પૂર્વ સાંસદ અને અભિનેત્રી જયા પ્રદા સામે બિનજામીનપાત્ર વોરંટ જાહેર, જાણો શું છે સમગ્ર મામલો?
પૂર્વ સાંસદ અને અભિનેત્રી જયા પ્રદા સામે લોકસભા ચૂંટણી 2019 દરમિયાન આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા મામલે કેસ નોંધાયો હતો. આ કેસ હેઠળ અભિનેત્રી સામે પાંચમી વખત બિનજામીનપાત્ર વોરંટ ઇશ્યૂ કરવામાં આવ્યું છે. રામપુરથી એમપી-એમએલએ કોર્ટ (MP-MLA Court) દ્વારા જયા પ્રદાની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ઉપરાંત, તેમના જામીન લેનાર બંને જામીનદારો સામે પણ બિનજામીનપાત્ર વોરંટ ઈશ્યૂ કરવામાં આવ્યું છે. આગામી સુનાવણી 19 ડિસેમ્બરના રોજ યોજાશે.
રામપુરની એમપી-એમએલએ કોર્ટમાં આ મામલે 11 ડિસેમ્બરના રોજ સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં જયા પ્રદાના વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલોને કોર્ટે ફગાવી હતી અને બિનજામીનપાત્ર વોરંટ યથાવત રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો. અભિનેત્રી સામે લોકસભા ચૂંટણી-2019 દરમિયાન પોલીસ સ્ટેશન સ્વાર અને કેમરીમાં આચારસંહિતા ભંગનો કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં અત્યાર સુધી જયા પ્રધાનું નિવેદન નોંધવામાં આવ્યું નથી. કોર્ટ દ્વારા અભિનેત્રી સામે અગાઉ પણ ઘણી વખત બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યા હતા. પરંતુ, તેઓ કોર્ટમાં હાજર રહ્યા નથી.
#WATCH जया प्रदा के खिलाफ 2019 लोकसभा चुनाव के दौरान आचार संहिता के उल्लंघन के मामले में कई बार गैर ज़मानती वारंट जारी किए जा चुके हैं। परन्तु जया प्रदा अदालत में नहीं आई। आज जया प्रदा की तरफ से अधिवक्ता ने वारंट वापस लेने के लिए अदालत में आवेदन दिया था जिसे बहस के बाद खारिज कर… pic.twitter.com/rNE1pZokew
— ANI_HindiNews (@AHindinews) December 12, 2023
અત્યાર સુધીમાં 5મી વખત વોરંટ ઇશ્યૂ
જયા પ્રધા તરફથી વકીલ દ્વારા કોર્ટમાં વોરંટ પરત લેવા માટે અરજી કરવામાં આવી હતી, જેને ચર્ચા બાદ ફગાવી દેવામાં આવી હતી. કોર્ટે અભિનેત્રીની જામીન લેનારા બંને જામીનદારો સામે પણ બિનજામીનપાત્ર વોરંટ ઈશ્યૂ કર્યા છે. અત્યાર સુધીમાં અભિનેત્રી સામે 5 વખત બિનજામીનપાત્ર વોરંટ ઈશ્યૂ થયા છે. હવે આ કેસની આગામી સુનાવણી 19 ડિસેમ્બરે થશે.
આ પણ વાંચો - રાજસ્થાનમાં CM કોણ? આજે ઊઠશે રહસ્ય પરથી પડદો! MP, છત્તીસગઢની જેમ ચોંકાવશે BJP?