Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Bharuch : હત્યાના પ્રયાસના કેસમાં કોંગ્રેસ અગ્રણીની વડોદરાની હોટલમાંથી ધરપકડ

Bharuch : ભરૂચ (Bharuch ) જિલ્લા વાગરા તાલુકાના દહેજ પંથકના જોલવા ગામે માં જગદંબાની આરાધનાના પર્વ આસો નવરાત્રિમાં ગામના ચોકમાં બેઠેલા કેટલાક લોકો ઉપર અંગત અદાવતે જીવલેણ હુમલો કરાયો હતો. સમગ્ર હુમલાનું ષડયંત્ર Bharuch જીલ્લાના કોંગ્રેસ અગ્રણી સુલેમાન પટેલના ઘરમાં...
07:01 PM Jan 24, 2024 IST | Vipul Pandya
Congress leader

Bharuch : ભરૂચ (Bharuch ) જિલ્લા વાગરા તાલુકાના દહેજ પંથકના જોલવા ગામે માં જગદંબાની આરાધનાના પર્વ આસો નવરાત્રિમાં ગામના ચોકમાં બેઠેલા કેટલાક લોકો ઉપર અંગત અદાવતે જીવલેણ હુમલો કરાયો હતો. સમગ્ર હુમલાનું ષડયંત્ર Bharuch જીલ્લાના કોંગ્રેસ અગ્રણી સુલેમાન પટેલના ઘરમાં રચાયું હોવાનો ભાંડો ફૂટતા 90 દિવસથી રફુચક્કર કોંગ્રેસ અગ્રણીની આખરે વડોદરામાંથી ધરપકડ કરવામાં આવી છે.

સુલેમાન પટેલ સામે પણ હત્યાના પ્રયાસ અને રાયોટિંગનો ગુનો

ભરૂચ જિલ્લાના દહેજ પંથક પોલીસ મથકમાં નવરાત્રીમાં જીવલેણ હુમલો કરાયો હોવાની ફરિયાદ ઇજાગ્રસ્ત ફરિયાદી સુલેમાન પટેલના ભાણીયાએ નોંધાવી હતી જેમાં તેઓએ આક્ષેપ કર્યા હતા કે અમો પાદરમાં બેઠા હતા તે દરમિયાન જૂની અદાવતને લઈ હુમલા કરવાનું ષડયંત્ર કોંગ્રેસ અગ્રણી સુલેમાન પટેલે પોતાના ઘરમાં તેમના મળતીયાઓ સાથે રચી હુમલો કર્યો હતો જેમાં ત્રણ લોકોને ગંભીર ઇજા થઈ હતી. સમગ્ર પ્રકરણમાં ગુનો દાખલ થતા પોલીસે ગણતરીના કલાકોમાં જ હુમલો કરનારા 5 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા પાંચે આરોપીઓ સુલેમાન પટેલના ઘરે અવર-જવર કરતા હોય અને સીસીટીવી સામે આવતા હુમલા અંગેનું ષડયંત્ર રચાયું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવતા કોંગ્રેસ અગ્રણી સુલેમાન પટેલ સામે પણ હત્યાના પ્રયાસ રાયોટિંગ સહિતની ipc કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

સુલેમાન પટેલની હોટલમાંથી ધરપકડ

મુખ્ય કાવતરું રચનાર કોંગ્રેસ અગ્રણી સુલેમાન પટેલ 90 દિવસથી નાસતા ફરતા હોય અને તેઓ વડોદરાની સ્કાય લાઇટ હોટલમાં રોકાયા હોવાની બાતમીના આધારે ભરૂચ એલસીબી પોલીસે વાગરા કોર્ટ દ્વારા સીઆરપીસીની 70 મુજબનું વોરંટને લઈ સુલેમાન પટેલની હોટલમાંથી ધરપકડ કરવામાં આવી હતી

90 દિવસથી તેઓ અલગ અલગ સ્થળે રોકાતા હતા

વડોદરાની હોટલમાંથી ઝડપાયેલા હત્યાના પ્રયાસના આરોપી સુલેમાન પટેલની ધરપકડ કરતા પ્રાથમિક પૂછપરછમાં 90 દિવસથી તેઓ અલગ અલગ સ્થળે એટલે કે મહારાષ્ટ્રની જુદી જુદી હોટલો અને જગ્યા તથા સૌરાષ્ટ્રમાં પણ અલગ અલગ સ્થળોએ અને અંતે વડોદરાની સ્કાય લાઈટ હોટલમાં રોકાયા હોય તેવી કબુલાત કરી હતી. આ સમગ્ર મામલે પણ સુલેમાન પટેલને કોણે સાથ સહકાર આપ્યો છે તે બાબતે માહિતી મેળવવા માટે પણ તેના રિમાન્ડ મેળવવાની કવાયત કરનાર હોવાની માહિતી પત્રકાર પરિષદમાં ડીવાયએસપી સી.કે પટેલએ પૂરી પાડી હતી

સુલેમાન પટેલ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે

હત્યાના પ્રયાસમાં નાસતા ફરતા કોંગ્રેસ અગ્રણી સુલેમાન પટેલની ધરપકડ કરવામાં આવી છે અને તેઓ સામે એટ્રોસિટી રાયોટીંગ. જાહેરનામા ભંગ સહિત અત્યાર સુધીમાં 3 ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે

સુલેમાન પટેલ વિધાનસભા 2 વખત હારી ચૂક્યા છે

વાગરા મતવિસ્તારમાં 2017માં કોંગ્રેસમાંથી ઉમેદવારી સુલેમાન પટેલે કરી હતી જેમાં ભાજપના ઉમેદવારે સુલેમાન પટેલને 3500 મતથી પરાજિત કર્યા હતા અને પુનઃ 2022માં કોંગ્રેસના ઉમેદવાર સુલેમાન પટેલને પુનઃ કોંગ્રેસે ઉમેદવારી કરાવતા સતત બીજી વખત ભાજપના ઉમેદવારે 15000 મતથી સુલેમાન પટેલને પરાજિત કર્યા હતા

અહેવાલ---દિનેશ મકવાણા, ભરૂચ

આ પણ વાંચો----KADODARA : કડોદરા GIDC પોલીસ મથકમાં GRD ની હત્યા કેસમાં 4 ઝડપાયા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
attackBharuchBharuch PoliceCongress LeaderGujaratmurder case
Next Article