Gandhinagar: અક્ષરધામમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી અને આરોગ્યમંત્રીના હસ્તે મેડિકલ વાનનું લોકાર્પણ
- BAPS સંસ્થા દ્વારા એક મહત્વપૂર્ણ પ્રકલ્પનું લોકાર્પણ કરવામાં આવ્યું
- ચેટિટેબલ ટ્રસ્ટ સંચાલિત મોબાઈલ મેડિકલવાન શરૂ કરવામાં આવી છે
- આ વાન આદિવાસી વિસ્તારોમાં પ્રાથમિક તબીબી સેવાઓ પૂરી પાડશે
BAPS સંસ્થા દ્વારા પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના આશીર્વાદથી આજે એક મહત્વપૂર્ણ પ્રકલ્પનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જેમાં એસ્ટર ડી.એમ હેલ્થકેરની એસ્ટરવોલિએંટર્સ (સી. એસ. આર એક્ટિવિટી) આધારિત તેમજ બી.એ.પી.એસ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત મોબાઈલ મેડિકલવાન શરૂ કરવામાં આવી છે. આ મોબાઈલ મેડિકલવાન ગુજરાતનાં આદિવાસી વિસ્તારોમાં ફરી લોકોને પ્રાથમિક તબીબી સેવાઓ પૂરી પાડશે.
ધર્મ સાથે સેવા સંકલ્પનો સાકાર,
નિરામય ગુજરાતને આપશે આકાર !ગાંધીનગર અક્ષરધામ ખાતે BAPS પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત અને એસ્ટર હેલ્થકેર દ્વારા આપવામાં આવેલ અદ્યતન એમ્બ્યુલન્સને લોક સેવાર્થે અર્પિત કરી.
આધ્યાત્મ સાથે માનવ સેવાના સંકલ્પ સાથે નિર્માણ પામેલી આવી સેવાકીય… pic.twitter.com/CU1gvmybE7
— Harsh Sanghavi (@sanghaviharsh) January 29, 2025
તબીબી નિદાન અને સારવાર સાથે વિનામૂલ્યે દવાઓ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ અને પ્રેરણાથી, બી.એ.પી.એસ ચેરિટેબલ ટ્રસ્ટ મોબાઈલ મેડિકલવાન દ્વારા સન 1999થી ગુજરાતનાં આદિવાસી વિસ્તારોમાં તબીબી સેવાઓ પૂરી પાડે છે. અત્યાર સુધી સુધી 12 જેટલી મોબાઈલવાન દ્વારા કુલ 67 લાખથી વધુ લોકોને પ્રાથમિક તબીબી નિદાન અને સારવાર સાથે વિનામૂલ્યે દવાઓ પૂરી પાડવામાં આવી છે.
ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી તથા આરોગ્ય મંત્રીના હસ્તે લોકાર્પણ
આ મોબાઈલ મેડિકલવાનનાં ઉદ્ઘાટન પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ગુજરાત રાજ્ય સરકારના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી તથા આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ પધાર્યા હતા. તેમના શુભહસ્તે આ મોબાઇલ મેડિકલવાનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે બી.એ.પી.એસ. સંસ્થા તરફથી પૂજ્ય બ્રહ્મવિહારીદાસ સ્વામી (વરિષ્ઠ સંત, બી.એ.પી.એસ હિન્દુમંદિર, અબુધાબી) અને પૂજ્ય નિખિલેશદાસસ્વામી (વરિષ્ઠ સંત, બી.એ.પી.એસ. મેડિકલ સર્વિસિસ) અને અન્ય સંતો આશીર્વાદ આપવા પધાર્યા હતા. એસ્ટર ડી.એમ હેલ્થકેર તરફથી શ્રી જલીલજી, સાનવાસજી, દાદાસાગરજી વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
મોબાઈલવાન દરરોજ 4 સેન્ટરમાં તબીબી સારવાર પૂરી પાડે છે
આ મોબાઇલવાનની વિશેષતા એ છે કે એક મોબાઈલવાન દરરોજ 4 સેન્ટરમાં તબીબી સારવાર પૂરી પાડે છે. સાથે સાથે આદિવાસી વિસ્તારમાં સ્વાસ્થ્ય જાગરૂકતા વિષે સમજણ આપવામાં આવે છે અને ન્યુટ્રિશનલસપ્લીમેંટ પણ આપવામાં આવે છે. મુખ્યત્વે આ મોબાઈલ મેડિકલવાન સાંકરી, સુરત તેમજ ખેડબ્રહ્માના આદિવાસી વિસ્તારમાં લોકોને વધુ તબીબી સારવાર પૂરી પાડશે. અદ્યતન સુવિધાઓથી સજ્જ નવી મોબાઈલ મેડિકલવાન આદિવાસી વિસ્તારના પછાત લોકોને આવશ્યક તબીબી અને હેલ્થકેર સેવા આપવાનું લક્ષ્ય રાખે છે. આ મોબાઈલવાન દર્દી માટે નોંધણી ડેસ્ક, ડેટાકલેક્શન ડેસ્ક, રેફ્રિજરેટેડ સ્ટોરેજ, દવાઓ માટે સલામત સ્ટોરેજ અને વિતરણ વ્યવસ્થા વગેરે સુવિધાથી સજ્જ છે. આ મોબાઈલ મેડિકલવાનમાં એરકન્ડીશન, ચેપ નિયંત્રણ મિકેનિઝમ્સ અને વાઇ-ફાઇ કનેક્ટિવિટી પણ હોય છે અને છેવાડાનાં ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ નેવિગેટ કરવામાં સક્ષમ છે.