Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

CM ભૂપેન્દ્રભાઈ પટેલે રૂ.1 હજાર કરોડથી વધુના વિવિધ 20 વિકાસકાર્યોની કચ્છવાસીઓને આપી ભેટ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે (CM Bhupendrabhai Patel) આજે કચ્છીવાસીઓને ભચાઉ તાલુકાના શિકરા ખાતે આયોજિત કાર્યક્રમમાં રૂ.996 કરોડના કુલ 12 કામોનું ઇ-ખાતમુહૂર્ત તેમજ રૂ.11 કરોડના 8 કામોનું ઇ-લોકાર્પણ કરી કુલ રૂ.1000 કરોડથી વધુના વિવિધ 20 વિકાસકામોની ભેટ આપી હતી. શિકરા ગામ ખાતે...
cm ભૂપેન્દ્રભાઈ પટેલે  રૂ 1 હજાર કરોડથી વધુના વિવિધ 20 વિકાસકાર્યોની કચ્છવાસીઓને આપી ભેટ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે (CM Bhupendrabhai Patel) આજે કચ્છીવાસીઓને ભચાઉ તાલુકાના શિકરા ખાતે આયોજિત કાર્યક્રમમાં રૂ.996 કરોડના કુલ 12 કામોનું ઇ-ખાતમુહૂર્ત તેમજ રૂ.11 કરોડના 8 કામોનું ઇ-લોકાર્પણ કરી કુલ રૂ.1000 કરોડથી વધુના વિવિધ 20 વિકાસકામોની ભેટ આપી હતી. શિકરા ગામ ખાતે આયોજિત કાર્યક્રમમાં વિકાસકાર્યોની ભેટ આપતા CM ભૂપેન્દ્રભાઈ પટેલે (CM Bhupendrabhai Patel) જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદી (PM Modi) એ નાનામાં નાના માણસની પરવા કરીને તેને મુખ્યધારામાં લાવવા પ્રયાસ કર્યો છે. વિકસિત ભારત બનાવવા માટે વડાપ્રધાને હાકલ કરી છે. જેના માટે સૌ નાગરિકોએ સાથે મળીને આગળ વધવું પડશે.

Advertisement

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે (CM Bhupendrabhai Patel) ઉમેર્યું હતું કે, આજે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અને મોદી સાહેબની ગેરંટી થકી સરકારી યોજનાઓનો લાભ ગામડે-ગામડે લોકો સુધી પહોંચ્યો છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં સરકાર નાગરિકોના ઘર આંગણે આવીને યોજનાઓનો લાભ આપી રહી છે. નાગરિકો માંગણી કરે અને તેનો સુખદ ઉકેલ આવે એવી ઉત્તમ વ્યવસ્થાનો પાયો વડાપ્રધાન મોદીએ નાખ્યો હતો. જેનો લાભ આજે દેશના નાગરિકોને મળી રહ્યો છે. કચ્છમાં આવી રહેલા ગ્રીન એનર્જી સેક્ટરના વિશ્વકક્ષાના પ્રકલ્પોનો ઉલ્લેખ કરીને મુખ્યમંત્રીએ આનંદ સાથે જણાવ્યું હતું કે, ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં કચ્છ જિલ્લો આજે દેશભરમાં અગ્રેસર બન્યો છે. સરકાર રિન્યૂએબલ એનર્જીને પ્રાધાન્ય આપી રહી છે. વાઈબ્રન્ટ સમિટમાં ગ્રીન એનર્જી સેક્ટર કેન્દ્રમાં રહ્યું છે. રિન્યૂએબલ એનર્જીના ક્ષેત્રમાં કચ્છ જિલ્લો હંમેશા અગ્રેસર બની રહેશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે (CM Bhupendrabhai Patel) કચ્છમાં થયેલા વિકાસ અંગે જણાવ્યું હતું કે, કચ્છમાં આજે પાણીની સમસ્યા ભૂતકાળ બની ગઈ છે. કચ્છના ટપ્પર સહિતના ડેમ સુધી મા નર્મદાના નીર પહોંચ્યા છે. આજ રોજ ખાતમૂર્હુત થઈ રહેલા રોડ રસ્તાઓ કચ્છના લોકોને ખૂબ જ ઉપયોગી થશે એ બાબતે હર્ષની લાગણી મુખ્યમંત્રીએ વ્યક્ત કરી હતી. રૂ.740 કરોડના ખર્ચે તૈયાર થનારા ભુજ ભચાઉ હાઈસ્પીડ કોરિડોરના ખાતમૂર્હુતના કામનો ઉલ્લેખ કરીને મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આ રોડથી કચ્છીમાડુઓને સુદઢ કનેક્ટિવિટી મળી રહેશે.

