ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

BHARUCH : ફિલ્મી સ્ટાઇલમાં પોલીસને ચકમો આપી "તીસ માર ખાન" ફરાર

BHARUCH : ભરૂચ ( BHARUCH )  બી ડિવિઝન પોલીસ મથકની કસ્ટડીમાં NON BAILABLE વોરંટનો આરોપી હતો. જેને પીવાનું પાણી માંગી પોલીસકર્મીને ધક્કો મારી કસ્ટડીમાંથી ભાગી ગયો હોવાની માહિતી સામે આવતા સાંજના સમયે આ બાબતે પોલીસ મથકમાં ફોન કરી મીડિયાએ...
04:37 PM Apr 22, 2024 IST | Harsh Bhatt
BHARUCH : ભરૂચ ( BHARUCH )  બી ડિવિઝન પોલીસ મથકની કસ્ટડીમાં NON BAILABLE વોરંટનો આરોપી હતો. જેને પીવાનું પાણી માંગી પોલીસકર્મીને ધક્કો મારી કસ્ટડીમાંથી ભાગી ગયો હોવાની માહિતી સામે આવતા સાંજના સમયે આ બાબતે પોલીસ મથકમાં ફોન કરી મીડિયાએ પૂછતાં આવી કોઈ ઘટના નહિ તેમ કહી હાથ ઉંચા કર્યા હતા.જોકે સવાર થતા જ કસ્ટડીમાંથી આરોપી ભાગી ગયો હોવાની ફરિયાદ દાખલ થતા પોલીસની ફરજમાં ગંભીર બેદરકારી સામે આવી રહી છે.
ભરૂચ ( BHARUCH )  બી ડિવિઝન પોલીસની કસ્ટડીમાંથી NON BAILABLE વોરંટનો આરોપી વિજય સંજય વસાવા નાની ડુંગરી ઝુંપડપટ્ટીનાઓએ પીવાનું પાણી માંગ્યું હોય અને અમરતબેન કરશનભાઈનાઓએ લોકઅપ ખોલી આરોપીને પાણી આપવા જતા આરોપી વિજય વસાવા મહિલા પોલીસ કોન્સ્ટેબલ ધક્કો મારી બી ડિવિઝન પોલીસની કસ્ટડીમાંથી ભાગી ગયો હોવાની ફરિયાદ દાખલ થતા બી ડિવિઝન પોલીસની કસ્ટડીમાં રહેલા આરોપી ભાગી ગયો કે ભગાડી મુકવામાં આવ્યો તેવા સવાલો લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે.

એક જ દિવસમાં આરોપી પકડાયો અને એ જ દિવસે આરોપી ભાગી ગયો

BHARUCH બી ડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સુનિલભાઈ શાંતિલાલે ફરિયાદ નોંધાવી છે કે, 21-04-2024 ના રોજ બપોરના 12:30 કલાકે આરોપીને પકડયા બાદ કસ્ટડીમાં મુકવામાં આવ્યો હતો અને આરોપી વિજય વસાવાનાઓએ પીવાનું પાણી માંગતા પોલીસ સ્ટેશનના અમલદારે પાણી આપવા માટે લોકઅપ ખોલતા જ અમલદારને ધક્કો મારી આરોપી વિજય વસાવા ભાગી જવામાં સફળ રહ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે.
અહેવાલ : દિનેશ મકવાણા
આ પણ વાંચો : જેના વધારે બાળકો છે…PM મોદીની આ વાત પર કોંગ્રેસ કેમ ભડક્યું!
Tags :
B DIVISIONBharuchBHARUCH JAILBharuch PoliceGujarat PoliceJAIL ESCAPENON BAILABLEpolice stationRUN AWAY
Next Article