Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

DEVGADH BARIA : PSI સહિત 4 પોલીસ કર્મીઓ સામે ફરિયાદથી ખળભળાટ

DEVGADH BARIA : દેવગઢ બરિયા તાલુકાના પોલીસ મથકના પીએસઆઇ સહિત ચાર પોલીસ કર્મીઓ દ્વારા સેવાનિયા ગામના એક ઈસમને ત્યાં જઈ તેનું નામ ઠામ પૂછી માર મારવામાં આવ્યો હતો. તેવામાં એક ને ગંભીર ઇજા પહોંચી હતી. જ્યારે પિતાને માર મારતા પોલીસના...
06:54 PM Sep 09, 2024 IST | PARTH PANDYA

DEVGADH BARIA : દેવગઢ બરિયા તાલુકાના પોલીસ મથકના પીએસઆઇ સહિત ચાર પોલીસ કર્મીઓ દ્વારા સેવાનિયા ગામના એક ઈસમને ત્યાં જઈ તેનું નામ ઠામ પૂછી માર મારવામાં આવ્યો હતો. તેવામાં એક ને ગંભીર ઇજા પહોંચી હતી. જ્યારે પિતાને માર મારતા પોલીસના ડરથી પુત્ર ભાગવા જતા તેનું કરંટ લાગતા મોત નિપજ્યું હતું. આ મામલે પીએસઆઇ સહિત ચાર પોલીસ કર્મીઓ વિરુદ્ધ સાગટાળા પોલીસ મથકે બનાવ અંગેનો ગુન્હો નોંધાવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

તારું નામ રમણભાઈ છે ?

પ્રાપ્ત માહિતી મુજબ, દેવગઢબારિયા તાલુકાના સાગટાળા પોલીસ મથક વિસ્તારના સેવનિયા ગામે રહેતા રમણભાઈ લક્ષ્મણભાઈ રાઠવા (રહે. ચોકડી ફળિયુ) ગત તારીખ ૬ સપ્ટેમ્બર ના સાંજે સાડા સાત વાગ્યાના અરસામાં તેમના ઘરે હતા. ત્યારે સાગટાળા પોલીસ મથકના પી.એસ.આઇ ભરવાડ તેમજ અન્ય ચાર પોલીસ કર્મીઓ રમણ રાઠવાના ઘરે જઈ તેના ઘરમાં પ્રવેશ્યા હતા. પીએસઆઇ ભરવાડે રમણ રાઠવ ને પૂછેલ કે તારું નામ રમણભાઈ છે ? જેથી રમણ રાઠવા એ હા પાડી હતી.

મારા છોકરા ને તાવ આવે છે

બાદમાં પીએસઆઇ એ કહેલ કે તું ક્યાં ઊંઘી રહ્યો છે ? ત્યારે રમાણે જણાવેલ કે મને ચાર પાંચ દિવસથી તાવ આવે છે. જેથી ઉભો થવાય એવું નથી. તેમ કહેતા પીએસઆઇ ભરવાડે રમણ રાઠવાના બંને પગે પંજાના ભાગે તથા ડાબા હાથે તેમજ વક્ષના ભાગે લાકડીના ફટકા માર્યા હતા. અને તે પછી તેને પકડીને ઘરની બહાર લઈ ગયા હતા. ત્યારે રમણ રાખવાની મમ્મીએ બુમાબૂમ કરી કહેલ કે મારા છોકરા ને તાવ આવે છે, તમે તેને ક્યાં લઈ જાઓ છો. તેમ કહેતા રમણ રાઠવાને ઘરની બહાર ઉભો રાખેલ અને તે વખતે રમણ રાઠવાના બે છોકરાઓ પણ ત્યાં હાજર હતા.

ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યો

જેમાં રમણ રાઠવાનો મોટો છોકરા મુકેશને પોલીસ મારશે તેવી બીકથી ઘરેથી ભાગીને જતો રહ્યો હતો. અને રમણ રાઠવા પણ પોલીસ વધુ માર મારશે જેને લઇ તે પણ ક્યાંથી નાસી ગયો હતો. અને ત્યાર પછી પોલીસ ત્યાંથી જતી રહેતા મુકેશ રાઠવા પોલીસના ડરથી નાસવા જતા મુકેશ રાઠવા ને કરંટ લાગ્યો હોવાનું પરિવારજનોને જણાવતા તેને તાત્કાલિક દેવગઢબારિયા ની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યો હતો. જ્યાં હાજર તબીબે મુકેશ રાઠવાને મૃત જાહેર કર્યો હતો. જ્યારે રમણ રાઠવાને પણ ગંભીર ઇજાઓ થવાના કારણે તેને પણ સારવાર અર્થે દેવગઢ બારીયાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યારે તેને જાણવા મળ્યું હતું કે, તેના પુત્ર મુકેશને કરંટ લાગવાથી મોત નીપજ્યું છે.

