Morbi : 2 વર્ષે પણ દુર્ઘટનાના પીડિત પરિવારજનો ઝંખી રહ્યાં છે ન્યાય
- મોરબીમાં પુલ તૂટવાની ગોઝારી દુર્ઘટનાના બે વર્ષ
- દુર્ઘટનાના પીડિત પરિવારજનો ઝંખી રહ્યાં છે ન્યાય
- 135 લોકોનો ભોગ લેનાર દુર્ઘટનામાં ન્યાયની આશા
- દુર્ઘટનાના બે વર્ષે આરોપીઓ સામે ચાર્જ ફ્રેમ થશે
- ઓરેવાના મેનેજર સહિત 9 સામે નોંધાયો હતો ગુનો
- ટ્રેજેડી વિક્ટીમ એસોસિએશનને સંતોષકારક ન્યાયની આશા
- ગોઝારી ઘટના મોરબીવાસી ક્યારેય ભૂલી નહીં શકે
Morbi i Tragedy : મોરબી (Morbi)માં પુલ તૂટવાની ગોઝારી દુર્ઘટના (Tragedy )ના બે વર્ષ પૂર્ણ થયા છે. 2022માં 30 ઓક્ટોબરની ગોઝારી સાંજે મોરબીમાં પુલ તૂટ્યો હતો જેમાં 135 નિર્દોષોનો ભોગ લેવાયો હતો. આ ઘટનાને મોરબીવાસીઓ અને ગુજરાત ક્યારેય ભઉલી નહી શકે. આ કેસમાં દુર્ઘટનાના બે વર્ષે હવે આરોપીઓ સામે ચાર્જ ફ્રેમ થશે. દુર્ઘટનાના પીડિત પરિવારજનો ન્યાય ઝંખી રહ્યાં છે.
આ ઘટનાએ સમગ્ર ગુજરાતને રડાવી દીધું હતું
મોરબીમાં ઝુલતો પુલ 30 ઓક્ટોબર, 2022ની સાંજે તૂટી પડ્યો હતો. આ ઘટનાએ સમગ્ર ગુજરાતને રડાવી દીધું હતું. મૃતદેહો સાચવવા માટે હોસ્પિટલના શબઘર પણ ઓછા પડ્યા હતા. ઘટનાના પગલે સમગ્ર મોરબી શહેરમાં આક્રંદ જોવા મળ્યો હતો. ઘટનાના પગલે ખુદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ મોરબીમાં જ પડાવ નાંખ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પીડિતોના આંસુ લુછવા મોરબી આવ્યા હતા.
આ પણ વાંચો----Morbi: અચાનક ગાડીમાં લાગી ભયાનક આગ, સિરામિક ઉદ્યોગપતિ અજય ગોપાણી કારમાં આગથી થયા ભડથું
સરકારે આ મામલે તપાસ માટે એસઆઇટીની પણ રચના કરી હતી
આ કેસમાં પોલીસે ઝુલતા પુલના સંચાલક ઓરેવા કંપની જયસુખ પટેલ અને કંપનીના 2 મેનેજર, ઝુલતા પુલના ટિકિટ ક્લાર્ક, પુલનું રિનોવેશન કરનાર કોન્ટ્રાક્ટર અને સહિત 9 લોકો સામે ગુનો નોંધ્યો હતો અને તમામની ધરપકડ કરાઇ હતી. સરકારે આ મામલે તપાસ માટે એસઆઇટીની પણ રચના કરી હતી. ગુજરાત હાઇકોર્ટે પણ સુઓ મોટો દાખલ કરી યોગ્ય વળતર ચૂકવવા આદેશ કર્યો હતો અને પીડિતોના પરિવારને તથા નિરાધાર બાળકોના અભ્યાસ અને જીવન નિર્વાહ માટેની વ્યવસ્થા કરવા પર ભાર મુક્યો હતો.
ઘટનાના 2 વર્ષે આરોપીઓ સામે હવે ચાર્જ ફ્રેમ થશે
આજે આ ઘટનાને 2 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે હજું પણ મોરબીવાસીઓની આંખ સમક્ષ બે વર્ષ પહેલા બનેલી ઘટનાના દ્રષ્યો તરવરી રહ્યા છે. મોરબીવાસીઓ આ ગોઝારી દુર્ઘટનાને ક્યારેય ભુલી નહી શકે. આ ઘટનાના 2 વર્ષે આરોપીઓ સામે હવે ચાર્જ ફ્રેમ થશે. દુર્ઘટનાના પીડિત પરિવારજનો ન્યાય ઝંખી રહ્યાં છે.
આ પણ વાંચો----Morbi: હત્યાનો ભેદ ઉકેલાયો, યુવતીના સંબંઘીઓ પહેલા યુવકનું અપહરણ કર્યું અને પછી...