Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ganesh visarjan ના સમયે પાટણની નદીમાં એક જ પરિવારના 7 સભ્યો ડૂબ્યા

પાટણ ગણેશ વિસર્જન કરતી વખતે બની દુર્ઘટના સાત સભ્યો પાણીમાં ગરક થયા હોવાની ઘટના સર્જાઈ છે વિસ્તારમાથી 8 જેટલી 108 એમ્બ્યુલન્સને તૈનાત કરવામાં આવી Patan Family Drowned : હાલમાં, દેશભરમાં ગણેશ ઉત્સવનો માહોલ જામ્યો છે. દેશ દરેક નાગરિકોએ ગણેશનું...
08:53 PM Sep 11, 2024 IST | Aviraj Bagda
Patan Prajapati Family Drowned

Patan Family Drowned : હાલમાં, દેશભરમાં ગણેશ ઉત્સવનો માહોલ જામ્યો છે. દેશ દરેક નાગરિકોએ ગણેશનું આગમન વિવિધ રીતે કર્યું છે. ભાવિ ભક્તો વાજતે-ગાજતે ગણેશની સ્થાપના પોતાના નિવાસસ્થાને કરશે. જે બાદ પરંપરા અનુસાર ગણેશ વિસર્જન હાથ ધરવામાં આવે છે. ત્યારે ગુજરાતના એક જિલ્લામાં ગણેશ વિસર્જન કરતી વખતે મોટી દુર્ઘટના સર્જાય છે.

સાત સભ્યો પાણીમાં ગરક થયા હોવાની ઘટના સર્જાઈ છે

પાટણ શહેરના સરસ્વતી નદીમાં ગણેશ વિસર્જન માટે એક પરિવારના સભ્યો આવ્યા હતાં. ત્યારે પાટણ શહેરના વેરાઈ ચકલા વિસ્તારમાં રહેતા પ્રજાપતિ પરિવારના સભ્યો ગણેશ વિસર્જન માટે સરસ્વતી નદીના કિનારે આવ્યા હતાં. પરંતુ ગણેશ વિસર્જન કરતી વખતે પ્રજાપતિ પરિવાર સહિત સાત સભ્યો પાણીમાં ગરકાવ થયા હોવાની ઘટના સર્જાઈ છે. જોકે તરવૈયાઓએ ત્રણને બચાવી લીધા હતાં. જ્યારે એક યુવકનો મૃતદેહ હાથ લાગ્યો છે. અન્ય ડૂબી ગયેલા લોકોની શોધખોળ ચાલી રહી છે.

આ પણ વાંચો: દારૂબંધી છે કે નહી? ગૃહ વિભાગે દારૂબંધીના નિયમો હળવા કર્યા!

વિસ્તારમાથી 8 જેટલી 108 એમ્બ્યુલન્સને તૈનાત કરવામાં આવી

આ ઘટનાની જાણ પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ સહિત પ્રાંત અધિકારી, તેમજ સરસ્વતી મામલતદાર સહિતનાઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતાં. ઘટનાસ્થળ પર પાટણ શહેર સહિત આજુબાજુના તાલુકા વિસ્તારમાથી 8 જેટલી 108 એમ્બ્યુલન્સને તૈનાત કરવામાં આવી છે. તાત્કાલિક બચાવવા રાહતની કામગીરી હાથ ધરી હતી. જેમાં સાત પૈકી ત્રણ લોકોને બચાવી લેવામાં આવ્યા છે.

4 ટ્રેક્ટરની લાઈટ વડે શોધખોળ હાથ ધરવામાં આવી રહી

પાટણના કોંગી ધારાસભ્ય કિરિટ પટેલે જણાવ્યું હતું કે, ગણેશ વિસર્જન વખતે સરસ્વતી ડેમમાં પ્રજાપતિ પરિવારના લોકો ડૂબ્યા છે. જેમાંથી બે લોકોને બચાવી લેવાયા છે. હજી કેટલા લોકો ડૂબેલા છે એની ચોક્કસ માહિતી નથી. હાલ તેઓને બહાર કાઢવાની કામગીરી ચાલુ છે. સરસ્વતી નદીમાં 2 JCB, 4 ટ્રેક્ટરની લાઈટ વડે શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. તેમજ વધુ લાઇટીંગ માટે જનરેટર લાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો: આવતીકાલથી ભાદરવી પૂનમના મહામેળોમાં અંબાજીમાં મળશે આ ખાસ સુવિધા

Tags :
big Breakingbreking newsFamily Drownedganesh visarjanGujaratGujarat FirstPatanPatan Family DrownedPatan Prajapati Family Drowned
Next Article