Advertisement

ધોરડોને બેસ્ટ ટૂરિઝમ વિલેજ આંતરરાષ્ટ્રીય એવોર્ડ અને સફેદ રણમાં G-20 સમિટના આયોજનને વડાપ્રધાનના કચ્છ પ્રત્યેના પ્રેમ અને દીર્ઘદ્રષ્ટિનું ઉદાહરણ ગણાવી મુખ્યમંત્રીએ કચ્છવાસીઓને અભિનંદન આપ્યા હતા. અબડાસા ખાતે આટર્સ એન્ડ કોમર્સ કોલેજને સૈદ્ધાંતિક મંજૂરીની જાહેરાત મુખ્યમંત્રીએ કરી હતી. આ લોકાર્પણ-ખાતમૂર્હુત પ્રસંગે સાંસદ વિનોદભાઈ ચાવડાએ ઈ-ખાતમુહૂર્ત થયેલા બે મુખ્ય રોડના કામનો વિશેષ ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, એકલ- બાંભણકા રોડ ખડીરવાસીઓ માટે ખૂબ જ મહત્વનો બની રહેશે. આ રોડ રૂ.138 કરોડના ખર્ચે બની જતા ખડીરવાસીઓની આકાંક્ષા પૂર્ણ થશે અને લોકોના સમય, ખર્ચનો બચાવ થશે. સાંસદએ ભુજ - ભચાઉ હાઈસ્પીડ કોરિડોર રોડ જે રૂ. 740 કરોડના ખર્ચે તૈયાર થનારો છે, તેનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે, આ રોડથી 20 લાખથી વધુ નાગરિકોને લાભ મળશે. સાંસદએ જણાવ્યું કે, વડાપ્રધાનના વિઝન અને ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આજે નર્મદાના નીર છેક કચ્છના મોડકૂબા સુધી પહોંચ્યા છે. કચ્છ રણ, ડુંગર અને દરિયાનો પ્રદેશ ગણાતો હતો જોકે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝન થકી કચ્છ જિલ્લાએ એગ્રિકલ્ચર, ટૂરીઝમ અને ઉદ્યોગક્ષેત્રે હરણફાળ ભરી છે. કચ્છમાં ટૂરીઝમ ક્ષેત્રે વિકાસ થાય એ માટે રાજ્ય સરકાર પિંગલેશ્વર , માતાના મઢ, કોરી ક્રીક સહિતના વિવિધ સ્થળોનો વિકાસ કરી રહી છે.

Advertisement

મુખ્યમંત્રીએ માંડવી તાલુકાના દુર્ગાપુર ગામે રૂ.3.16 કરોડના ખર્ચે નવનિર્મિત હાઈસ્કૂલનું લોકાર્પણ, મુન્દ્રા તાલુકાના કુંદરોડી ગામે રૂ. 3.00 કરોડના નવનિર્મિત હાઈસ્કૂલનું લોકાર્પણ, માંડવી તાલુકાના સાંભરાઈ ગામ ખાતે રૂ. 1.25 કરોડના નવનિર્મિત હાઈસ્કૂલનું લોકાર્પણ, અંજાર તાલુકાની વરસામેડી કુમાર પ્રાથમિક શાળા ભવનનું રૂ. 0.52 કરોડના ખર્ચે લોકાર્પણ, ભચાઉ તાલુકાના ધોળાવીરા ખાતે રૂ.1.05 કરોડના ખર્ચે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ, ભુજમાં રૂ. 0.81 કરોડના ખર્ચે શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભુજ-02 નું લોકાર્પણ, ભુજમાં રૂ. 0.83 કરોડના ખર્ચે શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભુજ-03 નું લોકાર્પણ, ભચાઉ તાલુકાના ધોળાવીરા ખાતે રૂ. 0.65 કરોડના ખર્ચે મેટરનિટી કોમ્પ્લેક્ષનું લોકાર્પણ કર્યું હતું. આમ મુખ્યમંત્રીએ કુલ રૂ.11.27 કરોડના ખર્ચે 08 કામોનું ઈ-લોકાર્પણ કર્યું હતું. જ્યારે મુખ્યમંત્રીએ 12 કામોનું ઇ- ખાતમૂહુર્ત કરીને કચ્છીજનોને નવા પ્રકલ્પોની ભેટ આપી હતી.

