Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Mobile medical van: શ્રમયોગીઓ અને તેમના આશ્રિતોને વિનામૂલ્યે સારવાર

Mobile medical van scheme“મોબાઇલ મેડિકલ વાન યોજના”  બની આશીર્વાદરૂપ અત્યાર સુધીમાં ૩૧ લાખથી વધુ શ્રમયોગીઓ અને તેમના આશ્રિતોએ યોજનાનો લાભ લીધો: શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપુત હાલમાં ૨૪ મોબાઇલ મેડિકલ વાન કાર્યરત જ્યારે વધુ નવી ૬ વાન શરૂ...
mobile medical van  શ્રમયોગીઓ અને તેમના આશ્રિતોને વિનામૂલ્યે સારવાર
Advertisement
  • Mobile medical van scheme“મોબાઇલ મેડિકલ વાન યોજના”  બની આશીર્વાદરૂપ
  • અત્યાર સુધીમાં ૩૧ લાખથી વધુ શ્રમયોગીઓ અને તેમના આશ્રિતોએ યોજનાનો લાભ લીધો: શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપુત
  • હાલમાં ૨૪ મોબાઇલ મેડિકલ વાન કાર્યરત જ્યારે વધુ નવી ૬ વાન શરૂ કરાશે
  • શ્રમયોગીઓ અને તેમના આશ્રિતોને વિનામૂલ્યે મળી રહી છે પ્રાથમિક તબીબી તપાસ-સારવાર

Mobile medical van scheme- “મોબાઇલ મેડિકલ વાન” યોજના થકી માસિક સરેરાશ ૨૦૦૦થી વધુ પ્રતિવાન શ્રમયોગીઓની તબીબી તપાસ અને સારવાર કરવામાં આવે છે. અત્યાર સુધીમાં કુલ ૩૧ લાખથી વધુ શ્રમયોગીઓ અને તેમના આશ્રિતોએ આ યોજનાનો લાભ લીધો છે. કોરોના મહામારી દરમિયાન મોબાઇલ મેડિકલ વાન દ્વારા રાજ્યના તમામ નાગરિકોના હિતાર્થે જરૂરી ટેસ્ટ તેમજ દવાઓનું વિતરણ વિનામૂલ્યે કરવામાં આવ્યું હતું, તેમ શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપુતે જણાવ્યું હતું.

હાલમાં કાર્યરત ૨૪ મોબાઇલ મેડિકલ વાન

મંત્રી શ્રી રાજપુતે વિગતો આપતા જણાવ્યું હતું કે, રાજ્યના સંગઠિત ક્ષેત્રના શ્રમયોગી પરિવારોની તબીબી સુરક્ષા માટે ગુજરાત સરકારે “મોબાઇલ મેડિકલ વાન” Mobile medical van scheme યોજના શરૂ કરી શ્રમિકોના સ્વાસ્થ્ય માટે નવી કેડી કંડારી છે.

Advertisement

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં હાલમાં કાર્યરત ૨૪ મોબાઇલ મેડિકલ વાન દ્વારા વાર્ષિક ૬ લાખથી વધુ શ્રમયોગીઓ અને તેમના આશ્રિતોને વિનામૂલ્યે પ્રાથમિક તબીબી તપાસ-સારવાર આપવામાં આવી રહી છે. જેમાં બ્લડ ટેસ્ટ, પ્રેગ્નન્સી ટેસ્ટ, હિમોગ્લોબીન, લેબોરેટરી તપાસ, ડાયાબીટીસ, બ્લડ કાઉન્ટ જેવી વિવિધ તપાસ-સારવારનો સમાવેશ કરાયો છે. જેમાં તપાસ દરમિયાન વધુ સારવાર લેવાની થાય તો શ્રમયોગી નજીકની સરકારી હોસ્પિટલમાં જઇને સારવાર મેળવી શકે છે.

