Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

દેવગઢ બારીઆમાં સ્ટેટ હાઇવે ઉપર પાણીની પાઇપ લાઇન લીકેજના કારણે ભર શિયાળે ચોમાસાં જેવી પરિસ્થિતિ

દેવગઢ બારીઆ નગર પાલિકાતંત્રના ખાડે જતા વહીવટના કારણે સ્ટેટ હાઇવે રસ્તાની હાલાત અયોગ્ય બની છે . વાહનચાલકો તેમજ રાહદારીઓને પડતી અગવડતા રસ્તાની નીચે પસાર થતી પાણીની લાઈનમાં અનેક લીકેજ થતાં ભર શિયાળે ચોમાસા જેવી પરિસ્થિતિ થતા તંત્ર વહેલી તકે...
06:52 PM Jan 13, 2024 IST | Harsh Bhatt

દેવગઢ બારીઆ નગર પાલિકાતંત્રના ખાડે જતા વહીવટના કારણે સ્ટેટ હાઇવે રસ્તાની હાલાત અયોગ્ય બની છે . વાહનચાલકો તેમજ રાહદારીઓને પડતી અગવડતા રસ્તાની નીચે પસાર થતી પાણીની લાઈનમાં અનેક લીકેજ થતાં ભર શિયાળે ચોમાસા જેવી પરિસ્થિતિ થતા તંત્ર વહેલી તકે કામગીરી હાથ ધરે તેવી માંગ કરાઇ છે.

પ્રાપ્ત માહિતી મુજબ, દેવગઢબારિયા નગરમાંથી પસાર થતો સ્ટેટ હાઇવે રસ્તો  છેલ્લાં કેટલા વર્ષોથી ખરાબ બનવા પામ્યો છે. આ સ્ટેટ  હાઇવે રસ્તો આર સી સી રસ્તો જે તે વખતે બનાવવામા આવ્યો હતો. અને તે નવીન રસ્તો બન્યો તેના થોડા સમયમા આ રસ્તો તુટી જવા પામેલ જેના પછી આજ દિન સુધી તંત્ર દ્વારા આ રસ્તો બનાવવામા  આવ્યો નથી.

હાઇવે

અવાર નવાર આ રસ્તા માટે સ્થાનિક લોકોએ અનેક રજુઆત કરવા છતાં પણ તંત્રના પેટનુ પાણી હાલતું ના હોઈ તેમ જોવાઇ રહ્યુ છે. ત્યારે આ સ્ટેટ હાઇવે રસ્તાની નીચેથી તો ક્યાક રસ્તાની બાજુમાં પસાર થતી પાલિકાની પાણીની પાઇપ લાઇનમાં અનેક જ્ગ્યાએ લીકેજના કારણે આ ગાડા ચીલા સમાન બનેલા આ સ્ટેટ હાઇવે રસ્તા ઉપર પાણી ફલરાતા ઠેર ઠેર પાણીના ખાબોચિયા ભરાતા અહી ભર શિયાળે જાણે ચોમાસા જેવી પરિસ્થિતિ જોવાઇ રહી છે.

પાલિકાના આ વહીવટના કારણે રસ્તો તુટી રહ્યો છે, ત્યારે આ પાલિકાતંત્રનો વહીવટ જાણે ખાડે જતો હોઇ તેમ જોવાઇ રહ્યુ છે. જેનાં કારણે આ રસ્તા ઉપરથી રાહદારીઓ તેમજ વાહન ચાલકોને અનેક અગવડતા ઉઠવા પામી છે. ત્યારે પાલિકાના કારણે રાહદારીઓ તેમજ વાહન ચાલકોને પડતા ઉપર પાટુ જેવી પરિસ્થિતિ થવા પામી છે. ત્યારે  તંત્રના આ ખાડે જતા વહીવટના કારણે એક તરફ તુટેલો રસ્તો અને બીજી તરફ પાલિકાના પાણીના કારણે વધુ રસ્તો તુટી રહ્યો છે. ત્યારે આ પાલિકા દ્વારા પાઈપ લાઈન લીકેજનુ સમાર કામ હાથ ધરવામાં આવશે ખરું તે જોવાનુ રહ્યુ.

અહેવાલ - ઈરફાન મકરાણી
આ પણ વાંચો -- ગુજરાતના તમામ ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને સુઘડ બનાવવા 14 થી 22 જાન્યુઆરી દરમિયાન જન અભિયાન યોજાશે
Tags :
conditionDEVGADH BARIYAGujarat FirsthighwayLEAKAGE ISSUELOCAL ISSUESwater
Next Article