Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Deesa Blast : આરોપી પિતા-પુત્રને કોર્ટમાં રજૂ કરાયા, 3 કલાક દલીલો થઈ, આખરે રિમાન્ડ મંજૂર

ફેક્ટરીનાં માલિક દીપક મોહનાની (Deepak Mohanani Case) અને તેમનાં પિતાને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
deesa blast   આરોપી પિતા પુત્રને કોર્ટમાં રજૂ કરાયા  3 કલાક દલીલો થઈ  આખરે રિમાન્ડ મંજૂર
Advertisement
  1. ડીસાની ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ મામલે મોટા સમાચાર (Deesa Blast)
  2. આરોપી પિતા-પુત્રને આજે કોર્ટમાં રજૂ કરાયા હતા
  3. સતત 3 કલાકની દલીલો બાદ કોર્ટે 8 દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા
  4. તપાસ અધિકારીએ તપાસ અર્થે 10 દિવસનાં રિમાન્ડની માગ કરી હતી

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટકાંડ (Deesa Blast) મામલે મોટા સમાચાર આવ્યા છે. આ ઘટનામાં મુખ્ય આરોપી પિતા-પુત્રને આજે કોર્ટમાં રજૂ કરાયા હતા. સતત 3 કલાક સુધી થયેલી દલીલો બાદ કોર્ટે આરોપીઓનાં 8 દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા છે. જ્યારે, તપાસ અધિકારીએ તપાસ અર્થે આરોપીઓનાં 10 દિવસનાં રિમાન્ડ માગ્યા હતા.

આ પણ વાંચો - Ahmedabad : લોહીનો નહીં 'માનવતા' નો સંબંધ, ભિક્ષાવૃત્તિ કરતા 8 વર્ષીય વિશાલે 'ઇયાના' ને આ રીતે બચાવી, જાણી કરશો સલામ!

Advertisement

કોર્ટે આરોપીઓનાં 8 દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા

બનાસકાંઠા જિલ્લાનાં (Banaskantha) ડિસા GIDC માં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં ભયંકર વિસ્ફોટ (Deesa Blast) થતાં 21 લોકોનાં મોત નિપજ્યાં હતા. આ મામલે, ફેક્ટરીનાં માલિક દીપક મોહનાની (Deepak Mohanani Case) અને તેમનાં પિતાને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. સરકારી વકીલ અને આરોપીના વકીલ દ્વારા કોર્ટમાં સતત 3 કલાક સુધી દલીલો કરાઈ હતી. તમામ દલીલો સાંભળ્યા બાદ કોર્ટે આરોપીની વધુ પૂછપરછ અર્થે 8 દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા છે. માહિતી અનુસાર, તપાસ અધિકારી દ્વારા કોર્ટમાં 10 દિવસનાં રિમાન્ડની માગ કરાઈ હતી.

Advertisement

આ પણ વાંચો - Gandhinagar : મહેસૂલી વિભાગના 157 ના. મામલતદારની બદલી, પોલીસ વિભાગના 261 ASI ને અપાઈ બઢતી , જુઓ સંપૂર્ણ યાદી

તપાસ માટે સરકાર દ્વારા SIT ટીમની રચના કરાઈ

જણાવી દઈએ કે, આ કેસની તપાસ માટે સરકાર દ્વારા SIT ટીમની રચના પણ કરાઈ છે. આ SIT ટીમ દ્વારા સંપૂર્ણ તપાસ કરી 15 દિવસમાં સરકારને રિપોર્ટ સોંપશે. ઉપરાંત, આ ગોઝારી ઘટના મુદ્દે રાજ્ય સરકાર દ્વારા સિનિયર અધિકારીની આગેવાનીમાં ઉચ્ચ સ્તરીય કમિટી પણ બનાવશે. આ કમિટીમાં FSL નાં અધિકારીને પણ સામેલ કરાશે. કમિટી ઘટનાની સંપૂર્ણ તપાસ કરીને સરકારને રિપોર્ટ આપશે.

આ પણ વાંચો - Banaskantha : ડીસા ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ મામલો નવો ખુલાસો, આરોપીની 2017 માં રાજકીય પક્ષે કરી હતી હકાલપટ્ટી

Tags :
Advertisement

Related News

featured-img
સ્પોર્ટ્સ

WTC Final : એડન માર્કરમની લોર્ડ્સમાં ઐતિહાસિક સદી, દક્ષિણ આફ્રિકા જીતથી માત્ર 69 રન દૂર

featured-img
રાષ્ટ્રીય

Uttarakhand : આજે દેહરાદૂન IMA માં 419 કેડેટ્સની પાસિંગ આઉટ પરેડ (POP) યોજાઈ

featured-img
Top News

ISRAEL-IRAN CONFLICT : ઇઝરાયલના PM નો ઇરાનની પ્રજાજોગ સંદેશ, 'તમારા પર 50 વર્ષ સુધી.....'

featured-img
અમદાવાદ

Ahmedabad Plane Crash : આજે પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે

featured-img
Top News

ISRAEL-IRAN CONFLICT : ઇઝરાયલના 'ઓપરેશન રાઇઝિંગ લાયન'ના જવાબમાં ઇરાનનું 'ટ્રુ પ્રોમિસ 3'

featured-img
અમદાવાદ

Ahmedabad Plane Crash : હજુ સુધી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના DNA મેચ નથી થયા

×

Live Tv

Trending News

.

×