Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Chhotaudepur : મતદાર જાગૃતિ માટે મહિલાઓએ અપનાવ્યો અનોખો રસ્તો

Women Voter Awareness Campaign in Chhotaudepur : છોટાઉદેપુર જિલ્લા (Chotaudepur district) માં આગામી 7 મે 2024 ના રોજ મતદાન  થવાનું છે. આ ચૂંટણી (Election) માં વધુમાં વધુ મતદાન થાય તથા મહિલા મતદારો (Voters) ની ભાગીદારી વધે તે માટે જિલ્લા ચૂંટણી...
chhotaudepur   મતદાર જાગૃતિ માટે મહિલાઓએ અપનાવ્યો અનોખો રસ્તો

Women Voter Awareness Campaign in Chhotaudepur : છોટાઉદેપુર જિલ્લા (Chotaudepur district) માં આગામી 7 મે 2024 ના રોજ મતદાન  થવાનું છે. આ ચૂંટણી (Election) માં વધુમાં વધુ મતદાન થાય તથા મહિલા મતદારો (Voters) ની ભાગીદારી વધે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી (District Election Officer) અને જિલ્લા કલેકટર અનિલ ધામેલિયા (District Collector Anil Dhamelia) ના માર્ગદર્શન હેઠળ સ્વીપ અને ટર્ન આઉટ ઈમ્પલિમેન્ટેશન પ્લાન (Implementation Plan) અંતર્ગત જિલ્લામાં વિવિધ મતદાન જાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

Advertisement

Women Voter Awareness Campaign in Chhotaudepur

Women Voter Awareness Campaign in Chhotaudepur

સામુહિક મહેંદી કાર્યક્રમો યોજવામાં આવ્યા

જિલ્લામાં મહિલા મતદારોની ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે જિલ્લાભરમાં સામુહિક મહેંદી કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જે અન્વયે એકલવ્ય મોડેલ રેસીડેન્સી સ્કૂલ, કવાંટ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલા મતદારોએ સહભાગી બનીને હાથોમાં મતદાન કરવા માટે અનુરોધ કરતી મહેંદી મૂકીને અચુક મતદાન કરવાનો સંદેશો પાઠવ્યો હતો.

Advertisement

Women Voter Awareness Campaign

મતદાન જાગૃતિ રેલી યોજાઈ

મહિલાઓએ 'અચૂક મતદાન કરીએ', 'મારો મત મારો અધિકાર', 'વોટ કરો શાનથી', 'આવી ગયો અવસર લોકશાહીનો', 'વોટ ફોર બેટર ઇન્ડિયા', 'વટથી મતદાન કરો' જેવા વિવિધ સૂત્રોની અવનવી મહેંદી મૂકીને અનોખી રીતે મતદાન જાગૃત્તિ કાર્યક્રમમાં પોતાનો સહયોગ આપ્યો હતો. આ તકે મતદાન જાગૃતિ રેલી પણ યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં મહિલા મતદારોએ જોડાઈને મતદાન જાગૃતિના સૂત્રોચ્ચાર સાથે વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પ્રોગ્રામ ઓફિસર આઈ.સી.ડી.એસ., આંગણવાડી બહેનો તથા મોટી સંખ્યામાં મહિલા મતદારો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

અહેવાલ - તૌફિક શૈખ

આ પણ વાંચો - Bharuch : જાહેર માર્ગ પર બેદરકારીની પરાકાષ્ઠા, બાળકનો આ વીડિયો થયો વાયરલ

આ પણ વાંચો - RAJKOT માં કેસર કેરીની હરાજીનો પ્રારંભ, આ વર્ષે તમે કેરી ખાઇ શકશો કે નહી જાણો

Tags :
Advertisement

.