Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bhuj: પોલીસ સ્ટેશનના બાથરૂમમાં યુવકે કર્યો આપઘાત

માનકુવા પોલીસ સ્ટેશનમાં યુવકનો ગળેફાંસો ખાઈ આપઘાત પોલીસ મથકે પરિવારજનો સાથે પોલીસનો સંઘર્ષ મૃતદેહ પરિવારજનોએ ન સ્વીકાર્યો Bhuj:ભુજ (Bhuj)તાલુકાના માનકુવા પોલીસ સ્ટેશન(police station)ની અંદર જ આપધાતનો (suicide)બનાવ સામે આવતા ભારે ચકચાર સર્જાઇ છે. બનાવ માનકુવા પોલીસ મથકે આજે સવારે...
bhuj  પોલીસ સ્ટેશનના બાથરૂમમાં યુવકે કર્યો આપઘાત
Advertisement
  1. માનકુવા પોલીસ સ્ટેશનમાં યુવકનો ગળેફાંસો ખાઈ આપઘાત
  2. પોલીસ મથકે પરિવારજનો સાથે પોલીસનો સંઘર્ષ
  3. મૃતદેહ પરિવારજનોએ ન સ્વીકાર્યો

Bhuj:ભુજ (Bhuj)તાલુકાના માનકુવા પોલીસ સ્ટેશન(police station)ની અંદર જ આપધાતનો (suicide)બનાવ સામે આવતા ભારે ચકચાર સર્જાઇ છે. બનાવ માનકુવા પોલીસ મથકે આજે સવારે બન્યો હતો મુળ મુન્દ્રાના ટપ્પર ગામના 35 વર્ષીય યુવાનને બે કોલી સમાજના લોકો ઘરમાં ધુસી જવાની ફરીયાદ સાથે પોલીસ મથકે લાવ્યા હતા પરંતુ તે દરમ્યાન યુવકે પોલીસ મથકના બાથરૂમમાં આપધાત કરી લેતા ભારે ચકચાર સર્જાઇ છે. અને સમાજ-પરિવારના લોકો વચ્ચે ધર્ષણ પણ  થયું હતું.

પરિવારે મૃતદેહ  સ્વીકારવાનો કર્યો ઇન્કાર

માનકુવા પોલીસ મથકના બાથરૂમમા એક યુવાનના આપધાતે સમગ્ર પોલીસ બેડામાં ચકચાર સર્જી છે. યુવક વેલાજી કાસમ કોલીને શનિવારે સવારે માનકુવાના અશોક કોલી,હરજી કોલી પોલીસ મથકે લાવ્યા હતા. જો કે પોલીસ કોઇ કાર્યવાહી કે તપાસ કરે તે પહેલા જ સવારે 9 વાગ્યાના અરસામાં યુવક બાથરૂમ જવાનુ કહી ફુંવારામાં પોતાના ટીસર્ટ વડે લટકી ગયો હતો કઇક અજુગતુ થયુ હોવાની પામી જતા પોલીસે સમાજના લોકોને બોલાવી તપાસ કરતા યુવકે ગળફાંસો ખાઇ આપધાત કર્યો હોવાનુ સામે આવ્યુ હતુ જે બાદ પરિવારે આક્રદ સાથે પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા હતા એક સમયે મામલો ગરમ બનતા પોલીસને બળ પ્રયોગ કરવો પડ્યો હતો. જો કે પરિવારે લાશ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો.

Advertisement

મૃતદેહને પી.એમ માટે ખસેડ્યો

પોલીસ મથકની અંદર જ યુવકના આપધાતને પગલે પોલીસ બેડામાં દોડધામ મચી ગઇ હતી અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે માનકુવા પોલીસનો સ્ટાફ કાયદો વ્યવસ્થા જાળવવા સાથે તપાસમાં જોડાયુ હતુ પરિવાર લાશ ન સ્વીકારવાની ચિમકી સાથે વિરોધ કરતા એક સમયે ધર્ષણ સર્જાયુ હતુ અને પોલીસે કેટલાકની અટકાયત પણ કરી હતી અને મૃતદેહને પી.એમ માટે ખસેડ્યો હતો જ્યા પણ પરિવારે લાશ ન સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો જો કે પોલીસે આ સમગ્ર મામલે યુવક કસ્ટડીમા ન હોવાનુ કહી સમાજના આગેવાનો લાવ્યા હોવાનુ કહી સમગ્ર બનાવ અંગે માહિતી આપી હતી અને અકસ્માત મોતનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી

