Bharuch: જંબુસરમાં નવયુગ વિદ્યાલયમાં થઈ બબાલ, આચાર્ય અને શિક્ષક વચ્ચે છૂટા હાથે મારામારી
- આચાર્ય હિતેન્દ્ર ઠાકોરે શિક્ષક રાજેન્દ્રસિંહ પરમારને માર્યો માર
- CCTV ફૂટેજ સામે આવતા ટ્રસ્ટીએ આચાર્યને કર્યો સસ્પેન્ડ
- આચાર્ય શિક્ષકને માર મારતો હોવાના CCTV ફૂટેજ વાયરલ
Bharuch: ભરૂચના જંબુસરમાં અત્યારે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શિક્ષકનું વર્તન વિદ્યાર્થીઓના ઘટતર માટે ખુબ જ મહત્વનું હોય છે. પરંતુ શિક્ષકો જ જો અંદરો અંદર ઝઘડતા રહેશે તો? જી હા, ભરૂચના જંબુસરમાં આવી જ એક ઘટના બની છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ભરૂચના જંબુસરમાં આચાર્ય અને શિક્ષક વચ્ચે પહેલા બબાલ થઈ અને ત્યારબાદ હાથાપાઈ પણ થઈ હતી. જેના સીસીટીવી વીડિયો પણ અત્યારે ખુબ જ વાયરલ થઈ રહ્યાં છે.
આ પણ વાંચો: Surat : એમ્બ્રોઇડરી ખાતામાં કામ કરી રહ્યો હતો યુવક, ચાલુ મશીને ઊભો થયો અને..!
આચાર્ય હિતેન્દ્ર ઠાકોરે શિક્ષક રાજેન્દ્રસિંહ પરમારને માર માર્યો
ભરૂચના જંબુસરમાં આવેલી નવયુગ વિદ્યાલયમાં શિક્ષક અને આચાર્ય વચ્ચે છુટ્ટા હાથની મારામારી બની હોવાનો વીડિયો અત્યારે સામે આવ્યો છે. મળતી વિગતો પ્રમાણે આચાર્ય હિતેન્દ્ર ઠાકોરે શિક્ષક રાજેન્દ્રસિંહ પરમારને માર માર્યો હતો. આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યાં છે. નોંધનીય છે કે, CCTV ફૂટેજ સામે આવ્યા બાદ શાળાના ટ્રસ્ટીએ આચાર્યને સસ્પેન્ડ કરી દીધા હોવાનું જાણવા મળ્યું છે. આચાર્ય હિતેન્દ્ર ઠાકોર શિક્ષકને માર મારતો હોવાના CCTV ફૂટેજ વાયરલ થયાં છે.
આ પણ વાંચો: VADODARA : દોઢ મહિનામાં બીજી વખત તસ્કરો ત્રાટકતા પરિવારમાં ચિંતા
પહેલા બોલાચાલી થઈ અને ત્યારે બાદ મામલો વિકારળ બન્યો
નોંધનીય છે કે, આ ઘટના અત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. શાળામાં શિક્ષક બાળકોને ભણાવવા માટે હોય છે કે, પછી મારામારી કરવા માટે? ભરૂચના જંબુસરની આ શાળામાં તો કંઈક વિપરિત જ થઈ રહ્યું છે. માત્ર રજા મંજૂર કરાવવા જેવી બાબતે પહેલા બોલાચાલી થઈ અને ત્યારે બાદ મામલો વધારે વિકારળ બન્યો અને બન્ને વચ્ચે મારામારી થઈ હતી. આ સમગ્ર ઘટના શાળાના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જેના આધારે શાળાના ટ્રષ્ટીએ આચાર્યને સસ્પેન્ડી કરી દીધા છે.
અહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ
Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો