ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

48 ગુનાનો આરોપી Bhima Dula આખરે પોરબંદર પોલીસના સકંજામાં

હથિયારોનો મોટો જથ્થો જપ્ત કર્યો હોવાનું સામે આવ્યું Bhima Dula ને આજીવન કેદની સજા ફટકારી હતી Bhima Dula ની સામે કુલ 48 ગુના નોંધાયેલા છે Bhima Dula arrested in Porbandar : પોરબંદર પોલીસે કુખ્યાત ગેંગ લીડર Bhima Dula સાહિત...
09:16 PM Oct 18, 2024 IST | Aviraj Bagda
Infamous history-sheeter Bhima Dula arrested in Porbandar

Bhima Dula arrested in Porbandar : પોરબંદર પોલીસે કુખ્યાત ગેંગ લીડર Bhima Dula સાહિત ચાર આરોપીઓની ધરપકડ કરી છે. ત્યારે પોરબંદર જિલ્લાના બોરીચા ગામથી બખરલા ગામની આસપાસ એક વ્યક્તિને ઢોર માર મારીને તેને મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે આ મામલે પોલીસે કવાયત હાથ ધરી હતી. તેથી આજરોજ પોરબંદર પોલીસ આ તમામ આરોપીઓને હથિયારો સાથે ઝડપી પાડ્યા હતાં.

હથિયારોનો મોટો જથ્થો જપ્ત કર્યો હોવાનું સામે આવ્યું

તો આ અંગે બોરીચક ગામની પોલીસે ગુપ્ત રીતે આ ઓપરેશન પાર પાડ્યુ છે. ત્યારે પોલીસને Bhima Dula ની વાડીમાંથી પોલીસને 50 લાખ રૂપિયા રોકડા અને અનેક તિષ્ણ હથિયારો મળી આવ્યા છે. Bhima Dula ઓડેદરા સહિત ત્રણ શખ્સોની પોલીસે અટકાયત કરી તપાસ હાથ ધરી છે. જોકે પોલીસે વહેલી સવારે બોરીચા ગામે દરોડા પાડી મોટુ ઓપરેશન હાથ ધર્યુ હતું. જેમા પોલીસે લાખોની રોકડ રકમ અને જીવલેણ હથિયારોનો મોટો જથ્થો જપ્ત કર્યો હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: VADODARA : "મનમાની" કરતા પોણો ડઝન AAP કાર્યકરો સામે ફરિયાદ

Bhima Dula ને આજીવન કેદની સજા ફટકારી હતી

ગેંગ લીડર Bhima Dula એ રાણાવાવ-કુતિયાણાના પૂર્વ ધારાસભ્ય કરસન દુલા ઓડેદરાનો મોટો ભાઈ થાય છે. ભૂતકાળમાં તેણે આદિત્યાણા ગામે સંધી પિતા-પુત્રની હત્યા કરી હતી. અર્જુન મોઢવાડીયાના ચુસ્ત ટેકેદાર ગણાતા મુળું મોઢવાડીયાની પણ વર્ષ 2005 માં હત્યા કરી હતી. Bhima Dula અને તેમના સાથીઓએ આદિત્યાણા ગામના ઈસ્માઈલ અને તેના પુત્રની ભરબજારમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી હતી. તો 2004 માં કરાયેલી આ હત્યાનો ગુજરાત હાઈકોર્ટમાં 13 વર્ષ બાદ ચુકાદો આપ્યો હતો. ત્યારે Bhima Dula ને આજીવન કેદની સજા ફટકારી હતી.

Bhima Dula ની સામે કુલ 48 ગુના નોંધાયેલા છે

જોકે ત્યારે Bhima Dula એ નાસી ગયો હતો. જે બાદ તેને વોન્ટેડ જાહેર કરાયો હતો. ત્યારબાદ Bhima Dula એ આત્મસમર્પણ કર્યુ હતુ અને વર્ષો સુધી જેલમાં રહ્યો હતો. જેમા પોરબંદર કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. Bhima Dula એ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. તેની સામે હત્યા, મારામારી, ખનિજચોરી, હથિયાર એક્ટ, ટાડા, જમીન પચાવી પાડવા સહિત લોકોને શારીરિક માનસિક ત્રાસ આપવા સહિત કૂલ 48 ગુના નોંધાયેલા છે.

આ પણ વાંચો: VADODARA : મામલતદાર કચેરીના ધક્કાથી મુક્તિ અપાવતો "સેવા સેતુ"

Tags :
Bhima Dula arrested in PorbandarGujarat FirstGujarat NewsGujarat Trending NewsPORBANDAR CRIMEPorbandar Crime NewsPORBANDAR GANGSTER BHIMA DULAPORBANDAR LOCAL CRIME BRANCH TEAMPORBANDAR POLICE
Next Article