Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુરતમાં 8 વર્ષે વરસાદી આંકડાનું પુનરાવર્તન થતાં તંત્ર પણ આશ્ચર્યમાં મુકાયું

વરસાદની સીઝન શરૂ થતાં જ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ રહી હતી જેના કારણે શરૂઆતથી જ સારો એવો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. સુરત જિલ્લામાં જૂન મહિનામાં જ સીઝનનો 20.58 ટકા વરસાદ વરસી ગયો છે. જૂન માસમાં સૌથી વધુ 21.9 ઇંચ બારડોલી અને...
સુરતમાં 8 વર્ષે વરસાદી આંકડાનું પુનરાવર્તન થતાં તંત્ર પણ આશ્ચર્યમાં મુકાયું

વરસાદની સીઝન શરૂ થતાં જ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ રહી હતી જેના કારણે શરૂઆતથી જ સારો એવો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. સુરત જિલ્લામાં જૂન મહિનામાં જ સીઝનનો 20.58 ટકા વરસાદ વરસી ગયો છે. જૂન માસમાં સૌથી વધુ 21.9 ઇંચ બારડોલી અને ઓલપાડમાં સૌથી ઓછો 2 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે સુરત શહેરમાં વરસાદી ઝાપટાને કારણે સુરતમાં પણ ઠેર ઠેર વરસાદી પાણી અને ખાડી પૂરની સમસ્યા સર્જાઈ હતી.

Advertisement

સુરતમાં જૂન મહિનામાં સીઝનનો 20.58 ટકા વરસાદ વરસ્યો છે. જ્યારે સુરત જિલ્લામાં અત્યાર સુધીમાં સરેરાશ 12.09 ઇંચ વરસાદ ખાબકી ગયો છે. વરસાદી આંકડા અનુસાર સૌથી વધુ 21.96 ઇંચ બારડોલી તાલુકામાં અને સૌથી ઓછો 2.0 ઈંચ ઓલપાડ તાલુકામાં વરસાદ નોંધાયો છે. બીજી તરફ જૂન મહિનાની 30 તારીખ સુધીમાં સુરત જિલ્લામાં સરેરાશ 12.09 ઇંચ વરસાદ પડ્યો હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું.

Advertisement

દક્ષિણ ગુજરાતમાં સુરત શહેર અને ગ્રામ્યમાં વરસાદની સીઝન શરૂ થતાં જ પહેલી ઇનિંગ્સમાં જ મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી હતી. ડાંગ અને તાપી જિલ્લામાં કોતરા નવસારી, વલસાડ, સુરતની નદી અને નાળા વરસાદી પાણી અને નવા નીરના કારણે છલકાઈ ઉઠ્યા હતા. વરસાદના કારણે શહેર અને ખાસ કરીને જિલ્લાના રસ્તાઓ ઉપર પાણી ફરી વળતાં જનજીવન ખોરવાઈ ગયું હતું.  મોટા ભાગના રસ્તાઓ ધોવાઈ ગયા હતા, જ્યારે ભર ચોમાસે બ્રિજો પર સમારકામની જરૂર પડી હતી.

વર્ષ 2015 પછી જૂન મહિનામાં પડેલા વરસાદના આંકડા પર એક નજર કરીએ તો આ વર્ષે જૂન મહિનામાં જ સીઝનનો 20.58 ટકા વરસાદ નોંધાયો હતો. બીજા શબ્દોમાં કહીએ તો ધાર્યો ના હોય એવો વરસાદ માત્ર પાંચ દિવસમાં નોંધાયો હતો. ગત પાંચ દિવસમાં 20.58 ટકા વરસાદ ખાબકી ગયો છે.

Advertisement

જૂન માસમાં સુરતમાં પડેલા વરસાદના આંકડા

વર્ષ મી.મી. ટકાવારી
2015 - 311 - 22.99
2016 - 62 - 4.49
2017 - 303 - 22.16
2018 - 170 - 12.25
2019 - 235 - 17.24
2020 - 151 - 10.77
2021 - 308 - 21.47
2022 - 228 -15.61
2023 - 301-20.18

આ પણ વાંચો - સુરતમાં વરસાદનું જોર ઘટતાં બંધ માર્ગ ખુલ્લા કરાયાં, હજુ પાંચ દિવસની હળવાથી મધ્યમ વરસાદની આગાહી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

અહેવાલ - રાબિયા સાલેહ

Tags :
Advertisement

.