Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

BHARUCH : ભારે વરસાદમાં તળાવો ફાટતા લોકોએ રસ્તા પર માછલી પકડી

રતન તળાવમાં ઉભરાઈ ઉઠ્યું, ઘેલાણી તળાવ ફાટતા આજુબાજુના સમગ્ર વિસ્તારમાં જળબંબાકાર ની સ્થિતિ ભરૂચની ઇન્દિરા નગર ઝુપડપટ્ટી ડૂબી, સમગ્ર ભરૂચની સોસાયટી વિસ્તારોમાં કમર સમા પાણી ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં પણ કમર સમા પાણી ભરાતા લોકોની ઘરવખરીને મોટું નુકસાન ભરૂચમાં અનેક...
bharuch   ભારે વરસાદમાં તળાવો ફાટતા લોકોએ રસ્તા પર માછલી પકડી
  1. રતન તળાવમાં ઉભરાઈ ઉઠ્યું, ઘેલાણી તળાવ ફાટતા આજુબાજુના સમગ્ર વિસ્તારમાં જળબંબાકાર ની સ્થિતિ
  2. ભરૂચની ઇન્દિરા નગર ઝુપડપટ્ટી ડૂબી, સમગ્ર ભરૂચની સોસાયટી વિસ્તારોમાં કમર સમા પાણી
  3. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં પણ કમર સમા પાણી ભરાતા લોકોની ઘરવખરીને મોટું નુકસાન
  4. ભરૂચમાં અનેક સ્થળોએ દીવાલો ધસી પરની મકાન ધસી પડવા વૃક્ષ ધસી પડવાની ઘટનાઓ

BHARUCH : ભરૂચ જિલ્લા (BHARUCH DISTRICT) માં ગત રાત્રી બાદ વહેલી સવારથી જ મેઘ મહેરનો ધમાકેદાર બેટિંગ રહેતા સમગ્ર ભરૂચ જિલ્લાને ધમરોળ્યું છે. જેના પગલે માત્ર સોસાયટી વિસ્તાર જ નહીં ઘણા સ્લમ વિસ્તારો પણ પાણીમાં ગળકાવ થઈ ગયા છે. જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થઈ ગયું છે. રતન તળાવ અને ઘેલાણી તળાવ ફાટતા જળચરો પણ રોડ ઉપર જોવા મળ્યા હતા. અને માછીમારો માછી મારીમાં મગ્ન જાહેર માર્ગો ઉપર જ બની ગયા હતા.

Advertisement

ઇન્દિરા નગર ઝુપડપટ્ટી પાણીમાં ગરકાવ

દક્ષિણ ગુજરાતને રેડ ઝોન એલર્ટ જાહેર કરાયું હતું. અને વહેલી સવારથી જ ઝરમરિયા વરસાદ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો અને ધમાકેદાર મેઘમહેર થતા સમગ્ર ભરૂચ જિલ્લો ધમરોડાયો હતો. સમગ્ર ભરૂચમાં ધોધમાર વરસાદના કારણે સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું હતું. સતત વરસાદ વરસવાના કારણે ભરૂચ ના સ્ટેશન રોડ ઉપર આવેલી ઇન્દિરા નગર ઝુપડપટ્ટી પણ પાણીમાં ગળકાવ થઈ ગઈ હતી. અને સંખ્યાબંધ પરિવારોએ પોતાનો જીવ અને ઘરવખરી બચાવવાના પ્રયાસો કર્યા હતા. ઇન્દિરા નગર ઝુપડપટ્ટી પાણીમાં ગળકાવ થઈ જતા લોકોના રેસ્ક્યુ માટે ભરૂચ નગરપાલિકાની ફાયરની ટીમ પણ સમયસર ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને સમગ્ર વિસ્તારમાં રહેલા લોકોને બહાર કાઢવાના પ્રયાસો કર્યા હતા. પોતાના મકાનો પાણીમાં ગરકાવ થતા નજરે જોનારાઓ એ પણ નગરપાલિકા ઉપર પાણીના નિકાલની કોઈ જ સમસ્યા ન કરી હોવાના આક્ષેપ સાથે રોષ ઠાલવ્યો હતો.

