Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વેરાવળ બંદરેથી કરોડોના ડ્રગ્સ સાથે ઝડપાયેલા આરોપીની પૂછપરછમાં ખુલાસો

Veraval port: ગુજરાતના દરિયાકિનારેથી ફરી એકવાર કરોડાના ડ્રગ્સનો પકડાઈ જવાની મોટી ઘટના સામે આવી હતી. ત્યારે વેરાવળ બંદરે(Veraval port) થી કરોડોના ડ્રગ્સ સાથે ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ કરવામાં આવી હતી. આ પૂછપરછમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. આરોપી ધર્મેન્દ્ર કશ્યપની પૂછપરછમાં...
11:55 AM Feb 24, 2024 IST | Maitri makwana

Veraval port: ગુજરાતના દરિયાકિનારેથી ફરી એકવાર કરોડાના ડ્રગ્સનો પકડાઈ જવાની મોટી ઘટના સામે આવી હતી. ત્યારે વેરાવળ બંદરે(Veraval port) થી કરોડોના ડ્રગ્સ સાથે ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ કરવામાં આવી હતી. આ પૂછપરછમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. આરોપી ધર્મેન્દ્ર કશ્યપની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે.

આ ખુલાસામાં સામે આવ્યું છે કે આ ડ્રગ્સનો જથ્થો ઓમાન બંદરેથી ચડાવવામાં આવ્યો હતો. યારબાબ નામના માફિયાએ ડ્રગ્સનો જથ્થો રવાના કર્યો હતો. અને મુર્તુઝા બ્લોચ વેરાવળ બંદરે નાલિયા ગોદીમાં પહોંચાડવા માટે કહેવામાં આવ્યું હતું. ત્યારે આ ડ્રગ્સનો જથ્થો ઝડપાઇ ગયો હતો. આ પકડાયેલ ડ્રગ્સ મોર્ફિંન, હેટોઇન અને કોકેઇન હોવાનું પણ સામે આવ્યું હતું.

ડ્રગ્સનો જથ્થો લેવા મોકલનાર અને અન્ય સ્થળે રવાના કરવાની સૂચના આપનાર જોડિયાનો ઇશાક હાલ દક્ષિણ આફ્રિકામાં હોવાનું જાણવા મળી આવ્યું છે. ઇશાક દક્ષિણ આફ્રિકામાં બેઠા બેઠા લોકેશન મોકલી સૂચનાઓ આપતો હતો

ગુજરાતના દરિયાકિનારેથી ફરી એકવાર કરોડાના ડ્રગ્સનો પકડાઈ જવાની મોટી ઘટના સામે આવી છે. ગઇકાલે ગુજરાત પોલીસ દ્વારા ચાલતા ડ્રગ્સ વિરુદ્ધના અભિયાનમાં ગુજરાત પોલીસના હાથે વધુ એક મોટી સફળતા હાથ લાગી હતી. ગુજરાત પોલીસ દ્વારા વેરાવળ બંદર (Veraval port) ના નલિયા ગોળી કાંઠે રેડ કરતા હેરોઇન ડ્રગ્સના કુલ રૂ.૩૫૦ કરોડના ૫૦ કિલો સિલ બંધ પેકેટનો જથ્થો પકડીને કાર્યવાહી કરવામાં આવી હતી. SOG એ NDPS દ્વારા રેડ કરતા હેરોઈન ડ્રગ્સના કુલ 50 કિલો સીલ બંધ પેકેટ(2 પ્લાસ્ટિક બાચકા) મળી આવ્યા હતા. જેની બજાર કિંમત આશરે 350 કરોડ મળી આવેલ હતી.

જો રાજકોટમાં પહેલા પણ આ ડ્રગ્સની હેરફેર કરવામાં આવી હોય તો તેનો ઉપયોગ રાજકોટના યુવા વર્ગના લોકોને ડ્રગ્સના રવાડે ચડાવી તેમને તેની લત લગાડવી એ જ મનસૂબો આ ડ્રગ્સની હેરાફેરી કરતાં નરાધમોનો રહ્યો હશે. હવે આગળ રાજકોટ પોલીસ આ બાબત અંગે કેવા પગલાં લે છે તે બાબત તો જોવી રહી.

આ પણ વાંચો - Kheda : ખાખી ફરી બદનામ! પોલીસનો દારૂની મહેફિલ માણતો Video Viral

Tags :
drugsDrugs MafiaGujaratGujarat Firstmaitri makwanaportVeravalVERAVAL PORT
Next Article