Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

CHHOTA UDEPUR : જિલ્લા સેવા સદન ખાતે જનસેવા કેન્દ્ર સહિત તાલુકાના જનસેવા કેન્દ્રને આજે સવારથી તાળા લાગેલા જોવા મળ્યા

અહેવાલ - તોફિક શેખ, છોટા ઉદેપુર   છોટાઉદેપુર જિલ્લો એ આદિવાસી બાહુલ્ય વસ્તી ધરાવતો વિસ્તાર છે.  સરકાર દ્વારા દરેક જન સુધી વિકાસના કાર્યો પહોંચે તે બાબતના સૂત્રોની સાથે જન કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે.  તેના માટે જરૂરી દસ્તાવેજોની નકલ કઢાવવાની...
05:30 PM Nov 01, 2023 IST | Harsh Bhatt
અહેવાલ - તોફિક શેખ, છોટા ઉદેપુર  
છોટાઉદેપુર જિલ્લો એ આદિવાસી બાહુલ્ય વસ્તી ધરાવતો વિસ્તાર છે.  સરકાર દ્વારા દરેક જન સુધી વિકાસના કાર્યો પહોંચે તે બાબતના સૂત્રોની સાથે જન કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે.  તેના માટે જરૂરી દસ્તાવેજોની નકલ કઢાવવાની સુગમતા રહે તે માટે દરેક તાલુકા કક્ષાએ જન સેવા કેન્દ્રને સ્થાપીત કરવામાં આવ્યા છે.
પ્રજાને આવ્યા યાતનાઓ ભોગવવાના વારા
પરંતુ ક્યાંક ને ક્યાંક તેની અમલવારીના દેખીતા અભાવ વચ્ચે પ્રજાને અનેક યાતનાઓ ભોગવવાના વારા આવે છે. તેવો જ એક કિસ્સો છોટાઉદેપુર જિલ્લા સેવા સદન ખાતે આવેલ જનસેવા કેન્દ્રમાં આજરોજ જોવા મળી આવ્યો હતો. સરકારી તેમજ દરબારી કામો માટે નાના-મોટા દસ્તાવેજી પુરાવા માટે છોટાઉદેપુર જનસેવા કેન્દ્ર ખાતે વિસ્તારની પ્રજા આવી હતી.  ત્યારે આજરોજ સવારથી છોટાઉદેપુર જિલ્લા સેવા સદન ખાતે આવેલ જનસેવા કેન્દ્રમાં તાળા લટકતા જોવા મળ્યા હતા.
કર્મચારીઓ દ્વારા કામગીરી નહીં કરાતા પ્રજાજનોને યાતનાઓમાંથી પસાર થવાના વારા આવ્યા હતા અને સમય તેમજ આર્થિક નુકસાન સહી પોતાના ઘરે પરત થવાના વારા સૌને આવ્યા હતા. અત્રે ખાસ ઉલ્લેખનીય એ છે કે જિલ્લામાં નકલી સરકારી ઓફિસની સહી હજી સુકાઈ નથી ત્યાં તો છોટાઉદેપુર જિલ્લા સેવા સદનની ઓરીજનલ સરકારી કચેરીને તાળા લાગેલી ઘટના સામે આવી રહી છે.
જો કે આ બાબતે છોટાઉદેપુર મામલતદાર આર આર ભાભોરને પૂછતા જણાવેલ કે એજન્સીના ટેન્ડરની મુદત પૂર્ણ થઈ છે. એજન્સી દ્વારા ૨૧-૧૦  ના રોજ લેટર દ્વારા જાણ કરાઈ હતી કે તેઓ દ્વારા ૧-૧૧ થી કામગીરી નહીં કરે, પરંતુ દર વખતે ટેન્ડર રીન્યુ  કરી આપવામાં આવે છે. સત્વરે કામગીરી શરૂ થાય તેવા પ્રયત્નો અમે કરીશું.
આ પણ વાંચો -- વેરા વધારો તેમજ આકારણી મુદ્દે આજે બરવાળા શહેર સંપૂર્ણ બંધ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
Chhota UdepurDistrictGUJARAT GOVERMENTGujarat NewsJILLA SEVA SADANTALUKA SEVA SADAN
Next Article