Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ઉત્તરાયણના દિવસે 108 ઇમર્જન્સી કોલમાં થયો ધરખમ વધારો, વાંચો અહેવાલ

ઉત્તરાયણના પર્વને લઇને ગુજરાતીઓ ઉત્સાહિત રહેતા હોય છે. ઉત્તરાયણ માટેની તૈયારીઓ ગુજરાતીઓ ઉત્તરાયણના થોડા દિવસ પહેલાથી જ કરી દેતા હોય છે.  પરંતુ ઘણીવાર આ ઉત્સાહનો તહેવાર માતમાં પણ છવાઇ જાય છે. ખાસ કરીને આ દિવસે કેટલાય પ્રકારની જાનહાનિની ઘટના સામે...
ઉત્તરાયણના દિવસે 108 ઇમર્જન્સી કોલમાં થયો ધરખમ વધારો  વાંચો અહેવાલ
Advertisement

ઉત્તરાયણના પર્વને લઇને ગુજરાતીઓ ઉત્સાહિત રહેતા હોય છે. ઉત્તરાયણ માટેની તૈયારીઓ ગુજરાતીઓ ઉત્તરાયણના થોડા દિવસ પહેલાથી જ કરી દેતા હોય છે.  પરંતુ ઘણીવાર આ ઉત્સાહનો તહેવાર માતમાં પણ છવાઇ જાય છે. ખાસ કરીને આ દિવસે કેટલાય પ્રકારની જાનહાનિની ઘટના સામે આવતી હોય છે.

આ તહેવારના દિવસે દોરી વાગવાથી લઈને ધાબા ઉપરથી પડી જવાની ઘટનાઓ સામે આવતી હોય છે. સરકાર આવા પ્રકારની ઘટનાઓથી  માટે પહેલાથી જ તૈયાર રહેતી હોય છે. ડોક્ટરસ્ અને 108 એમ્બ્યુલન્સની ટીમ ખડેપગે આ તહેવારના દિવસે પણ જનસેવા માટે હાજર રહેતી હોય છે.

Advertisement

108 ઇમરજન્સી કોલમાં વધારો જોવા મળ્યો

ત્યારે આ વર્ષે પણ ઉત્તરાયણના દિવસે 108 ઇમરજન્સી કોલમાં વધારો જોવા મળ્યો છે. ઉત્તરાયણના આ પાવન પર્વ ઉપર 108 ઇમરજન્સી લોકોને તાત્કાલિક સારવાર અર્થે પહોંચાડવા આગાળ રહી. આ વર્ષે 108 ઇમરજન્સીને કુલ 2953 ઇમરજન્સી કોલ મળ્યા હતા. અહી નોંધનીય બાબત એ છે કે ગત વર્ષ કરતાં આ વર્ષે આવતા ઇમરજન્સી કોલમાં વધારો થયો છે. ગત વર્ષે 108 ઇમરજન્સીને 2910 ઇમરજન્સી કોલ આવ્યા હતા, ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે 43 કોલ વધ્યા છે.

Advertisement

અમદાવાદમાં વાત કરીએ તો કુલ 37 લોકોને દોરીના કારણે ઇજાના કેસ સામે આવ્યા છે. જ્યારે ધાબા ઉપરથી પડી જવાના કુલ આખા શહેરમાંથી 9 કેસ સામે આવ્યા છે. સારી બાબત એ છે કે હજી સુધી ઉત્તરાયણ પર્વમાં નોંધાએલ અકસ્માતમાં શહેરમાં હજી સુધી કોઈ મૃત્યુના આંકડા સામે આવ્યા નથી.

વડોદરામાં પણ ઉતરાયણ પર્વમાં 37 લોકોને થઈ ઈજા થઈ હતી.  પતંગના દોરાના કારણે 37 જેટલા લોકો થયા ઈજાગ્રસ્ત થયા હતા.
આ અકસ્માતમાં એકનું મોત, 4 ગંભીર અને અન્ય સામાન્યને ઇજાઓ થઈ થઈ હતી.

કરૂણા અભિયાનમાં પણ ઇમરજન્સી કોલ વધ્યા

ઉત્તરાયણ પર્વમાં વપરાતી ધારદાર દોરી પક્ષીઓ માટે મોત સમાન સાબિત થતી હોય છે, જેના કારણે ઘણા પક્ષીઓ મોતને ભેટતા હોય છે. તેટલા માટે રાજ્યસરકાર દ્વારા  ઘાયલ પક્ષીઓની સારવાર માટે કરુણા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. કરુણા અભિયાન અંતર્ગત ઉત્તરાયણ પર્વ દરમિયાન ઘાયલ થતાં પશુ-પક્ષીઓને સારવાર આપવાનું કાર્ય કરવામાં આવે છે.

આ વર્ષે આ સેવામાં પણ ઇમરજન્સી કોલસ્ વધ્યા છે. ઘાયલ પક્ષીઓના મદદ માટે કુલ 1327 કોલ આવ્યા છે.

આ પણ વાંચો -- KUTCH : અંજારના બુઢારમોરામાં કંપનીમાં લાગી ભીષણ આગ, 4 શ્રમિકોની હાલત અત્યંત ગંભીર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×