બેડા માં ખળભળાટ મચી જવા પામ્યો

ત્યારે આ બનાવને લઈ રમણ રાઠવા તેના પરિવાર સાથે સાગટાળા પોલીસ મથકે સાગટાળા પોલીસ મથકના પીએસઆઇ ભરવાડ તેમજ પોલીસ કર્મી ચૌધરી જયપાલ પટેલ તેમજ અન્ય બે પોલીસ કર્મી મળી ચાર સામે ગુન્હો નોંધાવતા પોલીસ બેડા માં ખળભળાટ મચી જવા પામ્યો છે.

17 કલાકથી વધુ સમય પછી ફરિયાદ નોંધી

કરંટ લાગવાથી યુવકનું મોત નીપજતા પરિવારજનોએ પેનલ પીએમ ની માંગ કરતા યુવકની લાશને પેનલ પીએમ માટે દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે પોલીસ સાથે મોકલી આપવામાં આવી હતી. પીએસઆઇ તેમજ પોલીસ કર્મીઓ દ્વારા નામઠામ પૂછી માર મારવા તેમજ એકનું કરંટ લાગવાથી મોત થવાના બનાવમાં પોલીસે 17 કલાકથી વધુ સમય પછી ફરિયાદ નોંધી.

ગ્રામજનો આખી રાત દેવગઢબારિયા પોલીસ મથકે બેસી રહ્યા

પોલીસના મારથી બચવા માટે નાસી છૂટેલો યુવક ને કરંટ લાગતા મોત નીપજ્યું હતું. જેને લઇ પંથકના લોકો તેમજ પરિવારજનો માં એ પીએસઆઇ સહિત પોલીસ કર્મી ઓ વિરુદ્ધ રોષ ની લાગણી ફેલાઈ હતી. પોલીસ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માટે પરિવારજનો તેમ જ ગ્રામજનો આખી રાત દેવગઢબારિયા પોલીસ મથકે બેસી રહ્યા હતા. બનાવને લઈ ડીવાયએસપી દેવગઢ બારીયા પોલીસ મથકે દોડી આવ્યા હતા.

ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી પણ મોડી રાત્રે પોલીસ મથકે દોડી આવ્યા

પોલીસ દ્વારા ખોટી રીતના માર મારવામાં તેમજ પોલીસના કારણે યુવકને કરંટ લાગવાથી મોત નીપજવાના બનાવમાં સ્થાનિક ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી પણ મોડી રાત્રે પોલીસ મથકે દોડી આવ્યા હતા. અને પોલીસ કર્મીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવા માટે રજૂઆત કરી હતી.

અમે કોઈના ઘરે ગયા નથી

સાગટાળા પોલીસ મથકના પીએસઆઇ ભરવાડ તેમજ પોલીસ કર્મીઓ દ્વારા યુવકને ખોટી રીતે માર મારી ઈજા પહોંચાડી તેમજ પોલીસના મારથી ભાગેલા યુવકનું કરંટ લાગવાથી મોત નીપજતા પરિવારજનો પોલીસ મથકે ફરિયાદ નોંધાવા જતા તેમજ ઉચ્ચ અધિકારીઓને આ બાબતે જણાવતા એક સમયે સાગટાળા પોલીસ મથકના પીએસઆઇ તેમજ પોલીસ કર્મીઓ દ્વારા અમે કોઈના ઘરે ગયા નથી અને અમે કોઈને માર્યો નથી તેઓ જ રટણ કરતાં પોલીસ કર્મીઓ વિરુદ્ધ તપાસ હાથ ધરી બનાવ બન્યો હોવાનું ઉચ્ચ અધિકારીઓને જણાવતા ફરિયાદ લેવાય હોવાનું ચર્ચાઈ રહ્યું છે

અહેવાલ - ઈરફાન મકરાણી, દેવગઢ બારીયા

આ પણ વાંચો -- GONDAL : નગરજનોને બે નવા ફોરલેન બ્રિજની ભેંટ આપતા મુખ્યમંત્રી

Tags :
alongbariacomplaintdevgadhfilledFourofpolicePSITalkthetown
Next Article