Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

GONDAL : વ્યાજખોરે મનમાની ચલાવી ખેડૂતની જમીનનું સાટાખત કરાવી લીધુ

GONDAL : ગોંડલ (GONDAL) માં વ્યાજખોરોની મનમાનીનો વધુ એક કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે. જેમાં મોવિયાના ખેડૂત પાસેથી વ્યાજખોરે ૧૩ લાખ વ્યાજ લઇ ખેતીની જમીનનું સાટાખત કરાવી લેતા પોલીસમાં ફરીયાદ કરી છે. જે બાદ પોલીસે આરોપીને દબોચી લેવા માટે ચક્રોગતિમાન...
gondal   વ્યાજખોરે મનમાની ચલાવી ખેડૂતની જમીનનું સાટાખત કરાવી લીધુ

GONDAL : ગોંડલ (GONDAL) માં વ્યાજખોરોની મનમાનીનો વધુ એક કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે. જેમાં મોવિયાના ખેડૂત પાસેથી વ્યાજખોરે ૧૩ લાખ વ્યાજ લઇ ખેતીની જમીનનું સાટાખત કરાવી લેતા પોલીસમાં ફરીયાદ કરી છે. જે બાદ પોલીસે આરોપીને દબોચી લેવા માટે ચક્રોગતિમાન કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

સીટી પોલીસ મથકમાં ફરીયાદ કરી

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલના મોવિયા ગામે ગોવિંદનગર કન્યાશાળા પાસે રહેતા અને ખેતી કામ કરતા ચંદુભાઈ સવજીભાઈ રાદડીયાએ આરોપી માવજી છગનભાઇ કોટડીયા (રે. યમુનાકુંજ કૈલાશબાગ તલક્ષીલા સોસાયટી નવરંગ ડેરીવાળી શેરી ગોડલ) સામે ગોંડલ સીટી પોલીસ મથકમાં ફરીયાદ કરી છે.

ધાક-ધમકી આપવામાં આવી

ફરીયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદીએ પાચેક વર્ષ પૂર્વે આરોપી પાસે એક લાખ ૪ ટકા વ્યાજે લીધેલ અને બદલામાં આરોપીએ ફરીયાદી પાસેથી કોરો ચેક લઇ લીધેલ ત્યારબાદ ફરીયાદીને વધુ નાણાની જરૂરીયાત પડતા અલગ-અલગ સમયે આરોપી પાસેથી ૬.૫૦ લાખ વ્યાજે લીધેલ અને તેનું ૧૩ લાખ વ્યાજ ભરી આપેલ હોવા છતાં આરોપી વધુ વ્યાજની ઉઘરાણી માટે ધાક-ધમકી આપવામાં આવી હતી.

Advertisement

નાણાની અવેજમાં ફરીયાદીની જમીન પડાવવાનો કારસો

આ સિલસિલો આગળ વધારતા ફરીયાદી પાસે રૂપિયા ન હોય આરોપીએ વ્યાજે આપેલ નાણાની અવેજમાં ફરીયાદીની ખેતીની જમીનનુ સાટાખત કરાવી લીધુ હતું. અને ચડત વ્યાજ સહિતના નાણા પરત આપવા ધમકી આપતો હોવાનું જણાવ્યું હતું. આ ફરીયાદ અન્વયે ગોંડલ પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

અહેવાલ - વિશ્વાસ ભોજાણી, ગોંડલ

Advertisement

આ પણ વાંચો -- GONDAL : વોર્ડ નં - 2 માં ફેલાયેલી ગંદકી દૂર કરવા માંગ

Tags :
Advertisement

.