મોરબીમાં સતત ચોથા દિવસે NDRFની ટીમ દ્વારા ચાલી રહી છે રેસ્ક્યૂ ઓપરેશનની કામગીરી
મોરબી પુલ દુર્ઘટનાનો ચોથો દિવસસતત ચોથા દિવસે NDRF સહિતની એજન્સીઓ દ્વારા સર્ચ ઓપરેશનગુજરાત ફર્સ્ટની ટીમ દ્વારા રેસ્ક્યૂ ટીમની સાથે મચ્છુ નદીની અંદરથી ગ્રાઉન્ડ જીરો રિપોર્ટિંગકેવી રીતે ચાલી રહી છે સર્ચ ઓપરેશનની કાર્યવાહી? નદી અંદર પુલ નીચેના 250 મીટરના વિસ્તારમાં ચાલી રહી છે સર્ચ કાર્યવાહીમોરબીમાં ઝુલતા બ્રિજ તૂટવાના કારણે આજે અનેક લોકોના પરિવારોની આંખમાં આંસુ જોવા મળી રહ્યા à
- મોરબી પુલ દુર્ઘટનાનો ચોથો દિવસ
- સતત ચોથા દિવસે NDRF સહિતની એજન્સીઓ દ્વારા સર્ચ ઓપરેશન
- ગુજરાત ફર્સ્ટની ટીમ દ્વારા રેસ્ક્યૂ ટીમની સાથે મચ્છુ નદીની અંદરથી ગ્રાઉન્ડ જીરો રિપોર્ટિંગ
- કેવી રીતે ચાલી રહી છે સર્ચ ઓપરેશનની કાર્યવાહી?
- નદી અંદર પુલ નીચેના 250 મીટરના વિસ્તારમાં ચાલી રહી છે સર્ચ કાર્યવાહી
મોરબીમાં ઝુલતા બ્રિજ તૂટવાના કારણે આજે અનેક લોકોના પરિવારોની આંખમાં આંસુ જોવા મળી રહ્યા છે. ઘટનામાં અત્યાર સુધીમાં 135 જેટલા લોકોના મોતના અહેવાલ સામે આવ્યા છે. વળી એવી પણ ચર્ચાઓ થઇ રહી છે કે હજુ ઘણા લોકો ગુમ છે. ત્યારે આજે આ ઘટનાના ચોથા દિવસે પણ NDRFની ટીમ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશનની કામગીરી ચાલુ રાખવામાં આવી છે.
NDRF સહિતની ટીમો દ્વારા રેસ્ક્યૂ ઓપરેશનની કામગીરી
મોરબીમાં ઝૂલતો પુલ ધરાશાયી થતા 135 લોકોના મોત થયા છે. આજે આ ઘટનાને ચોથો દિવસ થયો છે તેમ છતા NDRF સહિતની ટીમો દ્વારા અહીં રેસ્ક્યૂ ઓપરેશનની કામગીરી ચાલુ રાખવામાં આવી છે. છેલ્લા ચાર દિવસથી રેસ્ક્યૂ ટીમ અહીં કામગીરી ચલાવી રહી છે. સમગ્ર ગુજરાતમાંથી લોકો અહીં આવ્યા હતા. આજે પણ ઘણા લોકો ગુમ હોવાના અહેવાલ મળી રહ્યા છે, આ એક કારણ છે કે NDRF સહિતની ટીમો અહીં આજે ઘટનાના ચોથા દિવસે પણ રેસ્ક્યૂ ઓપરેશનની કામગીરી ચાલુ રાખી રહી છે. જણાવી દઇએ કે, આ દુર્ઘટનાએ સરકાર, વહીવટીતંત્ર તેમજ પુલનું સમારકામ કરતી કંપની પર સવાલો ઉભા થયા છે. આ ઘટના સાથે જોડાયેલી ઘણી બધી માહિતી એક પછી એક સામે આવી રહી છે.
PMનો તાત્કાલિક ટીમો તૈનાત કરવાનો આદેશ
મોરબીની આ પુલ ધરાશાયીની ઘટના બાદ વડાપ્રધાન મોદીએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ય અધિકારીઓ સાથે વાત કરી હતી. PMOના જણાવ્યા અનુસાર, PM નરેન્દ્ર મોદીએ બચાવ કામગીરીના સ્થળે તાત્કાલિક ટીમો તૈનાત કરવાનો આદેશ આપ્યો હતો. આ સાથે, તેમણે અસરગ્રસ્ત લોકોને શક્ય તમામ મદદ આપવા ઉપરાંત પરિસ્થિતિ પર નજીકથી અને સતત નજર રાખવા જણાવ્યું હતું.
સ્મશાનમાં મૃતદેહોની લાંબી લાઇન
મોરબીના સ્મશાનમાં લાંબી લાઇનો જોવા મળી રહી છે. મોરબીમાં સ્મશાનમાં અંતિમ વિધી કરાઇ રહી છે જ્યા પરિવારજનો ભારે દુ:ખ સાથે પોતાના સ્વજનોને અંતિમ વિદાઇ આપી રહ્યા છે. મોરબીમાં જ્યા જુઓ ત્યાં રોકકળ અને આક્રંદના દ્રષ્યો જોવા મળી રહ્યા છે.
બ્રિજ પર મોટી સંખ્યામાં ઉભી હતા લોકો
અધિકારીઓના જણાવ્યા અનુસાર આ બ્રિજ લગભગ 143 વર્ષ જૂનો છે, જેને 6 મહિનાના રિનોવેશન બાદ ખોલવામાં આવ્યો હતો. રવિવારે પુલ પર લોકોની મોટી ભીડ પહોંચી હતી, ત્યારબાદ મોટી સંખ્યામાં લોકોની હાજરીને કારણે પુલ તૂટી પડ્યો હતો અને મોટી દુર્ઘટના બની હતી. આ અકસ્માત રવિવારે સાંજે 6.30 વાગ્યાની આસપાસ થયો હતો.
આ પણ વાંચો - ઝૂલતા પુલ પર ડરને કારણે રડ્યો નેત્રમ,પરિવાર પુલની બહાર આવ્યો,અને પુલ ધડામ દઇને તૂટી પડ્યો
Advertisement