Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મરાઠી સમાજ દ્વારા આજે ગુડી પડવાના પર્વની કરાઈ રહી છે ઉજવણી, જાણો તેની પાછળની દંતકથા વિશે

આજે ચૈત્ર સુદ એકમના દિવસે ગુડી પડવા (Gudi Padwa) પર્વની સુરતમાં મહારાષ્ટ્રીયન સમાજ (Maharashtrian Society) દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. આજે મરાઠી સમાજ (Marathi Society) ના નવા વર્ષનો પ્રારંભ થયો છે. જે પ્રસંગે સુરતના લીંબાયત વિધાનસભાના ધારાસભ્ય (MLA of...
મરાઠી સમાજ દ્વારા આજે ગુડી પડવાના પર્વની કરાઈ રહી છે ઉજવણી  જાણો તેની પાછળની દંતકથા વિશે

આજે ચૈત્ર સુદ એકમના દિવસે ગુડી પડવા (Gudi Padwa) પર્વની સુરતમાં મહારાષ્ટ્રીયન સમાજ (Maharashtrian Society) દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. આજે મરાઠી સમાજ (Marathi Society) ના નવા વર્ષનો પ્રારંભ થયો છે. જે પ્રસંગે સુરતના લીંબાયત વિધાનસભાના ધારાસભ્ય (MLA of Limbayat Legislative Assembly of Surat) સંગીતા પાટીલ (Sangeeta Patil) દ્વારા પોતાના નિવાસસ્થાન ખાતે ગુડી પડવા (Gudi Padwa) ના પર્વની ઉજવણી કરી છે. સંગીતા પાટીલે (Sangeeta Patil)  સમાજની અન્ય બહેનો દ્વારા પોતાના નિવાસસ્થાન ખાતે ઉભા કરવામાં આવેલા વિજય ધ્વજ (victory flag) ની આરતી ઉતારી ધાર્મિક સાત્રોક્તવિધિ મુજબ પૂજન અર્ચન કરી નવું વર્ષ સૌ કોઈ લોકો માટે સુખદાયી અને લાભકારી નીવડે તેવી પ્રાર્થના કરી હતી.

Advertisement

gudi padwa

gudi padwa

મહારાષ્ટ્રીયન સમાજમાં ગુડી પડવાના પર્વનું મોટું મહત્વ

આજે ચૈત્ર સુદ એકમના દિવસે મરાઠી સમાજના લોકોના નવા વર્ષનો પ્રારંભ થયો છે. મરાઠી સમાજ દ્વારા ગુડી પડવાના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. જ્યાં લીંબાયત વિધાનસભાના ધારાસભ્ય સંગીતા પાટીલ દ્વારા ગુડી પડવાની પોતાના નિવાસસ્થાને ઉજવણી કરાઈ છે. સંગીતા પાટીલે પોતાના નિવાસસ્થાને ગુડી પડવા નિમિત્તે વિજયધ્વજ ઉભો કરી શાસ્ત્રોક્તવિધિ મુજબ પૂજન અર્ચન કરી પરિવારની સુખાકારી અને લાભ માટે કામના કરી હતી. આ પ્રસંગે ધારાસભ્ય સંગીતા પાટીલે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રીયન સમાજમાં ગુડી પડવાના પર્વનું મોટું મહત્વ રહેલું છે.

Advertisement

ગુડી પડવાના પર્વ પાછળ અનેક દંતકથા પ્રચલિત

ગુડી પડવાના પર્વ પાછળ અનેક દંતકથા પ્રચલિત છે. ભગવાન શ્રીરામ ચૌદ વર્ષનો વનવાસ કાપી અને લંકાપતિ રાવણનો વધ કરી ચૈત્ર સુદ એકમે પરત અયોધ્યા ફર્યા હતા. જેના ઉત્સાહ અને આનંદમાં અયોધ્યાવાસીઓએ પોતાના ઘરોમાં ગુડી અને તોરણો ઉભા કરી આનંદ વ્યક્ત કર્યો હતો. ભગવાન શ્રીરામના વિજય થવા બદલ અને અયોધ્યા પરત ફરવાના આનંદમાં ગુડી પડવાના પર્વની ઉજવણીની શરૂઆત કરાઈ હતી. જેના ભાગરૂપે આજે દક્ષિણ ભારત અને મહારાષ્ટ્રમાં મરાઠી સમાજ દ્વારા ગુડી પડવાના પર્વની ઉજવણી કરાઈ રહી છે.

Sangeeta Patil

Advertisement

મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા ઉત્સાહભેર ગુડી પડવાના પર્વની ઉજવણી કરાઈ

આજે નવા વર્ષ નિમિત્તે સૌ કોઈ લોકોનું જીવન આનંદ મંગળ રહે અને સુખ-શાંતિ જળવાય રહે તે માટેની કામના માં અંબાને કરવામાં આવી છે. આજે વિજય ધ્વજને અલગ અલગ મિસ્ઠાન અને પુરણ પુરીનો ભોગ ચઢાવી પૂજા અર્ચના કરવામાં આવી છે. જ્યાં સુરતમાં વસતા મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા ઉત્સાહભેર રીતે ગુડી પડવાના પર્વની ઉજવણી કરાઈ રહી છે.

અહેવાલ - રાકેશ બ્રહ્મભટ્ટ

આ પણ વાંચો - Chaitri Navratri : ચૈત્ર નવરાત્રિ પર્વે શક્તિપીઠ અંબાજી, બહુચરાજી, પાવાગઢ અને ભદ્રકાળીમાં માઈભક્તોનું ઘોડાપૂર, વાંચો અહેવાલ

આ પણ વાંચો - ડભોઇના તીર્થક્ષેત્ર કરનાળીના પ્રસિદ્ધ કુબેર ભંડારી મંદિર ખાતે સોમવતી અમાસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટ્યા

Tags :
Advertisement

.