Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

CM ભુપેન્દ્ર પટેલે રાજ્યમાં બાળ આરોગ્ય સંભાળ અને સ્વાસ્થ્ય અંગે લીધો આ મહત્વપૂર્ણ નિર્ણય

CM ભુપેન્દ્ર પટેલ : મુખ્યમંત્રીએ રાજયમાં જે બાળકોને સરકાર તરફથી એકવાર વિનામુલ્યે કોકલિયર ઇમ્પ્લાન્ટ કરવામાં આવે છે, તેવા બાળકોને બીજા કોકલીયર ઇમ્પ્લાન્ટ પ્રોસેસર માટે  અગાઉ ૫૦ ટકા પ્રમાણે આપવાના થતા ફાળાને બદલે હવે લાભાર્થી પાસેથી માત્ર ૧૦% ફાળો લેવાનો નિર્ણય...
cm ભુપેન્દ્ર પટેલે રાજ્યમાં બાળ આરોગ્ય સંભાળ અને સ્વાસ્થ્ય અંગે લીધો આ મહત્વપૂર્ણ નિર્ણય

CM ભુપેન્દ્ર પટેલ : મુખ્યમંત્રીએ રાજયમાં જે બાળકોને સરકાર તરફથી એકવાર વિનામુલ્યે કોકલિયર ઇમ્પ્લાન્ટ કરવામાં આવે છે, તેવા બાળકોને બીજા કોકલીયર ઇમ્પ્લાન્ટ પ્રોસેસર માટે  અગાઉ ૫૦ ટકા પ્રમાણે આપવાના થતા ફાળાને બદલે હવે લાભાર્થી પાસેથી માત્ર ૧૦% ફાળો લેવાનો નિર્ણય કર્યો છે. જેથી વાલીઓ બાળકને અગાઉ આપવામાં આવેલ કોકલીયર મશીનની કાળજી વ્યવસ્થિત લેશે.

Advertisement

એટલું જ  નહિ, જે કિસ્સાઓમાં લાભાર્થીઓએ સરકારી સહાય વગર પોતાના ખર્ચે કોકલિયર ઇમ્પ્લાન્ટ કરાવેલું  હશે તેમાંથી ચાર લાખ રૂપિયાથી ઓછી આવક ધરાવતા લાભાર્થીઓને એક વાર કોકલીયર ઇમ્પ્લાન્ટ પ્રોસેસર માટે હવે લાભાર્થી પાસેથી ૧૦ ટકા ફાળો લેવાની જોગવાઇ કરવામાં આવી છે. સુપર સ્પેશિયાલીટી સારવાર  માટે અમદાવાદ ખાતે રીફર થતા શાળા 3 આરોગ્ય કાર્યક્રમના તમામ લાભાર્થીઓને  તેમના રહેઠાણથી આરોગ્ય સંસ્થા સુધીનુ જવા આવવાનું મુસાફરી ભથ્થુ એસ.ટી.ના ભાવ મુજબ મળશે તેવો પણ નિર્ણય મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કર્યો છે.

Advertisement

રાજ્યમાં શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત કોકલિયર ઇમ્પલાંટ ઓપરેશનનો અંદાજિત ખર્ચ  7 લાખ રૂપિયા જેટલો થાય છે. રાજ્ય સરકારે અત્યાર સુધીમાં 3061 કોકલિયર ઇમ્પલાંટ ઓપરેશન માટે  214 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. રાજ્યમાં હાલ લગભગ 200 બાળકોને  કોકલિયર ઇમ્પલાંટ પ્રોસેસર ની જરૂરિયાત છે. આવા એક પ્રોસેસર ની અંદાજિત કિંમત 3 લાખ રૂપિયા થાય છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના આ બાળઆરોગ્ય હિતલક્ષી નિર્ણયને પરિણામે આવા બાળકોને માત્ર 10 ટકા ફાળામાં આ કોકલિયર ઇમ્પલાંટ પ્રોસેસરનો સેવા લાભ મળતો થશે.

અહેવાલ - સંજય જોષી 

Advertisement

આ પણ વાંચો : CHHOTA UDEPUR : બોડેલી ખાતે નવીન ડેપો-વર્કશોપનો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો

Tags :
Advertisement

.