Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વ્યાજખોર દિનેશ સોલંકીનું નેહા ફાઇનાન્સનું લાઇસન્સ રદ કરવા વિધવાની લેખિતમાં રાવ

ભરૂચ (Bharuch) માં વ્યાજખોરના ત્રાસથી સંખ્યાબંધ લોકો પરેશાન હતા અને અંતે મારા પતિએ તો જીવ ગુમાવી દીધો અને પુત્ર એ જીવ ગુમાવવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે આવા વ્યાજખોરના લાઇસન્સ રદ (Cancellation of usurer's license) કરવા જરૂરી હોય અને કોઈ નિર્દોષ...
વ્યાજખોર દિનેશ સોલંકીનું નેહા ફાઇનાન્સનું લાઇસન્સ રદ કરવા વિધવાની લેખિતમાં રાવ

ભરૂચ (Bharuch) માં વ્યાજખોરના ત્રાસથી સંખ્યાબંધ લોકો પરેશાન હતા અને અંતે મારા પતિએ તો જીવ ગુમાવી દીધો અને પુત્ર એ જીવ ગુમાવવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે આવા વ્યાજખોરના લાઇસન્સ રદ (Cancellation of usurer's license) કરવા જરૂરી હોય અને કોઈ નિર્દોષ મહિલા (innocent woman) પોતાનો સુહાગ કે પોતાનો દીકરો ન ગુમાવે તે માટે દિનેશ સોલંકી (Dinesh Solanki) નું નેહા ફાઇનાન્સનું લાઇસન્સ રદ (cancel the license of Neha Finance) કરાવવા માટે તમામ પુરાવા સાથે જિલ્લાના ધીરધાર માં લેખિતમાં ફરિયાદ (Complaint in writing) આપી છે.

Advertisement

ભરૂચના ભીડભંજન ખાડી વિસ્તારમાં રહેતા દિનેશ વીરજી સોલંકી નેહા ફાઇનાન્સ નું લાઇસન્સ ધરાવતા હોય અને તે લાઇસન્સનો ગેરકાયદેસર ઉપયોગ કરતા હોવાના આક્ષેપ પતિ ગુમાવનાર વિધવા મહિલાએ કર્યા છે અને વિધવા મહિલાએ પોતાનો પતિ ગુમાવ્યા બાદ દીકરાએ પણ આપઘાતનો પ્રયાસ કરતા તેને સમયસર સારવાર અપાવી શકતા તેનું બચાવ થયો છે અને વિધવા મહિલાએ આખરે પોતાના પતિના ન્યાય માટે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી અને અંતે પોલીસે વ્યાજખોર દિનેશ સોલંકી સામે દુષ્પ્રેરણા અને ખંડણીનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી લીધી છે.

Advertisement

સમગ્ર પ્રકરણમાં વ્યાજખોર દિનેશ સોલંકી નો કોઈ અન્ય નિર્દોષ ભોગ ન બને તે માટે વિધવા મહિલાએ પોલીસને ફરિયાદ આપ્યા બાદ ભરૂચ જિલ્લા નાણાં ધીરધારમાં પણ લેખિતમાં પુરાવા સાથે રાવ નાખી છે. જેમાં તેની આક્ષેપ કર્યો છે કે દિનેશ વીરજી સોલંકી નેહા ફાઇનાન્સનું લાઇસન્સ ધરાવે છે. છતાં તેઓ ઊંચા વ્યાજે રૂપિયા પોતાના પર્સનલ એકાઉન્ટમાંથી દેવાદારોને આપી આપઘાતની દુષ્પ્રેરણા આપી રહ્યા છે. મેં મારો પતિ ગુમાવ્યો છે અને દીકરાને બચાવ્યો છે. પરંતુ ગેરકાયદેસર નેહા ફાઇનાન્સના લાયસન્સનો ઉપયોગ કરનારનું લાયસન્સ રદ કરવા માટે વિધવા મહિલાએ લેખિતમાં ફરિયાદ આપી છે. ત્યારે જોવું એ રહ્યું કે હવે જિલ્લા નાણાં ધીરધાર વિભાગ કેટલા સમયમાં નેહા ફાઇનાન્સનું લાઇસન્સ રદ કરે છે.

લાઇસન્સ ધારકને નોટીસ આપી તપાસ રિપોર્ટ તૈયાર કરાઈ રહ્યો છે : પી.બી કણકોટીયા

દિનેશ વીરજી સોલંકી નેહા ફાઇનાન્સ નું લાઇસન્સ ધરાવે છે અને તેનું લાઇસન્સ રદ કરાવવા માટે અગાઉ પણ ઘણી અરજીઓ આવી હતી. હાલમાં પણ એક વિધવા મહિલાની ફરિયાદ મળી છે. તેના અનુસંધાનમાં લાઇસન્સ ધારકને નોટિસ પાઠવી તપાસ રિપોર્ટ મંગાવવામાં આવી રહ્યો છે. અને આગામી દિવસોમાં લાઇસન્સ રદ કરવાની છે. કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું નાણાં ધીરધારના અધિકારી પી.બી કણકોટિયાએ ટેલીફોનિક વાતચીતમાં કહ્યું હતું.

Advertisement

અહેવાલ - દિનેશ મકવાણા

આ પણ વાંચો - Bharuch RSS Social Program: ભરૂચ સેવા સેવા સમન્વય સમિતિ દ્વારા પ્રબુદ્ધ નાગરિક ગોષ્ઠી યોજાઈ

આ પણ વાંચો - Ravindra Singh Bhati : રવિન્દ્રસિંહ ભાટીએ રૂપાલા વિવાદ અંગે કહ્યું- ટિકિટ આપવી પાર્ટીના હાથમાં પણ..!

Tags :
Advertisement

.