Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગરબાને વૈશ્વિક ખ્યાતિ : અંબાજી મંદિરમાં આદિવાસી શાળાની બાળકીઓ દ્વારા સુંદર ગરબા કાર્યક્રમ યોજાયો

અહેવાલ - શક્તિસિંહ રાજપુત શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી દેશનાં 51 શક્તિપીઠ મા આધ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર 51 શક્તિપીઠ મા સૌથી મોટું આગવું સ્થાન ધરાવે...
08:59 PM Dec 06, 2023 IST | Hardik Shah

અહેવાલ - શક્તિસિંહ રાજપુત

શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી દેશનાં 51 શક્તિપીઠ મા આધ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર 51 શક્તિપીઠ મા સૌથી મોટું આગવું સ્થાન ધરાવે છે ત્યારે અંબાજી મંદિરમાં માઈ ભક્તો રોજેરોજ ધજા અને સંઘ લઇને ગરબા રમવા આવતા હોય છે. ત્યારે ગુજરાતનાં ગરબા સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. ત્યારે ગુજરાતના સાંસ્કૃતિક વારસો એવા "ગુજરાતનાં ગરબા"ને યુનેસ્કો દ્વારા હેરીટેજ ગરબા તરીકે માન્યતા આપવાના પ્રસંગે અંબાજી મંદિરના ચાચર ચોકમાં સુંદર ગરબાનો કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં વિવિઘ કલાકારો ગરબા ગાઇને શ્રોતાઓને ડોલાવ્યા હતા ત્યારે બીજી તરફ આદીવાસી શાળાની બાળકીઓ પણ સુંદર ગરબા રમી હતી. માથા ઉપર ગરબો લઈને દીવડા સાથે બાળાઓ માતાજીના ગરબા કરતા જોવા મળી હતી. ગુજરાતની ઓળખ એટલે ગરબા, જેમ પંજાબ ની ઓળખ ભાંગડા, રાજસ્થાનની ઓળખ ઘુમર તેવી ઓળખ દેશનાં અલગ અલગ રાજ્યોમાં જોવા મળે છે. ત્યારે સમગ્ર વિશ્વમાં માતાજીનાં ગરબા અલગ અલગ દેશોમાં રમાય છે ત્યારે તાજેતરમાં ગુજરાતના ગરબા અમૂર્ત સાંસ્કૃતિક વારસો એવા "ગુજરાતના ગરબા" ને યુનેસ્કો દ્વારા હેરીટેજ ગરબા તરીકે માન્યતા આપવાના પ્રસંગે બનાસકાંઠા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા 6 ડિસેમ્બરના રોજ અંબાજી મંદિરના ચાચર ચોકમાં સુંદર ગરબાનો કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.વિવિઘ કલાકારો દ્વારા ગરબા ગાઈને માતાજીની આરાધના કરી હતી.બીજી તરફ અંબાજી ખાતે આવેલી આદીવાસી શાળાની બાળકીઓ દ્રારા પણ સુંદર ગરબા રમી માતાજીની આરાધના કરાઈ હતી. આ કાર્યક્રમ મા પ્રિતેશ સોની, યુવા અને સાંસ્કૃતિક વિભાગ,બનાસકાંઠા , અંબાજી મંદિરના ટેમ્પલ ઇન્સ્પેક્ટર પ્રવીણ પુરી બાવા, મજુર કલ્યાણ આદીવાસી આશ્રમ શાળા ના આચાર્ય ડિમ્પલબેન રાવલ હાજર રહ્યા હતા.

આ પણ વાંચો - મોરબી : નકલી ટોલનાકા કેસમાં પ્રાંત અધિકારીએ તપાસ કમિટીની કરી રચના

આ પણ વાંચો - ગુજરાતના ગરબાને મળી આંતરરાષ્ટ્રીય ઓળખ, વર્લ્ડ હેરિટેજમાં મળ્યું સ્થાન

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
AmbajiAmbaji NewsAmbaji TempleGarba gets global fameGujarat FirstGujarat GarbaGujarat News
Next Article