Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

EPFO માં નોકરી અપાવી દેવાના બહાને નકલી DYSP એ ગોંડલની મહિલા સહિત 3 ના પૈસા ખંખેર્યા

જુનાગઢમાં નકલી DYSP તરીકે પકડાયેલા શખ્સે સરકારી નોકરી અપાવી દેવાના બહાને જુનાગઢના 17 લોકો સાથે 2 કરોડની, રાજકોટમાં 25.50 લાખની અને હવે ગોંડલમાં ત્રણ લોકો સાથે 50.51 લાખની છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાતા કૌભાંડનો આંકડો 2.76 કરોડે પહોચ્યો છે. નકલી DYSP...
epfo માં નોકરી અપાવી દેવાના બહાને નકલી dysp એ ગોંડલની મહિલા સહિત 3 ના પૈસા ખંખેર્યા

જુનાગઢમાં નકલી DYSP તરીકે પકડાયેલા શખ્સે સરકારી નોકરી અપાવી દેવાના બહાને જુનાગઢના 17 લોકો સાથે 2 કરોડની, રાજકોટમાં 25.50 લાખની અને હવે ગોંડલમાં ત્રણ લોકો સાથે 50.51 લાખની છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાતા કૌભાંડનો આંકડો 2.76 કરોડે પહોચ્યો છે.

Advertisement

નકલી DYSP એ સરકારી નોકરીના બહાને પૈસા ખંખેર્યા

ગોંડલના ભોજરાજપરામાં રહેતા અને લેબોરેટરી ચલાવતા ભાર્ગવભાઈ અશોકભાઈ જસાણી ઉ.33 એ ગોંડલના વિનીત દવે અને શૈલેન્દ્રભાઈ વ્યાસ સામે ગોંડલ સીટી બી ડીવીઝન પોલીસમાં 50.51 લાખની છેતરપિંડી અંગે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, શેરીમાં રહેતા મનીષાબેનના ઘરે શૈલેન્દ્ર વ્યાસ ઉર્ફે અદા આવતા હોય તેણે મનીષાબેનના દીકરાને રેલ્વેમાં નોકરી અપાવી દીધી હોય પત્ની સાત વર્ષથી સરકારી નોકરીના પ્રયત્ન કરતા હોય પરંતુ મેળ પડતો ન હોય અદાને વાત કરતા તેણે DYSP વિનીત દવેને સેટિંગ છે તેના બનેવી પંકજ જોષી ગાંધીનગર સચિવ છે. જેથી તેની સાથે વાત કરતા રાજકોટ એમ્પ્લોઈઝ પ્રોવિડંડ ફંડ ઓર્ગેનાઈઝેશન સેન્ટ્રલ ગવર્મેન્ટમાં જુનીયર આસીસ્ટન્ટની પોસ્ટ માટે 20 લાખ આપવા પડશે કહી 16.51 લાખમાં નક્કી કરી 10 તારીખ સુધીમાં કહેજો પછી ચૂંટણી જાહેર થઈ જશે તો નહી થાય તેમ કહેતા અમે 9 તારીખે રાધાકૃષ્ણનગરમાં બંનેને ગાડીમાં 5.51 લાખ અને ડોક્યુમેન્ટ આપ્યા બાદ બાકીના 11 લાખ 20/10/2023 ના રોજ આપ્યા હતા.

ઓર્ડર આવશેના બહાના પર બહાના શરૂ કર્યા

તેણે 26/10/2023 ના ઓર્ડર નીકળી જશે કહ્યા બાદ 2/11/2023 ના ઓર્ડર મોકલ્યો હતો અને 8/11/2023 એ જોઈનીંગ છે કહી ત્યાં હેડ ક્લાર્ક વૈભવીબેન દિવાળી પછી ટ્રેનીંગ આપશે તેમ કહ્યું હતું. બાદ 23/11/2023 ના રૂબરૂ ઓફિસે લઇ ગયા બાદ 4/12/2023 એ ઓર્ડર આવશે તેમ કહી HOD માંથી લેટર આવેલ નથી તેમ કહી બહાના બતાવતા હતા. પત્નીએ નોકરી જોઈતી નથી પૈસા પરત આપી દયો તેમ કહેતા "તેણે મારે તેને ખોળામાં બેસીને મનાવવાની ન હોય મારી કોઈ સગી નથી" મારાથી બનશે તો આપી દઈશ તેમ કહ્યું હતું. પછી તે જૂનાગઢમાં નકલી DYSP તરીકે પકડાઈ ગયાનું જાણવા મળ્યું હતું. અને ગોંડલમાં મારી શેરીમાં રહેતા મુકેશભાઈના દીકરાને નોકરીની લાલચ આપી 21 લાખ અને મેહુલભાઈ વડેરાના દીકરાને નોકરીની લાલચ આપી 13 લાખ પડાવ્યા હોવાનું જાણવા મળતા અંતે ગોંડલ B ડિવિઝન માં ફરિયાદ નોંધાવતા પીઆઈ જે પી ગોસાઈ એ તપાસ હાથ ધરી છે.

Advertisement

અહેવાલ - વિશ્વાસ ભોજાણી

આ પણ વાંચો - Panchmahal : વરિયાળીની ખેતી કરતા ખેડૂતોની કર્મની કઠિનાઈ

Advertisement

આ પણ વાંચો - Gondal News: કારોબારી ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજા કર્યો મોટો ખુલાસો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.