Advertisement

માછલીઓ પકડવા માટે મગ્ન બન્યા

સમગ્ર ભરૂચ શહેર ધમરોડાયું હતું. પણ એ સમગ્ર ભરૂચ જિલ્લો પાણી પાણી થઈ ગયો હતો ધોધમાર વરસાદના કારણે અનેક નદી નાળાઓ ઉભરાઈ ઊઠ્યા હતા. સમગ્ર ભરૂચમાં સૌથી મોટા બે તળાવ એટલે કે રતન તળાવ પણ ફાટ્યું હતું. અને સતત રતન તળાવમાં પાણીની આવક થવાના કારણે જીવ એટલે કે માછલીઓ પણ રોડ ઉપરથી પાણીના વહેણ સાથે પસાર થતી જોવા મળી હતી. ઘણા બાળકોએ માછલીઓ પકડવા માટે પણ મગ્ન બન્યા હતા. અને રતન તળાવ ગંદા પાણી સાથે જ દાંડિયા બજાર નજીકથી પસાર થઈ નર્મદામાં જઈ રહ્યું હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. અને દાંડિયા બજારમાં પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી.

Advertisement

દફનવિધિ માટે જતા લોકોને ભારે હાલાકી

ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં પણ ઘેલાણી તળાવ ફાટ્યું હતું. જેના પગલે તળાવના અને અન્ય પાણી લોકોના ઘરોમાં પડી ગયા હતા. સમગ્ર પાણી જાહેર માર્ગો અને ઇદગાહ દરગાહ સુધી આવી ગયા હતા. જેના પગલે જાહેર માર્ગો ઉપર વરસાદી પાણી સાથે તળાવના પાણી ઘૂંટણ સમા થઈ ગયા હતા. ઘણા વિસ્તારોમાં પાણીનો ભરાવો થતા જ તળાવમાં રહેલા માછલાઓ પણ બહાર આવી જતા માછીમારોએ પોતાની ઝાળ નાખી માછી મારી કરતા પણ જોવા મળ્યા હતા. ઘેલાણી તળાવ ફાટ્યો હોવાના કારણે કબ્રસ્તાનમાં દફનવિધિ માટે જતા લોકોને પણ ભારે હાલાકી પડી હતી. અને ઘેલાણી તળાવ સમગ્ર વિસ્તારમાં પાણી ભરાઈ જતા પોલીસ કાફલો પણ મૂકવામાં આવ્યો હતો. સમગ્ર વિસ્તારમાં પણ જળબંબાકાર ની સ્થિતિનું નિર્માણ થતાં સ્થાનિક રહીશો અને વાહન ચાલકો રાહદારીઓને પણ ભાડે હાલાકી ભોગવી પડી હતી. અને તળાવ ફાટતા છે પાણી બંબાખાના સુધી જોવા મળ્યું હતું.

લોકો ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા

ભરૂચના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. ઝાડેશ્વરની પણ અનેક સોસાયટીઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ હતી અને લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા. ઝાડેશ્વરના બસ સ્ટેન્ડ થી માંડી આજુબાજુની તમામ સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે લોકોને ભારે હાલાકી ભોગવી પડી હતી સમગ્ર વિસ્તારમાં વરસાદી પાણીનો ભરઆવો સર્જાતા વાહન ચાલકો થી માંડી રાહદારીઓને પણ ભારે હાલાકી પડી હતી. સંખ્યાબંધ સોસાયટીમાં જળબંબાકારની સ્થિતિના પગલે લોકો ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા હતા. વરસાદી પાણીનો ભરાવો થવા અને નિકાલની કોઈ સમસ્યા ન હોવાના કારણે ગામના સોસાયટીના રહીશોએ પણ સોસાયટીના પ્રવેશ દ્વાર ઉપર વરસતા વરસાદમાં પણ સૂત્રોચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યો હતો ભરૂચ ના અયોધ્યા નગર સોસાયટીમાં પણ લોકોના ઘરોમાં પાણી ફરી ભર્યા હતા. અને લોકોને ભારે હાલાકી ભોગવી પડી હતી. આ વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો સર્જાતા લોકોને પણ ભારે પરેશાની નો સામનો કરવો પડ્યો હતો. આ વિસ્તારમાં પણ કાયમી વરસાદી પાણી ભરાવાની સમસ્યા રહી હોવાના આક્ષેપો પણ કર્યા છે.

