DRI એ વન્યજીવ પ્રતિબંધિત વેપારને નિષ્ફળ બનાવ્યો, દીપડાના ચામડા-નખ જપ્ત કર્યા
- રાજસ્થાનનાં રાજસમંદ જિલ્લામાં DRI દ્વારા મોટી કાર્યવાહી
- સંગઠિત વન્યજીવ પ્રતિબંધિત વેપાર કામગીરીને સફળતાપૂર્વક અટકાવી
- બેનાં દીપડા ચામડા, 18 દીપડાનાં નખ જપ્ત કર્યા, 5 ની અટકાયત કરી
DRI દ્વારા ચોક્કસ ખાનગી માહિતી અને CID (ક્રાઇમ), ગુજરાતનાં ઇનપુટ્સનાં આધારે અમદાવાદનાં ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સના (DRI) અધિકારીઓએ રાજસ્થાનનાં રાજસમંદ જિલ્લામાં એક સંગઠિત વન્યજીવ પ્રતિબંધિત વેપાર કામગીરીને સફળતાપૂર્વક અટકાવી અને બે દીપડાનાં (Leopard) ચામડા અને 18 દીપડાનાં નખ જપ્ત કર્યા હતા. ગેરકાયદે વેપારમાં સામેલ 5 વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે અને જપ્ત કરાયેલી વસ્તુઓ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ (WPA), 1972 હેઠળ વધુ તપાસ માટે રાજસ્થાન વન વિભાગને (Rajasthan Forest Department) સોંપવામાં આવી છે. દીપડા WPA ના શેડ્યૂલ I હેઠળ સૂચિબદ્ધ છે, જે તેમને સંપૂર્ણ રક્ષણ આપે છે. આ અધિનિયમ ચામડા અને નખ સહિત કોઈપણ દીપડાના અંગ વેચાણ, ખરીદી, વેપાર અથવા કબજા પર સખત પ્રતિબંધ મૂકે છે.
દલાલ અને વેચનાર ટોળીનાં ચાર વ્યક્તિઓની અટકાયત કરી
બાતમીદારોએ આપેલી જાણકારી મુજબ રાજસ્થાન (Rajasthan) સ્થિત એક ટોળી વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, 1972 નો ઉલ્લંઘન કરતા દીપડાનાં ચામડાનો વેપાર કરવાનો પ્રયાસ કરી રહી હતી. જવાબમાં, DRI અધિકારીઓએ શંકાસ્પદોની પ્રવૃત્તિઓ પર ગુપ્ત રીતે નજર રાખી હતી અને યોગ્ય સમયે ઝડપથી કાર્યવાહી કરીને, અધિકારીઓએ પ્રથમ દલાલ અને વેચનાર ટોળીનાં ચાર વ્યક્તિઓની અટકાયત કરી હતી . તેમની પાસેથી એક દીપડાનું (Leopard) ચામડું અને 18 દીપડાના નખ જપ્ત કર્યા હતા.
આ પણ વાંચો - અભિનેતા Aamir Khan એકતાનગર પહોંચ્યા, સરદાર સાહેબની વિશાળ પ્રતિમા નિહાળી અભિભૂત થયા
DRI ટીમે અસાધારણ બહાદુરી અને કૌશલ્યનું પ્રદર્શન કર્યું
પકડાયેલા ચાર વ્યક્તિઓની પૂછપરછ દરમિયાન, અધિકારીઓને જંગલની સીમમાં 30 કિલોમીટર દૂર દીપડાના ચામડાના બીજા આયોજિત વેપાર વિશે ચોક્કસ માહિતી મળી હતી, જેનાં આધારે DRI ટીમે અટકાયત કરાયેલા વ્યક્તિઓમાંથી એકને વેચાણ કરતી બીજી ટોળીને ચોક્ક્સ જગ્યા પર બોલાવવા માટે લલચાવવાનાં કામે લગાડી હતી. અંધારું થઈ ગયું હોવાથી અને સ્થાનિક લોકોનાં મોટા ટોળાએ અધિકારીઓનો પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો હોવાથી ઓપરેશનનાં બીજા ભાગમાં નોંધપાત્ર પડકારો ઊભા થયા હતા. તણાવપૂર્ણ પરિસ્થિતિથી નિરાશ ન થતાં, DRI ટીમે અસાધારણ બહાદુરી અને કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું અને વધુ એક વ્યક્તિને પકડી લીધો હતો. તેમ જ બીજા દીપડાના ચામડાને પણ સુરક્ષિત રાખ્યું હતું.
આ પણ વાંચો - Ahmedabad : બાવડામાં ગત રાતે ઘરમાં લાગી વિકરાળ આગ, ઘરવખરી-રોકડ-દાગીના બળીને ખાખ
વન્યજીવ સંરક્ષણ માટે DRI ની પ્રતિબદ્ધતા
રેવન્યુ ઇન્ટેલિજન્સ ડિરેક્ટોરેટ (DRI) વન્યજીવ સંરક્ષણ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતામાં અડગ છે, વન્યજીવોની હેરફેર સામે લડવામાં અને જૈવવિવિધતાને જાળવવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. તેના ગુપ્તચર નેટવર્ક અને અમલીકરણ ક્ષમતાઓનો ઉપયોગ કરીને, DRI સક્રિયપણે લુપ્તપ્રાય પ્રજાતિઓનાં ગેરકાયદે વેપારને અટકાવે છે, વન્યજીવ સંરક્ષણ અધિનિયમ અને CITES જેવા આંતરરાષ્ટ્રીય સંમેલનોનું પાલન સુનિશ્ચિત કરે છે. ભારતીય પર્યાવરણ અને વન્યજીવનનાં રક્ષણ માટે DRI અન્ય અમલીકરણ એજન્સીઓ સાથે સહયોગ કરવાનું ચાલુ રાખશે.
આ પણ વાંચો - Mahakumbh : ત્રિવેણી સંગમ પર પવિત્ર ગંગાજળનો અદભૂત સાક્ષાત્કાર! જુઓ Video