Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

BSF એ કચ્છની રણ સીમાએ પાકિસ્તાનના સિયાલકોટના ઘૂસણખોરને ઝડપ્યો

BSF એ કચ્છની રણ સીમાએ ફેન્સીંગ ક્રોસ કરી ભારતમાં ઘુસી રહેલા પાકિસ્તાનના સિયાલકોટના અફઝલ નામના પાકિસ્તાની ઘૂસણખોરને ઝડપી લીધો હતો. પ્રાથમિક તપાસ દરમિયાન તેની પાસેથી કોઈ જોખમી કે શંકાસ્પદ વસ્તુઓ મળી નથી. સીમા સુરક્ષા દળ દ્વારા પકડી લીધા બાદ અફઝલે...
bsf એ કચ્છની રણ સીમાએ પાકિસ્તાનના સિયાલકોટના ઘૂસણખોરને ઝડપ્યો

BSF એ કચ્છની રણ સીમાએ ફેન્સીંગ ક્રોસ કરી ભારતમાં ઘુસી રહેલા પાકિસ્તાનના સિયાલકોટના અફઝલ નામના પાકિસ્તાની ઘૂસણખોરને ઝડપી લીધો હતો. પ્રાથમિક તપાસ દરમિયાન તેની પાસેથી કોઈ જોખમી કે શંકાસ્પદ વસ્તુઓ મળી નથી. સીમા સુરક્ષા દળ દ્વારા પકડી લીધા બાદ અફઝલે તેમની પાસે પાણી અને સિગારેટની માંગણી કરી હતી. જે જગાએથી અફઝલને દબોચી લેવામાં આવ્યો છે તે બોર્ડર પિલર નંબર 1125 ની નજીક પાકિસ્તાનનું મીઠાઈ નામનું ગામ આવેલું છે. જો કે પ્રારંભિક પૂછપરછમાં તે સિલકોટનો વતની હોવાની કબૂલાત તેણે કરી છે.

Advertisement

BSF દ્વારા પાકિસ્તાની ઘૂસણખોર અફઝલને પકડી લેવામાં આવ્યો

જે જગ્યાએથી BSF દ્વારા પાકિસ્તાની ઘૂસણખોર અફઝલને પકડી લેવામાં આવ્યો છે ત્યાંથી પાકિસ્તાનનું અલીબંદર નામની જગ્યા માત્ર 18 કિલોમીટર દૂર આવેલી છે. ત્રીસ વર્ષના આ પાકિસ્તાની ઘૂસણખોર પાસેથી હાલ કોઈ શંકાસ્પદ કે જોખમી સામગ્રી મળી નથી. છતાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેની સઘન તલાસી અને પૂછપરછ કરવામાં આવી રહી છે.

છ એક મહિના પછી કચ્છમાં બોર્ડર ક્રોસિંગની ઘટના સામે આવી

ઉલ્લેખનીય છે કે, લગભગ છ એક મહિના પછી કચ્છમાં બોર્ડર ક્રોસિંગની આ ઘટના સામે આવી છે. અગાઉ જાન્યુઆરી,2024 માં બોર્ડર પિલર નંબર 1137થી એક ઘૂસણખોર ઝડપાયો હતો. કચ્છના, ખાસ કરીને ગુજરાતના દરિયા કિનારાઓથી જે રીતે છેલ્લા કેટલાય દિવસથી ડ્રગ્સના પેકેટ પકડાઈ રહ્યા છે તેવામાં ઘૂસણખોરીની આ ઘટના સાથે તેનો કોઈ સંબંધ છે કે કે તે દિશામાં પણ BSF ની ઇન્ટેલ એજન્સી તપાસ કરી રહી છે.પાસેથી કોઈ જોખમી કે શંકાસ્પદ વસ્તુઓ મળી નથી. સીમા સુરક્ષા દળ દ્વારા પકડી લીધા બાદ અફઝલે તેમની પાસે પાણી અને સિગારેટની માંગણી કરી હતી. જે જગાએથી અફઝલ ને દબોચી લેવામાં આવ્યો છે તે બોર્ડર પિલર નંબર 1125 ની નજીક પાકિસ્તાનનું મીઠાઈ નામનું ગામ આવેલું છે.

Advertisement

જો કે પ્રારંભિક પૂછપરછમાં તે સિલકોટનો વતની હોવાની કબૂલાત તેણે કરી

જે જગ્યાએથી બોર્ડર સિક્યોરિટી ફોર્સ દ્વારા પાકિસ્તાની ઘૂસણખોર અફઝલને પકડી લેવામાં આવ્યો છે ત્યાંથી પાકિસ્તાનનું અલીબંદર નામની જગ્યા માત્ર 18 કિલોમીટર દૂર આવેલી છે. ત્રીસ વર્ષના આ પાકિસ્તાની ઘૂસણખોર પાસેથી હાલ કોઈ શંકાસ્પદ કે જોખમી સામગ્રી મળી નથી. છતાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેની સઘન તલાસી અને પૂછપરછ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, લગભગ છએક મહિના પછી કચ્છમાં બોર્ડર ક્રોસિંગની આ ઘટના સામે આવી છે. અગાઉ જાન્યુઆરી,2024 માં બોર્ડર પિલર નંબર 1137થી એક ઘૂસણખોર ઝડપાયો હતો. વધુ તપાસ માટે પોલીસને સોંપવામાં આવશે.

અહેવાલ : કૌશિક છાંયા

Advertisement

આ પણ વાંચો : VADODARA : કચરાની ગાડીમાંથી લીકેજની તપાસમાં નવી જ વાત સામે આવી

Tags :
Advertisement

.