Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Devgadh Baria : ઘરફોડ ચોરી, બંધ મકાનને તસ્કરોએ બનાવ્યું નિશાન

દેવગઢબારિયા (Devgadh Baria) નગરમાં એક જ રાતમાં અલગ-અલગ વિસ્તારમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. એક મકાનમાંથી લાખો રૂપિયાના સોના-ચાંદી (Gold-Silver) ના દાગીનાની ચોરી કરી તસ્કરો પલાયન થયા હતા. સમગ્ર ઘટનાની જાત થતા જ જિલ્લા પોલીસ (Police) કાફલો ઘટના સ્થળે...
devgadh baria   ઘરફોડ ચોરી  બંધ મકાનને તસ્કરોએ બનાવ્યું નિશાન

દેવગઢબારિયા (Devgadh Baria) નગરમાં એક જ રાતમાં અલગ-અલગ વિસ્તારમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. એક મકાનમાંથી લાખો રૂપિયાના સોના-ચાંદી (Gold-Silver) ના દાગીનાની ચોરી કરી તસ્કરો પલાયન થયા હતા. સમગ્ર ઘટનાની જાત થતા જ જિલ્લા પોલીસ (Police) કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. મામલે પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

Advertisement

પ્રાપ્ત માહિતી મુજબ દેવગઢબારિયા નગરના લાલ બંગલા વિસ્તારના કુસુમબેન છાત્રાલયની સામે રહેતા વિનોદભાઈ રણછોડભાઈ કિશોરી જેવો કેળકુવા હાઇસ્કુલમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. ત્યારે ગત શનિ-રવિની રજા હોવાથી તેઓ 24 જાન્યુઆરીના રોજ પોતાના વતન લીમખેડા તાલુકાના પીપળી ગામે પોતાના પરિવાર સાથે ગયા હતા. ત્યારે ગતરોજ તેમની બાજુમાં તેમના પાડોશીએ ફોન કરીને પૂછ્યું હતું કે તમે દેવગઢબારિયા આવી ગયા છો. તમારા ઘરનો દરવાજો ખુલ્લો છે ત્યારે આ વિનોદભાઈએ જણાવેલ કે હું મારા વતનમાં છું હજુ સુધી આવ્યો નથી. તે પછીથી વિનોદભાઈના ઘરના મુખ્ય દરવાજો ખુલ્લો હોવાથી તેઓ તાત્કાલિક દેવગઢબારિયા આવી પહોંચેલા અને ઘરે આવી જોતા ઘરના મુખ્ય દરવાજાનું નકોચું કાપેલી હાલતમાં જોવા મળેલ અને ઘરનો મુખ્ય દરવાજો ખુલ્લો હતો.

Advertisement

તે પછી ઘરની અંદર જઈને જોતા ઘરના તમામ દરવાજા ખુલ્લા હતા અને ઘરનો સર સામાન વેર વિખેર પડેલો હતો. ત્યારે તેમના બેડરૂમમાં જઈને જોતા બે રૂમની અંદર તિજોરીના દરવાજા ખુલ્લા હતા અને તેનો પણ સર સામાન વેરવિખેર પડેલો. જ્યારે તિજોરીની અંદર એક પાકીટમાં દર દાગીના મુકેલા હતા તે તપાસ સાથે મળી આવેલ નહીં અને તે ચોરાઈ ગયેલ હોવાનું જણાય આવતા જેમાં (1) સોનાનું લોકેટ (2) સોનાના બે દોરા (3) સોનાનો સેટ (4) સોનાની લકી (5) સોનાની વીંટી (6) ચાંદીનું ભોર્યું (7) ચાંદીનો કમરે પહેરવાનો ઝોલો મળી કુલ 11 તોલા જેટલું સોનું તેમ જ 1 કિલ્લો અને 200 ગ્રામ જેટલી ચાંદીના ઘરેણા મળી કુલ રૂપિયા 4,25,000 ના દર દાગીનાની ચોરી થઈ હોવાનું જણાઈ આવેલ.

Advertisement

જ્યારે નગરના ઈરા સ્કૂલની સામે ગુરુકૃપા સોસાયટીમાં પણ તસ્કરોએ હાથ ફેરો કર્યો હોય તેમ બંધ મકાનના તાળા તોડ્યા હતા. જ્યારે વિનોદભાઈ રણછોડભાઈ કિશોરીયે ચોરીના બનાવને લઈ દેવગઢબારિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ચોરોની સામે ગુન્હો નોંધી એફએસએલ તેમજ ડોગ સ્કોર્ડની મદદ લઇ વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે ચોરીના આ બનાવને લઈ જિલ્લામાંથી પણ એલસીબી પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવી અલગ-અલગ ટીમો બનાવી વિસ્તારના CCTV ફૂટેજની તપાસ હાથ ધરી તસ્કરોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ત્યારે નગરમાં એક જ રાતમાં તસ્કરોએ બેથી વધુ મકાનોમાં હાથ ફેરો કરતા નગરજનોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

અહેવાલ - ઈરફાન મકરાણી

આ પણ વાંચો - Lok Sabha Election પહેલા Congress ને મોટો ફટકો, દિગ્ગજ આદિવાસી નેતા BJP માં જોડાશે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.