Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Godhra: વિદ્યાર્થીનીએ કચરામાંથી ઘરવાપરાશ અને રોજગાર ઉપલબ્ધ કરતો પ્રોજેકટ બનાવ્યો

અહેવાલ : નામદેવ પાટીલ, પંચમહાલ પંચમહાલ જિલ્લાના ગોધરાની અને ધોરણ નવમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સ્તુતિ દેસાઈએ આડેધડ જ્યાં ત્યાં ફેંકવામાં આવતાં કચરાના કારણે દિન પ્રતિદિન બગડતી જતી પર્યાવરણની હાલતની ચિંતા કરી છે. સ્તુતિએ નેશનલ ચિલ્ડ્રન સાયન્ટિસ્ટ કોંગ્રેસના માધ્યમથી વેસ્ટમાંથી બેસ્ટ...
godhra  વિદ્યાર્થીનીએ કચરામાંથી ઘરવાપરાશ અને રોજગાર ઉપલબ્ધ કરતો પ્રોજેકટ બનાવ્યો

અહેવાલ : નામદેવ પાટીલ, પંચમહાલ

Advertisement

પંચમહાલ જિલ્લાના ગોધરાની અને ધોરણ નવમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સ્તુતિ દેસાઈએ આડેધડ જ્યાં ત્યાં ફેંકવામાં આવતાં કચરાના કારણે દિન પ્રતિદિન બગડતી જતી પર્યાવરણની હાલતની ચિંતા કરી છે. સ્તુતિએ નેશનલ ચિલ્ડ્રન સાયન્ટિસ્ટ કોંગ્રેસના માધ્યમથી વેસ્ટમાંથી બેસ્ટ એટલે કે ફેંકી દેવામાં આવતા કચરા રૂપી વસ્તુઓ એકત્રિત કરી અને એમાંથી ઘર વપરાશની ચીજવસ્તુઓ બનાવવા ઉપરાંત જરૂરીયાતમંદ લોકોને રોજી રોટી મળી રહે એવો પ્રોજેક્ટ બનાવ્યો છે.

આ પ્રોજેક્ટ જિલ્લા અને રાજ્ય કક્ષાએ પ્રથમ ક્રમાંકે પસંદગી પામ્યો છે. અને હવે સ્તુતિ તેના પ્રોજેકટ સાથે ગુજરાત માંથી રાષ્ટ્રીય કક્ષાએ રજૂ કરવામાં આવશે. ગોધરાની વિધ્યાર્થીનીનો પ્રોજેકટ પસંદગી થઈ રાષ્ટ્રીય કક્ષા સુધી પસંદગી થતાં સ્તુતિનો શાળા પરિવાર,સ્વજનો સહિતમાં હાલ ખૂબ જ ખુશી જોવા મળી રહી છે.

Advertisement

સરકાર દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલા છુપા કૌશલ્યને બહાર લાવવા માટે નેશનલ ચિલ્ડ્રન્સ સાયન્ટિસ્ટ કોંગેસના માધ્યમથી શાળાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રોજેક્ટ બનાવવામાં આવે છે. અને જેના માટે સ્પર્ધાત્મક પ્રદર્શન યોજવામાં આવે છે જે જિલ્લા કક્ષાથી માંડી રાષ્ટ્રીય કક્ષા સુધી યોજવામાં આવે છે. નિર્ણાયકો દ્વારા પ્રોજેક્ટની પસંદગી કરવામાં આવતી હોય છે.

સ્તુતિના સ્વજનો જણાવી રહ્યા છે કે, અમે જયારે પણ બહાર ફરવા જતાં ત્યારે આજુબાજુમાં ફેંકવામાં આવતાં વેસ્ટ કચરાને લઈ સ્તુતિ મનોમન દુઃખી થતી અને કહેતી હતી કે આ કચરાના કારણે બીમારી ફેલાઈ રહી છે અને પર્યાવરણ બગડી રહ્યું છે. જો આ વેસ્ટ કચરામાંથી સારી વસ્તુઓ બનાવવામાં આવે અને કચરો એકત્રિત કરવા માટે જરૂરીયાતમંદ લોકોને જોડવામાં આવે તો તેઓને રોજી રોટી પણ મળી શકે એમ છે.સ્તુતિના વિચારને આખરે તેણીએ પ્રોજેક્ટ થકી અમલમાં મૂકી છે જે અમારા માટે ગર્વની વાત છે.

Advertisement

આ પણ વાંચો -  ગોંડલ: કંટોલિયા બાંદ્રા ગામે ST બસના રુટ બંધ થતા વિદ્યાર્થીઓના ભાવિ જોખમમાં

Tags :
Advertisement

.