Advertisement

આ પણ  વાંચો-Ahmedabad:કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ અમદાવાદના પ્રવાસે

પોલીસની કામગીરી પર સવાલો ઊભા થયા

આત્મહત્યાના બનાવને લઇ સમાજ-પરિવારમાં રોષ જોવા મળી રહ્યો છે. ચોક્કસ યુવક પોલીસ કસ્ટડીમાં ન હતો પરંતુ પોલીસ સ્ટેશનની અંદર જ આપધાતના બનાવે ભારે ચકચાર સાથે પોલીસની કામગીરી પર સવાલો ઉભા કર્યા છે. ત્યારે જોવુ રહ્યુ કે પોલીસ તપાસમાં શુ ખુલે છે. અને પોલીસ કાર્યવાહી વચ્ચે પરિવાર મૃતદેહ સ્વીકારે છે. કે નહી બીજી તરફ ચર્ચા એવી પણ વહેતી થઈ છે કે યુવકને આત્મહત્યા કરવા પાછળનું સુ કારણ, તેને કોઈએ ધમકી આપી હતી કે કેમ તે તપાસનો વિષય બની જવા પામ્યો છે

આ પણ  વાંચો-Ex CM Vijay Rupani એ PM મોદી સાથે કરી મુલાકાત

રેકી કરનાર સામે ગુનો દાખલ કરો

બનાવ અંગેરાષ્ટ્રીય દલિત અધિકાર મંચના પ્રમુખ હિતેશભાઈ મહેશ્વરીના જણાવ્યા પ્રમાણે હતભાગી યુવક ઝરપરા અને ટપ્પર ગયો હતો તે સમયે તેની કોઈ અજાણ્યા ઈસમો રેકી કરતા હોવાનું જાણવા મળ્યું છે ત્યારે કોળી સમાજ અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા રેકી કરનાર ઈસમો સામે ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે .આજે રાત્રે 8.30 સુધી ભુજ( (Bhuj))ની જનરલ હોસ્પિટલમાં હતભાગી યુવકનો મૃતદેહ સ્વીકારવામાં આવ્યો ન હતો.

આ પણ  વાંચો- Bharuch: ધોરણ 12ની વિદ્યાર્થીની કોલકાતાની ઘટનાનું પુનરાવર્તન ગુજરાતમાં ન થાય તે માટે અનોખો આંદોલન છેડ્યું

પોલીસે યુવક પર કોઈ જ કાર્યવાહી કરી ન હતી

નાયબ પોલીસ અધિક્ષક બી.બી.ભગોરાના જણાવ્યા પ્રમાણે યુવકના આત્મહત્યા કેસમાં હાલમાં અકસ્માત મોતની નોંધ કરવામાં આવી છે.સવારે બે વ્યક્તિઓ યુવકને પોલીસ મથકે મૂકી ગયા હતા .આ સમયે પોલીસે યુવક સામે કોઈ કાર્યવાહી કરી ન હતી.યુવક બાંકડા પર બેઠો હતો અને તે બાથરૂમમાં જઈને ફાસો ખાઈ લીધો હતો.

અહેવાલ -કૌશિક છાંયા-કચ્છ 

Tags :
Advertisement

Related News

featured-img
Top News

Rajkot: ગોંડલ શહેર વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખે CMને લખ્યો પત્ર, પોલીસની કામગીરી ઉપર ઉઠાવ્યા સવાલ

featured-img
Top News

Bhavnagar : જેસર તાલુકાના ગ્રામ્યના વિસ્તારમાં વરસાદ, ઝરમર વરસાદ વરસતા વાતાવરણમાં પ્રસરી ઠંડક

featured-img
Top News

Ahmedabad: પડતર કેસોના નિકાલ અંગે ગુજરાત હાઈકોર્ટનો નવતર અભિગમ, જૂના ક્રિમિનલ કેસ પર શનિવારે પણ થશે સુનાવણી

featured-img
Top News

Gujarat rain : રાજયમાં વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

featured-img
ગુજરાત

Surat : મનરેગા કૌભાંડ મુદ્દે ધારાસભ્યની તપાસની માગ, 2500 કરોડથી વધુનુ કૌભાંડ બહાર આવી શકે છે: ચૈતર વસાવા

featured-img
Top News

VADODARA : પોલીસ કમિ. જોડે સંકલનની બેઠક મળી, ટ્રાફિક-પરમિશનના મુદ્દાઓ મુકાયા

×

Live Tv

Trending News

.

×