા  પ્રથમ યાદીમાં આ મોટા નામની થઇ શકે છે જાહેરાત

લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) ને લઇને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત ભાજપે (Gujarat BJP) ચૂંટણી પહેલા સેન્સ પ્રક્રિયા (Sens Process) હાથ ધરી છે. રાજ્યભરમાં લોકસભાના ઉમેદવારો (Lok Sabha candidates) ની પસંદગી સંદર્ભે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ત્યારે 2 સપ્તાહમાં 100 જેટલા ઉમેદવારો (Candidates) ની પ્રથમ યાદી (First List) જાહેર થઇ શકે છે. આ પ્રથમ યાદીમાં ઘણા મોટા નામોની પણ જાહેરાત (Announced) થઇ શકે છે. જણાવી દઇએ કે, ભાજપે ગુજરાતની 26 લોકસભા બેઠકો 5 લાખના માર્જીન સાથે જીતવાનું નક્કી કર્યુ છે.

Advertisement

પ્રથમ યાદીમાં મોટા નામોની જાહેરાત થશે ?

દેશમાં લોકસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે ભાજપ એક્શનમોડમાં જોવા મળી રહી છે. ત્યારે આ વખતે ખાસ કરીને રાજ્યમાંથી એક પણ બેઠક ભાજપના હાથમાંથી ન જાય તેની ખાસ તૈયારીઓ કરવામા આવી રહી છે. જે માટે ગુજરાત ભાજપે લોકસભા ચૂંટણી પહેલા સેન્સ પ્રક્રિયા હાથ ધરી છે. આની પ્રથમ યાદીમાં મોટા નામોની જાહેરાત થઇ શકે છે. જેમા વડાપ્રધાન મોદીના નામની પણ જાહેરાત થઇ શકે છે. આ સિવાય કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહના નામની પણ જાહેરાત થઇ શકે છે. ઉપરાંત મંત્રી પુરુષોત્તમ રૂપાલા, મનસુખ માંડવીયા પણ લોકસભા ચૂંટણી લડી શકે છે. વળી આ વખતે ભાજપ 60 વર્ષથી વધારે ઉંમરના ઉમેદવારોને તક નહીં આપે તે પણ વાત સામે આવી રહી છે. ભાજપ આ વખતે કોઇ પણ ચુક ન રહીં જાય તે માટે પૂરજોર તૈયારીઓ કરી રહી છે. ખાસ 2019 માં જે બેઠક પર ભાજપ ઓછા માર્જીનથી જીત મેળવી શકી હતી તેના પર વધારે ભાર મુકશે.

ભાજપ ગુજરાતમાં હેટ્રિક માટે તૈયાર

રાજ્યમાં લોકસભાની 26 બેઠકો છે જેને 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે તમામ બેઠક જીતી હતી. ભાજપ ગુજરાતમાં હેટ્રિક માટે એકવાર ફરી તૈયાર છે. ભાજપ આ વખતે જે બેઠકો પર ઓછા માર્જીનથી જીત મળી હતી તેના પર વધુ ભાર આપશે. ઉતર ગુજરાત અને મધ્ય ગુજરાતની બેઠકો માટે કુલ 70 કરતા વધારે ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. જ્યારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી સહિત અનેક પૂર્વ ધારાસભ્યોએ પણ દાવેદારી નોંધાવી છે. નીતિન પટેલે મહેસાણા તો પ્રદિપ સિંહ જાડેજાએ ખેડા અને અમદાવાદ પૂર્વમાં દાવેદારી નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે, આ વખતે ભાજપે તમામ બેઠકો 5 લાખથી વધુના વોટથી જીતવાનું નક્કી કર્યુ છે અને આ માટે ઉમેદવારોના નામની જાહેરાત પહેલા જ તમામ બેઠકોના મધ્યસ્થ કાર્યાલય પણ ખોલી દેવામાં આવ્યા છે.

Advertisement

આ પણ વાંચો - Ahmedabad : ધોળકામાં ગમખ્વાર અકસ્માત, 5 લોકોના મોત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Advertisement

Tags :
Advertisement

.