Advertisement

મંત્રી બલવંતસિંહ રાજપુતે કહ્યું હતું કે, ગુજરાતના દરેક સંગઠિત ક્ષેત્રના શ્રમયોગીઓને આરોગ્યનું કવચ પૂરું પાડવું એ રાજ્ય સરકારનો મુખ્ય ધ્યેય છે. શ્રમયોગી કલ્યાણ બોર્ડના માધ્યમથી રાજ્યના વધુમાં વધુ શ્રમયોગીઓને “મોબાઇલ મેડિકલ વાન” Mobile medical van scheme યોજનાનો લાભ પહોચાડવા માટે આગામી સમયમાં જરૂરિયાત અનુસાર વધુ મોબાઇલ મેડિકલ વાન શરૂ કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. શ્રમયોગી પરિવારોને વિનામૂલ્યે પ્રાથમિક તબીબી તપાસ, સારવાર અને જરૂરિયાત મુજબની દવાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર તરફથી ૧૦૦ ટકા સબસિડી ચૂકવવામાં આવે છે.

૨૪ મોબાઈલ મેડિકલ વાન ઉપરાંત વધુ ૬ મેડિકલ વાન

આ મોબાઇલ મેડિકલ વાન હાલમાં અમદાવાદ, મહેસાણા, સુરત, હિંમતનગર, ગાંધીનગર, જૂનાગઢ, વાપી, વડોદરા, આણંદ-ખેડા, ગાંધીધામ, ભાવનગર, મોરબી, વલસાડ, વાપી, નવસારી તથા રાજકોટ તેમજ આજુબાજુની જીઆઇડીસીમાં કાર્યરત છે. આ યોજનાની સફળતા જોતા હાલમાં ૨૪ મોબાઈલ મેડિકલ વાન ઉપરાંત વધુ ૬ મેડિકલ વાન થકી વધુમાં વધુ શ્રમયોગીઓ અને તેમના આશ્રિતોને યોજનાનો લાભ આપવામાં આવશે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

Mobile medical van scheme  યોજનાની જરૂરિયાત કેમ?

રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાંથી રોજગારી માટે અનેક શ્રમયોગી પરિવારો શહેરોમાં આવીને વસવાટ કરે છે. શહેરોમાં વસતા ગીચ વસવાટના કારણે આ શ્રમયોગીઓને કેટલીક વખત આરોગ્યલક્ષી પ્રાથમિક સુવિધાઓનો અભાવ રહે છે, જેના કારણે તેઓ અનેક રોગોના ભોગ બનતા હોય છે. જે અંતર્ગત શ્રમયોગીઓ અને તેમના આશ્રિતો તંદુરસ્ત રહીને વધુ કામ કરી શકે એવા શુભ આશય સાથે ગુજરાતમાં વર્ષ ૨૦૧૫-૧૬માં “મોબાઇલ મેડિકલ વાન યોજના” શરૂ કરવામાં આવી હતી.

આ પણ વાંચો-વિવિધ વિકાસકામો માટે CM Bhupendra Patel એ એક જ દિવસમાં રૂ. 605.48 કરોડ મંજૂર કર્યા

Tags :
Advertisement

Related News

featured-img
અમદાવાદ

Ahmedabad: ચાંદખેડામાં ધૂળેટીના દિવસે લિફ્ટમાં ફસાઈ 10 મહિલાઓ, ફાઈર વિભાગે કર્યું રેસ્કયૂ

featured-img
ગુજરાત

Gujarat :ધૂળેટીના દિવસે ઇમરજન્સીના અત્યાર સુધીમાં 3485 કેસ નોંધાયા

featured-img
ગાંધીનગર

Gandhinagar Holi:ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓ ધુળેટીના રંગે રંગાયા

featured-img
ગુજરાત

Sabarkantha : મજુરી કામના પૈસા માંગવા બાબતે લાંચનું છટકુ ગોઠવાયું, મહિલા સરપંચના પતિ અને ઉપસરપંચની ધરપકડ

featured-img
એક્સક્લુઝીવ

જેલમાં મજા કરતા BJP કાર્યકતાના હત્યારા Montu Namdar ની ફરી વધુ એક વખત થશે ધરપકડ

featured-img
ગુજરાત

VADODARA : સ્કૂલ એડમિનિસ્ટ્રેટરની ઐતિહાસીક 50 કિમીની સાયકલ રાઇડ પૂર્ણ

×

Live Tv

Trending News

.

×