Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર, અમદાવાદની Ghee Gud રેસ્ટોરન્ટને કરાઇ સીલ

Ghee Gud Restaurant : અમદાવાદની રેસ્ટોરન્ટમાં જમવા જવાનું વિચારો છો તો પહેલા આ સમાચાર ખાસ વાંચી લેજો. ગુજરાત ફર્સ્ટની ટીમે જાહેર જનતાને આજે રેસ્ટોરન્ટમાં તેમને પીરસવામાં આવેલા ભોજનનું રિયાલિટી ચેક કર્યું હતું. તેમા જો ખાસ કરીને અમદાવાદની રેસ્ટોરન્ટની વાત કરીએ...
09:07 PM Feb 15, 2024 IST | Hardik Shah

Ghee Gud Restaurant : અમદાવાદની રેસ્ટોરન્ટમાં જમવા જવાનું વિચારો છો તો પહેલા આ સમાચાર ખાસ વાંચી લેજો. ગુજરાત ફર્સ્ટની ટીમે જાહેર જનતાને આજે રેસ્ટોરન્ટમાં તેમને પીરસવામાં આવેલા ભોજનનું રિયાલિટી ચેક કર્યું હતું. તેમા જો ખાસ કરીને અમદાવાદની રેસ્ટોરન્ટની વાત કરીએ તો સ્થિતિ વધુ ખરાબ જોવા મળી હતી.

અમદાવાદની ઘી ઘુડ રેસ્ટોરન્ટને સીલ કરાઈ

બહાર જમવાના શોખીનો માટે આ અહેવાલ ખાસ વાંચવા જેવો છે. તમે જે હોટલમાં બેસીને પ્રેમથી ભોજન આરોગો છો તે હોટલના રસોડાની શું તમે ક્યારેય મુલાકાત લીધી છે? આજે ગુજરાત ફર્સ્ટની ટીમ રાજ્યના અલગ-અલગ શહેરોમાં આવેલા રેસ્ટોરન્ટની મુલાકાતે પહોંચી હતી જ્યા રસોડાની સ્થિતિ જોઇ અમાર પ્રતિનિધિ પણ ચોંકી ગયા હતા. અમદાવાદની જો વાત કરીએ તો અહીં પ્રહલાદનગરમાં આવેલી Ghee Gud નામની રેસ્ટોરન્ટના રસોડાની સ્થિતિ પણ ખરાબ જોવા મળી હતી. અમારા પ્રતિનિધિ જ્યારે આ રેસ્ટોરન્ટની અંદર પહોંચ્યા તો પહેલા તો તેમને અંદર જવા દેવામાં ન આવ્યા અને પછી જ્યારે તેઓ અંદર પહોંચ્યા તો લાઇટ બંધ કરી દેવામાં આવી હતી.

જોકે, ગુજરાત ફર્સ્ટની ટીમે અહીં રિયાલિટી ચેક કરી અને અમારા દર્શકોને અહીંની સચ્ચાઈ બતાવી હતી. અમે બતાવેલા આ અહેવાલની અસર હવે જોવા મળી રહી છે. અમદાવાદની ઘી ઘુડ રેસ્ટોરન્ટને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સીલ કરી દેવામાં આવી છે. આ સાથે રેસ્ટોરન્ટના સંચાલકોને નોટિસ પણ ફટકારવામાં આવી છે. આ સિવાય સુરત અને રાજકોટમાં પણ રેસ્ટોરન્ટના રિયાલિટી ચેકની અસર જોવા મળી છે. અહીં પણ આરોગ્ય વિભાગની ટીમે રેસ્ટોરન્ટ વિરુદ્ધ પગલા ભર્યા છે.

ગુજરાત ફર્સ્ટના રિયાલિટી ચેકમાં ચોંકાવનારા દ્રશ્યો

ગુજરાત ફર્સ્ટના રિયાલિટી ચેકમાં ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા. ઓપરેશન અસુર દરમિયાન ગુજરાત ફર્સ્ટની ટીમે વિવિધ હોટલ અને રસ્ટોરન્ટના રસોડાની મુલાકાત લીધી હતી. આ ઓપરેશન દરમિયાન ઘણી હોટલોના માલિકો દ્વારા તેમની પોલ ના ખૂલી જાય તેના ડરના કારણે હોટલન રસોડામાં પ્રવેશ આપવાની ના પાડી દીધી હતી. ઉલ્લેખનીય છે કે મણિનગર વિસ્તારમાં આવેલા અર્બન ઢાબા જેના કુલચા ખૂબ જ જાણીતા છે, પરંતુ અહીં કુલચાની મેજબાની માણવા જતા ગ્રાહકોને સપને પણ ખ્યાલ નહીં હોય કે અર્બન ઢાબાના રસોડામાં જ્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી તો રસોડામાંથી ઉંદરનું મળ મળ્યું હતું. રસાડોમાં ખુલ્લા પડેલા લીલા શાકભાજી, જેમાં ગાજર હતા તે ગાજર પણ ઉંદરે કોતર્યા હોવાનું સામે આવ્યું હતું.

એક વાત ચોક્કસ છે કે ગુજરાત ફર્સ્ટે જે સામાજિક ઝુંબેશ ઉપાડી છે, તેને કોઈ પણ સ્થિતિમાં પૂર્ણ કરવાની હિંમત ધરાવે છે.લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા આવા તત્વોને ખુલ્લા પાડવા તે જ તો એક મીડિયા તરીકે અમારી સામાજિક જવાબદારી છે.. જે અમે કોઈ પણ સંજોગોમાં નિભાવીશું અને તેને પરિપૂર્ણ પણ કરીશું.

આ પણ વાંચો - Gondal : પુલ પરથી બાઈક 40 ફૂટ નીચે પટકાતા 2 કૌટુંબિક ભાઈઓના મોત

આ પણ વાંચો - OPARETION અસુર : ધંધા હૈ પર ‘ગંદા’ હૈ!, ગુજરાત ફર્સ્ટના મેગા રિયાલિટી ચેકમાં ચોંકાવનારું કાળું સત્ય!

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
AhmedabadGhee GudGhee Gud restaurantGujaratGujarat FirstGujarat First ExclusiveGUJARAT FIRST NEWSgujarat first reality checkGujarat Newsmaitri makwanaopration asurReality Check
Next Article