Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

DAHOD: લછેલી ગામમાં એક બાદ એક સાત બાળકને તાવ અને ઝાડા ઉલ્ટી થતાં હોસ્પિટલ ખસેડાયા, આરોગ્ય વિભાગ થયું દોડતું

DAHOD માં નાની લછેલી ગામમાં વારાફરથી એક પછી એક સાત બાળકોને તાવ,ઝાડા ઉલ્ટીના કેસ એક બાળકીને હૉસ્પિટલ પહોંચે તે પહેલાં જ મોત નિપજ્યું આરોગ્ય વિભાગમાં દોડધામ મચી DAHOD : વિશ્વમાં આફ્રિકાના દેશોમાં હાલ એક તરફ મંકીપોકસ વાયરસએ હાહાકાર મચાવ્યો...
dahod  લછેલી ગામમાં એક બાદ એક સાત બાળકને તાવ અને ઝાડા ઉલ્ટી થતાં હોસ્પિટલ ખસેડાયા  આરોગ્ય વિભાગ થયું દોડતું
  • DAHOD માં નાની લછેલી ગામમાં વારાફરથી એક પછી એક સાત બાળકોને તાવ,ઝાડા ઉલ્ટીના કેસ
  • એક બાળકીને હૉસ્પિટલ પહોંચે તે પહેલાં જ મોત નિપજ્યું
  • આરોગ્ય વિભાગમાં દોડધામ મચી

DAHOD : વિશ્વમાં આફ્રિકાના દેશોમાં હાલ એક તરફ મંકીપોકસ વાયરસએ હાહાકાર મચાવ્યો છે ત્યારે બીજી તરફ ગુજરાતમાં ચાંદીપુરમ વાયરસ નાના બાળકોને ચપેટમાં લઈ રહ્યું છે.તેની વચ્ચે હવે દાહોદમાંથી (DAHOD) એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.દાહોદમાં કોલેરાએ માથું ઉચક્યું છે.જેના કારણે આરોગ્ય વિભાગ દોડતું થયું છે. દાહોદ જિલ્લાના એક ગામમાં વારાફરથી એક બાદ એક બાળકોને તાવ,ઝાડા ઉલ્ટી થતાં તેમને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.જેમાં એક બાળકનું મોત હોસ્પિટલ પહોંચે તે પહેલા જ નીપજ્યું હતું. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો

Advertisement

મોડી રાત્રે શંકાસ્પદ કોલેરા પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી

એકતરફ રાજ્યભરમા ચાંદીપુરમ વાયરસએ હાહાકાર મચાવ્યો છે અને તેની વચ્ચે દાહોદના (DAHOD) નાની લછેલી ગામમાં વારાફરથી એક પછી એક એમ સાત બાળકોને તાવ,ઝાડા ઉલ્ટી થતાં તાત્કાલિક બાળકોને દાહોદ (DAHOD) ખાતે ખસેડવામાં આવ્યા હતા.તે પૈકી એક બાળકીને હૉસ્પિટલ પહોંચે તે પહેલાં જ મોત નિપજ્યું હતું.આસપાસના વિસ્તારમાં ચાંદીપુરમ વાયરસની શંકાએ હાહાકાર મચી ગયો હતો. શહેરની ખાનગી હોસ્પીટલમાં બાળકોને સારવાર હેઠળ રખાયા હતા. તે પૈકી એક બાળકને હાલત વધુ ગંભીર થતાં ઝાયડસ હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તમામ દર્દીઓ પૈકી એક બાળકનો મોડી રાત્રે શંકાસ્પદ કોલેરા પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી હતી. નાની લછેલી ગામમાં આરોગ્ય વિભાગની દસ ટીમો કેમ્પ લાગ્યો હતો અને દરેક ઘરમાં સર્વે કરી દવાનો છંટકાવ અને દરેક સભ્યોની આરોગ્યની માહિતી એકત્ર કરવામાં આવી હતી. હાલ નાની લછેલી ગામ સહિત આસપાસના વિસ્તારોમા ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

અહેવાલ : સાબીર ભાભોર

Advertisement

આ પણ વાંચો : Bhuj: પોલીસ સ્ટેશનના બાથરૂમમાં યુવકે કર્યો આપઘાત

Advertisement
Tags :
Advertisement

.