Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમદાવાદ એરપોર્ટ પર મહિલા પાસેથી 42 કરોડથી વધુનું ડ્રગ્સ મળી આવ્યું, મહિલાની ધરપકડ

દેશના અન્ય એરપોર્ટની જેમ અમદાવાદના એરપોર્ટ પરથી પણ અવાર નવાર માદક પદાર્થો ઝડપાઈ રહ્યાં છે. અમદાવાદ એરપોર્ટ પરથી ઝિમ્બાબ્વેની એક મહિલા પેસેન્જરને માદક દ્રવ્યો સાથે ડિરેકટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સે ઝડપી લીધી છે. હેન્ડ બેગની ચેસીસમાં સંતાડેલી બ્રાઉન પાવડરની ચાર પ્લાસ્ટિકની થેલીમાંથી 5.96 કિલો હેરોઇન મળી આવ્યું હતું. જેની બજાર કિંમત 42 કરોડ રૂપિયા જેટલી થાય છે. ડીઆરઆઇ એ મહિલાà
અમદાવાદ એરપોર્ટ પર મહિલા
પાસેથી 42 કરોડથી વધુનું ડ્રગ્સ મળી
આવ્યું  મહિલાની ધરપકડ

દેશના અન્ય એરપોર્ટની જેમ અમદાવાદના એરપોર્ટ પરથી પણ અવાર નવાર માદક પદાર્થો ઝડપાઈ
રહ્યાં છે. અમદાવાદ એરપોર્ટ પરથી ઝિમ્બાબ્વેની એક મહિલા પેસેન્જરને માદક દ્રવ્યો
સાથે ડિરેકટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સે ઝડપી લીધી છે. હેન્ડ બેગની ચેસીસમાં
સંતાડેલી બ્રાઉન પાવડરની ચાર પ્લાસ્ટિકની થેલીમાંથી
5.96 કિલો
હેરોઇન મળી આવ્યું હતું. જેની બજાર કિંમત
42 કરોડ
રૂપિયા
 જેટલી થાય છે. ડીઆરઆઇ એ મહિલાની ધરપકડ
કરીને વધુ તપાસ આદરી છે.
ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઈન્ટેલિજન્સને મહિલા
અબુધાબીથી અમદાવાદ માદક દ્રવ્યો સાથે આવી રહી હોવાની બાતમી મળી હતી.જેને આધારે
વોચ ગોઠવી એરપોર્ટ પરથી મહિલાની
 તલાશી
લેવામાં આવી હતી. જેમાં તેની પાસેથી રૂ.
42 કરોડની
કિંમતનું
5.96 કિલો હેરોઈન મળી
આવ્યું હતું. જે બાદ તેની ધરપકડ કરાઈ હતી.

Advertisement


ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ અધિકારીએ અમદાવાદ એરપોર્ટ
પર છેલ્લા બે મહિનામાં ડ્રગની હેરફેરમાં સંડોવાયેલા કુલ
7 આફ્રિકનોની
ધરપકડ કરીને રૂ.
150 કરોડથી વધુની કિંમતના 20
કિલોથી વધુના હેરોઈનની દાણચોરી પકડી પાડી છે. દેશમાં હેરોઇનની
ખરીદી કરતા લોકો માટે મુસાફરો જુદી જુદી મોડસ ઓપરેન્ડી અપનાવીને માદક દ્રવ્યોની
હેરાફેરી કરી રહ્યાં છે. મુસાફરો અંગત બેગ કે સુટકેસમાં બનાવેલા વિશિષ્ટ પોલાણમાં
છુપાવીને ડ્રગ્સ અને માદક દ્રવ્યોની દાણચોરી કરે છે. 
DRI અધિકારીઓએ 12 એપ્રિલે અમદાવાદ એરપોર્ટ પરથી મહિલાની ધરપકડ કરી હતી, જે મહિલા અબુ ધાબીથી અહીં આવી હતી. અધિકારીઓને બાતમી મળી હતી કે
ઝિમ્બાબ્વેની એક મહિલા ડ્રગ્સ લઈને અમદાવાદ એરપોર્ટ પહોંચી રહી છે. જ્યારે
અધિકારીઓએ તેના અંગત સામાનની તપાસ કરી ત્યારે તેની પાસેથી પ્લાસ્ટિકની થેલીમાં
42 કરોડથી વધુની કિંમતનું 5.968 કિલો હેરોઈન મળી આવ્યું
હતું.

Advertisement


ડીઆરઆઈ અમદાવાદે એક
નિવેદનમાં જણાવ્યું હતું કે ડીઆરઆઈએ પેસેન્જરની અટકાયત કરી હતી અને તેના અંગત
સામાનની તપાસ કરી હતી. તે થેલીની તપાસ દરમિયાન બ્રાઉન પાવડરી પદાર્થથી ભરેલી ચાર
પ્લાસ્ટિકની થેલીઓ મળી આવી હતી
, જેની ફોરેન્સિક તપાસ અધિકારીઓએ તપાસ કરતાં તે
હેરોઈન હોવાનું જણાયું હતું. આરોપીએ ડ્રગ હેરફેરમાં તેની સંડોવણી કબૂલ કરી હતી અને
એનડીપીએસ એક્ટ
, 1985 હેઠળ તેની ધરપકડ કરવામાં આવી હતી. 

Advertisement

Tags :
Advertisement

.