Surat Drugs : ગુજરાત એટીએસને મળી મોટી સફળતા, સુરતમાંથી પ્રતિબંધિત ડ્રગ્સની હેરાફેરી કરનાર બે ની ધરપકડ
ગુજરાતમાં થતી નશીલા પદાર્થોની હેરાફેરીને અટકાવવા રાજ્યની પોલીસ, ATS સહિતની એજન્સીઓ બાજ નજર રાખી રહી છે. રાજ્ય બહારથી આવતા અને રાજ્ય બહાર થતી હેરાફેરી અટકાવવા પોલીસ ચુસ્ત પેટ્રોલિંગ કરી રહી છે. તેના ભાગરૂપે મળેલી બાતમીના આધારે ATSની ટીમે એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.
Surat ATS Drugs
ખોટા બિલો બનાવી વિદેશ મોકલાતું પ્રતિબંધિત કેમિકલ!
ગુજરાત ATSની ટીમને બાતમી મળી હતી કે, સુરતની ત્રણ કેમિકલ કંપનીમાંથી પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં મોકલવામાં આવી રહ્યું છે. આ કાળો કારોબાર બે ભાગીદાર ભેગા મળીને કરી રહ્યા છે. નવેમ્બર 2024માં મળેલી આ બાતમીના આધારે, સુરતની એથોસ કેમિકલ પ્રાઈવેટ લિમિટેડ, અગ્રત કેમિકલ્સ અને એસ. આર કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ કંપનીમાં રેડ કરવામાં આવી હતી. તેમાં તપાસ કરતા સતિષ અને યુક્તા નામના બે ભાગીદાર એક વર્ષથી ખોટા બિલો બનાવી વિદેશમાં પ્રતિબંધિત કેમિકલ મોકલતા હોવાનું ખુલ્યું હતું. 'પેન્ટેલિન' નામનું પ્રતિબંધિત કેમિકલ મેક્સિકો અને ગ્વાટેમાલ સહિતના દેશમાં મોકલતા હતા. બન્ને આરોપીઓ વિદેશની 'sinaloa cartel' નામની ગેંગ સાથે કનેક્શન હોવાનું જાણવા મળ્યું છે. વિદેશી માફિયાઓ સાથે મળીને ડ્રગ્સ બનાવવા અન્ય દવાના નામે પ્રતિબંધિત કેમિકલ એર કાર્ગો મારફતે મોકલતા હતા.
કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટીકલ કંપનીની આડમાં કંપની ધમધમતી હતી
તપાસમાં ખુલ્યું છે કે, સતિષ અને યુક્તા ભાગીદારીમાં કામ કરતા હતા. સુરતના જહાંગીરપુરામાં ફાઈવ સ્કવેરના ત્રીજા માળે તેમની ઓફિસ આવેલી છે. એસ.આર કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટીકલ પ્રાઈવેટ લિમિટેડ નામે કંપની ચાલી રહી છે. આ સિવાય પણ સુરતમાં એથોસ કેમિકલ પ્રાઈવેટ લિમિટેડ અને અગ્રત કેમિકલ્સ નામની કંપની ધમધમતી હતી.
ગુજરાત એટીએસ દ્વારા તપાસ શરૂ કરી
આ ઘટના બાદ એક વર્ષમાં અત્યાર સુધી આરોપીઓએ કેટલો આવો પ્રતિબંધિત કેમિકલનો જથ્થો વિદેશ મોકલેલો છે. તેમજ કેટલા રૂપિયાનો વ્યવહાર થયો છે. તે સમગ્ર મામલે ગુજરાત એટીએસ તે દિશામાં તપાસ કરી રહી છે.
વધુ વાંચોઃ Vadodara : વડોદરાની પોદ્દાર સ્કૂલની મનમાની સામે વાલીઓમાં રોષ! શાળાએ પહોંચી મચાવ્યો હોબાળો