જેમાં જીએસઆરડીસી ગાંધીનગર તેમજ માર્ગ અને મકાન ગુજરાત સરકાર રાજ્ય દ્વારા નવી યોજના અંતર્ગત રૂ. 740 કરોડના ખર્ચે ભુજથી ભચાઉ સેક્શન રોડને હાઈસ્પીડ કોરિડોર તરીકે વિકસાવવાના કામનું ખાતમૂર્હુત, માર્ગ અને મકાન વિભાગ પંચાયત ભુજ દ્વારા રૂ.138.30 કરોડના ખર્ચે સામખીયાળી-એકલ-બાંભણકા જનાણ રોડનું ખાતમૂર્હુત,શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા રૂ. 51.50 કરોડના ખર્ચે મુન્દ્રા બારોઈ નગરપાલિકા વિસ્તારમાં ભૂર્ગભ ગટર યોજનાના કામનું‌ ખાતમૂર્હુત,ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા અંજાર જૂથ સુધારણા પાણી પુરવઠા યોજનાના રૂ. 42.01 કરોડના કામનું ખાતમૂર્હુત, શિક્ષણ વિભાગ દ્વારા ભચાઉ તાલુકાના સામખીયાળી ખાતે રૂ.13.04 કરોડના ખર્ચે મોડેલ ડે શાળાનું ખાતમૂર્હુત, માર્ગ અને મકાન વિભાગ રાજ્ય દ્વારા રૂ.4.25 કરોડના ખર્ચે લુણી-ગુંદાલા પત્રી ટપ્પર રસ્તાના સ્ટ્રેધનિંગ કામનું ખાતમૂર્હુત, રાપર તાલુકામાં રૂ.1.35 કરોડના ખર્ચે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુવઈનું ખાતમૂર્હુત, લખપત તાલુકામાં રૂ.1.30 કરોડના ખર્ચે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માતાના મઢનું ખાતમૂર્હુત, માંડવી તાલુકામાં રૂ.1.29 કરોડના ખર્ચે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દશરડીનું ખાતમૂર્હુત, ભુજ તાલુકામાં રૂ.1.26 કરોડના ખર્ચે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કેરાનું ખાતમૂર્હુત, માંડવી તાલુકામાં રૂ. 1.26 કરોડના ખર્ચે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તલવાણાનું ખાતમૂર્હુત, આરોગ્ય વિભાગ દ્વારા ભુજ ખાતે રૂ. 1.21 કરોડના ખર્ચે વેક્સિન સ્ટોરના કામનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરીને કલેક્ટર અમિત અરોરાએ મુખ્યમંત્રી સહિત મહાનુભાવોને આવકાર આપ્યો હતો. કાર્યક્રમના અંતે આભારવિધિ ભચાઉ પ્રાંત અધિકારી બાલમુકુન્દ સૂર્યવંશીએ કરી હતી. મુખ્યમંત્રીની‌ સાથે આ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમમાં જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, ધારાસભ્ય સર્વ કેશુભાઇ પટેલ, પ્રદ્યુમ્નસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, અનિરૂદ્ધ ભાઇ દવે તથા ત્રિકમભાઇ છાંગા સહિત આગેવાન દેવજીભાઈ વરચંદ, નરેન્દ્રભાઈ પ્રજાપતિ, ધવલભાઈ આચાર્ય,દિલીપભાઈ શાહ, કશ્યપભાઈ શુક્લ, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર, નિવાસી અધિક કલેક્ટર મિતેશ પંડ્યા, નિયામક ડીઆરડીએ નિકુંજ પરીખ, કાર્યપાલક ઇજનેર જીએસઆરડીસી વિક્રમ ચૌધરી સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ - કૌશિક છાંયા

આ પણ વાંચો - Rajkot : પુરુષોત્તમ રૂપાલા-વજુભાઈ વાળાએ પાર્ટીના કાર્યકર્તાઓ વિશે જાણો શું કહ્યું ?

આ પણ વાંચો - Arjun Modhwadia Exclusive Interview : ભાજપનો ખેસ પહેર્યા બાદ અર્જુન મોઢવાડિયાનું સૌથી પહેલું ઈન્ટરવ્યુ

આ પણ વાંચો - Gujarat Congress : વધુ એક નેતાએ પાર્ટીને કહ્યું ‘રામ રામ’, કોંગ્રેસના આ દિગ્ગજ નેતાએ આપ્યું રાજીનામું

Tags :
Advertisement

.