ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભાવનગર ડમી કાંડની તપાસનો ધમધમાટ, 32 લોકોની શોધવા SIT ની રચના

ભાવનગરમાં વિવિધ પરીક્ષાઓમાં ડમી વિદ્યાર્થીઓ બેસાડવાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. જે મામલે ભાવનગરના ભરતનગર પોલીસ મથકમાં 36 શખ્સો સામે નામજોગ ફરિયાદ નોંધાઈ અને 4 લોકોની ધરપકડ કરવામાં આવી હતી જેમાના 7 દિવસના રિમાન્ડ મંજુર થયાં છે તો બીજી તરફ આ...
06:02 PM Apr 16, 2023 IST | Viral Joshi

ભાવનગરમાં વિવિધ પરીક્ષાઓમાં ડમી વિદ્યાર્થીઓ બેસાડવાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. જે મામલે ભાવનગરના ભરતનગર પોલીસ મથકમાં 36 શખ્સો સામે નામજોગ ફરિયાદ નોંધાઈ અને 4 લોકોની ધરપકડ કરવામાં આવી હતી જેમાના 7 દિવસના રિમાન્ડ મંજુર થયાં છે તો બીજી તરફ આ મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ભાવનગર DIG દ્વારા SIT ની રચના કરવામાં આવી છે અને બાકીના 32 આરોપીઓને શોધવા ચક્રોગતિમાન કર્યાં છે.

ભાવનગર પોલીસે જુદી-જુદી ટીમો બનાવી બાકીના 32 આરોપીઓને શોધવા માટે ભાવનગર જિલ્લાના તળાજા અને સિહોર તાલુકામાં 4 ટીમો દ્વારા કોલ ડિટેઈલ્સ અને ટેક્નિકલ સર્વેલન્સની મદદથી અભિયાન હાથ ધર્યું છે. પોલીસ તપાસ દમિયાન વધુ 8 આરોપીઓની અટકાયત થઈ છે.

આ સિવાય આ મામલે બગદાણા પોલીસ મથકના પોલીસકર્મી દિનેશ બટુકભાઈ પંડ્યાનો આરોપી તરીકે સમાવેશ કરાયો છે તથા તેનો ભાઈ ભદ્રેશ પણ ફરાર છે.

ભાવનગર ડમીકાંડની પોલીસ તપાસમાં તાલીમી PSI સંજય પંડ્યાની SITની ટીમે અટકાયત કરી છે. સંજય 2022માં ક્લાર્કની પરીક્ષામાં ડમી તરીકે બેઠો હતો. અક્ષય બારૈયાની જગ્યાએ સંજયે પરીક્ષા આપી હતી. કરાઈ ટેંનિંગ સેન્ટર માંથી PSI ની ટ્રેનીંગ લેતા સંજય પંડ્યાની અટકાયત કરી સવારે ભાવનગર લવાયો હતો.

કોણ કોણ છે SITમાં?
ભાવનગર DIG અને SP SIT(સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ)રચના કરી છે. જે કેસમાં સુપરવિઝન અધિકારી તરીકે આર આર સિંઘાલ નાયબ પોલીસ અધિક્ષક, તપાસ કરનાર SOG PI એસ.બી.ભરવાડ છે.

(ઈનપુટ: કુનાલ બારડ, ભાવનગર)

આ પણ વાંચો : રાજ્યમાં 11 વર્ષથી ડમી ઉમેદવાર બેસાડવાનું આવી રીતે ચાલતું હતું SCAM

Tags :
Bhavnagar dummy candidate caseBhavnagar dummy scandalBhavnagar PoliceComposition of SITCrimeCrime NewsDummy candidate scameducationEducation MafiaGujaratGujarat PoliceGujarati NewsPolice investigation boomSITSpecial Investigation Team
Next Article