Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

તાલુકા સેવા સદન પાન મસાલાની પિચકારીથી લાલ થયું, ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય

મોરબી તાલુકા સેવાસદનની કચેરીઓના બારણાં પાનમાવાની પિચકારીથી લાલચોળ થયા તેમજ સ્વચ્છતાની મોટી મોટી વાતો વચ્ચે મોરબી તાલુકા સેવાસદનમાં સફાઈ નામે મીંડું જોવા મળી રહ્યું છે .ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પાન મસાલા ખાતા લોકોની સંખ્યા વધારે છે ત્યારે રોડ રસ્તા પર પાન માવાની પિચકારીઓના નિશાન જોવા મળવા એ સામાન્ય વાત છે પરંતુ સરકારી કચેરીઓમાં પણ આ દ્રશ્યો જોવા મળે એ થોડી નવાઈ à
તાલુકા સેવા સદન પાન મસાલાની પિચકારીથી લાલ થયું  ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય
મોરબી તાલુકા સેવાસદનની કચેરીઓના બારણાં પાનમાવાની પિચકારીથી લાલચોળ થયા તેમજ સ્વચ્છતાની મોટી મોટી વાતો વચ્ચે મોરબી તાલુકા સેવાસદનમાં સફાઈ નામે મીંડું જોવા મળી રહ્યું છે .ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પાન મસાલા ખાતા લોકોની સંખ્યા વધારે છે ત્યારે રોડ રસ્તા પર પાન માવાની પિચકારીઓના નિશાન જોવા મળવા એ સામાન્ય વાત છે પરંતુ સરકારી કચેરીઓમાં પણ આ દ્રશ્યો જોવા મળે એ થોડી નવાઈ ની વાત લાગી રહી છે કેમ કે સરકારી કચેરીના બારણાઓ અરજદારોનું પિચકારીના લાલચોળ નિશાન સાથે સ્વાગત કરે છે તેમજ જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગ જોવા મળી રહ્યા છે
ત્યારે બીજી  તરફ પ્લાસ્ટિક સહિતના કચરાને એકઠો કરી ને તાલુકા સેવા સદનના કમ્પાઉન્ડમાં જ સળગાવવામાં આવી રહ્યો છે અને ઢોર પણ આ કચરો ખાઈ રહ્યા છે.તેમજ કચેરીમાં આવતા વૃદ્ધો તેમજ ગર્ભવતી સ્ત્રીઓ માટે બેસવાની પણ પૂરતી વ્યવસ્થા ઉપલબ્ધ નથી.
મોરબી જિલ્લો બન્યો એ પેહલા લાલબાગ ખાતે આવેલ સેવા સદન થી દરેક કામગીરી થતી હતી તમામ અધિકારીઓ પણ ત્યાં બેસતા હતા તેમજ બહારથી કોઈ કામ કે વિઝીટ પર ઉચ્ચ અધિકારીઓ આવતા હતા પરન્તુ સો ઓરડી પાસે નવું જિલ્લા સેવા સદન બનતા મોટા ભાગની કચેરીઓ ત્યાં કાર્યરત થઈ છે અને તાલુકા સેવા સદનમાં ઉચ્ચ અધિકારીઓ નું આવન જાવન ઓછું થઈ ગયું છે જેથી તાલુકા સેવા સદન જાણે ઘણી ધોરી વગરનું થઈ ગયું હોય એવા દ્રશ્યો જોવા મળે છે 
તાલુકા સેવા સદનમાં આવેલ કચેરીઓના મોટા ભાગના બારણાંઓ પાન ની પિચકારી થી લાલચોળ થઈ ગયા છે તેમજ બારીઓ માં પણ ઢગલાબંધ ગંદકી જોવા મળી રહી છે અરજદારો ને પાણી પીવા માટે રાખવામાં આવેલ કુલર પણ બંધ જોવા મળી રહયા છે ત્યારે હવે મોરબી તાલુકા સેવાસદન માં જાવ તો કોઈ વર્ષો જૂની અવાવરું હવેલી માં ગયા હોય એવો આભાસ અરજદારો ને થઈ રહ્યો છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.