Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગીર અભ્યારણમાં સિંહના મોત મામલે HC ની લાલ આંખ

આપણા દેશમાં સૌથી વધુ Asiatic Lion ગુજરાતના ગીરમાં જોવા મળે છે. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન (Gir National Park) અને ગીર અભયારણ્ય (Gir Sanctuary) એશિયાઇ સિંહો (Asiatic Lions) નું એકમાત્ર રહેઠાણ છે અને તેને એશિયાના અતિ મહત્ત્વના રક્ષિત વિસ્તાર તરીકે ધ્યાને લેવાયેલ...
09:34 AM Apr 24, 2024 IST | Hardik Shah

આપણા દેશમાં સૌથી વધુ Asiatic Lion ગુજરાતના ગીરમાં જોવા મળે છે. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન (Gir National Park) અને ગીર અભયારણ્ય (Gir Sanctuary) એશિયાઇ સિંહો (Asiatic Lions) નું એકમાત્ર રહેઠાણ છે અને તેને એશિયાના અતિ મહત્ત્વના રક્ષિત વિસ્તાર તરીકે ધ્યાને લેવાયેલ છે. તેમ છતા અહીં સિંહના મોત (Lion's Dead) થઇ રહ્યા છે, જેને લઇને ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court) માં સુનાવણી થઇ હતી, જેમા HC એ ભારોભાર નારાજગી વ્યક્ત કરી હતી.

HC એ વ્યક્ત કરી ભારોભાર નારાજગી

તમે અવાર-નવાર સિંહોના મોતના સમાચાર સાંભળતા જ હશો, હવે આ મામલે ગુજરાત હાઈકોર્ટે અધિકારીઓની ઝાટકણી કાઢી છે. કોર્ટે માર્મિક ટકોર કરી હતી કે, એક મહિનામાં 3-3 સિંહો મૃત્યુ પામ્યા ત્યા સુધી ઓથોરિટીએ કોઇ કાર્યવાહી જ કરી નહી. આ સમગ્ર મુદ્દે કેમ કોઇ પગલા લેવામાં આવ્યા નથી. જણાવી દઇએ કે, ગીરના જંગલ-અભયારણ્ય ક્ષેત્રમાં સિંહોના મોત મામલે ગુજરાત હાઇકોર્ટ દ્વારા દાખલ કરાયેલી જાહેર હિતની અરજીની સુનાવણી દરમિયાન જાન્યુઆરી મહિનામાં ત્રણ સિંહોના મોતને લઈ હાઈકોર્ટે માંગેલા ઇન્કવાયરી રિપોર્ટ અનુસંધાનમાં વનવિભાગ અને રેલ્વે ઓથોરીટી દ્વારા ખુલાસા અને જવાબથી હાઈકોર્ટના ચીફ જસ્ટિસની ખંડપીઠે ભારે અસંતોષ વ્યકત કર્યો હતો. કોર્ટે કહ્યું કે, સિંહોના મોત દર્શાવે છે કે, તંત્ર ગાઢ નિદ્રામાં છે. એટલું જ નહીં, સિંહોના મૃત્યુ અટકાવવા માટે તંત્રે વિવેકબુદ્ધિનો ઉપયોગ પણ કર્યો નથી. આ કેસની સુનાવણીમાં હાઇકોર્ટે સરકારને સવાલ કર્યો હતો કે,‘ત્રણ સિંહોના મૃત્યુના કેસમાં તમે ખાતાકીય તપાસ કરો છો એનો જવાબ અમને નથી જોઇતો. પરંતુ જે ઘટના બની એના માટેની ઉચ્ચ સ્તરીય તપાસ તમે ક્યાં કરી છે એ બતાવો. અમે તમારી ઉપર સીધેસીધો દોષ મૂકી રહ્યા છીએ કે તમારે જે તપાસ કરવી જોઇતી હતી, એ કરી નથી. તમે ઇનહાઉસ તપાસ કરી છે અને જે કર્મચારીની ભૂલ જણાઇ એની સામે પગલાં લઇ લીધા છે. પરંતુ જે ઘટના બની એવી ઘટના ફરીથી ન બને એના માટે શું સુનિશ્ચિત કર્યું? શું કાર્યવાહી કરી?’

કોર્ટે વધુમાં કહ્યું કે, તમે રમત રમી રહ્યા હોય એવું જણાઈ રહ્યું છે કારણ કે, રિપોર્ટમાં સિંહોના મોત કેમ થયા અને કયા કારણ કે પરિબળ તેમાં જવાબદાર છે તે સ્પષ્ટ થતુ નથી. સિંહોની સુરક્ષા અને તેમનું સંવર્ધન જરૂરી છે. હવે આ અંગે વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.

આ પણ વાંચો - Amreli : વધુ એક સિંહનું મોત, સિંહણે પાઠડા દિપડા પાછળ દોટ મુકી, બંને કુવામાં ખાબકતા થયું મોત

આ પણ વાંચો - એશિયાટિક સિંહોના અકાળે મોત મામલે ગુજરાત હાઇકોર્ટે ચિંતા વ્યક્ત કરી

Tags :
Asiatic LionAsiatic lionsGirGir National Parkgovernment officersGujaratGujarat FirstGujarat High CourtGujarat LionsGujarat NewsGujarati NewsLionLion Deathlocal newssuo moto petitiontraintrain accidentuntimely death of lions
Next Article