બંગલાઓમાં પણ પાણી ફરી વળ્યા

ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં પણ આરઝુ સોસાયટીથી માંડી સમગ્ર વિસ્તારની અન્ય સોસાયટીઓમાં પણ કમરસમા પાણી ભરાઈ ગયા હતા. સમગ્ર વિસ્તારમાં કમળ સમા પાણી બ્રીજના કારણે ભરાયા હોવાના આક્ષેપ સાથે રહીશોએ પણ ભારે રોજ ઠાલવ્યો હતો. બ્રિજના કારણે બ્રિજ ની જગ્યા ઊંચાઈવાળી અને સોસાયટીની થતા પાણી ભરાયા હોય જેના કારણે લાખો કરોડો રૂપિયાના બંગલાઓમાં પણ પાણી ફરી વળ્યા હતા.જેના કારણે સ્થાનિક રહીશોએ પણ આવતીકાલે ભરૂચ દહેજ વચ્ચેથી પસાર થતી ગાડીઓ અને વાહનોને રોકી રસ્તા રોક આંદોલન કરવાની ચીમકી આપી દીધી છે. વરસાદી પાણી સોસાયટી વિસ્તારોમાં તંત્રની લાપરવાહીના કારણે ભરાઈ રહેતા હોવાના આક્ષેપ પણ કરવામાં આવી ગયા છે.

પાણી જાહેર માર્ગો પર પહોંચી ગયા

અંકલેશ્વર પંથકમાં પણ આમલા ખાડી ફાટી હતી જેના કારણે જળબંબાકાર ની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સમગ્ર વિસ્તારમાં નવા નિર આવ્યા હતા આમલા ખાડીમાં પણ સતત પાણીની આવક થવાના કારણે ઘણા જાહેર માર્ગો ઉપર વરસાદી પાણી ભરાયા હતા. સાથે આમલા ખાડી ઉઠતા તેના પાણી પણ જાહેર માર્ગો પર પહોંચી ગયા હતા. જેના કારણે ઘણા વિસ્તારોના માર્ગો પણ બંધ કરવાની ફરજ પડી હતી. સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થતાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.

સમસ્યા કાયમી હોવાના આક્ષેપો

અંકલેશ્વર પંથકમાં ધોધમાર વરસાદના કારણે સમગ્ર વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો સર્જાયો હતો. સહિત અન્ય વિસ્તારોમાં પણ વરસાદી પાણી લોકોના ઘરોમાં ફરી મળ્યા હતા. જેના કારણે લોકોને ભારે હાલાકી પડી હતી. વરસાદી પાણી ભરાતા લોકો ઘરમાં પુરાઈ રહ્યા હતા. અને તંત્ર સામે પણ ગંભીર આક્ષેપ સાથે આક્રોશ વ્યક્ત કરતો જોવા મળ્યા હતા. સમગ્ર વિસ્તારમાં વરસાદ પાણીની સમસ્યા કાયમી રહી હોવાના પણ આક્ષેપો થઈ ગયા છે. પરંતુ એક સાથે ૬ ઇંચ જેટલો વરસાદ વરસતા સમગ્ર જિલ્લામાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે.

આમલા ખાડી બે કાંઠે વહેતી થઈ

અંકલેશ્વર પંથકના પીરમણની ગામની નજીકમાં આવેલી આમલા ખાડીમાં પણ સતત પાણીની આવક થવાના કારણે આમલા ખાડી પણ ઓવર ફ્લો થઈ હતી. અને સમગ્ર નવા નીર આવતા આમલા ખાડી પણ બે કાંઠે વહેતી થઈ હતી. અને આ પાણીના વહેણમાં સંખ્યાબંધ ભેંસો તણાઈ રહી હોવાના ચોકાવનારા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. જેના કારણે પશુપાલકોને પણ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

પશુપાલકોને મોટું નુકસાન

અંકલેશ્વરની આમલા ખાડીમાં સતત પાણીની આવક થવાના કારણે તથા અમરાવતી નદી પણ ઓવર ફ્લો થઈ હતી. જેના પગલે સતત સમગ્ર વિસ્તારમાં જળબંબાકાર ની સ્થિતિ વચ્ચે અમરાવતી નદીમાં પણ ઘણા ઘોડાઓ તણાયા હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. કોઈ તબેલામાંથી ઘોડા હોવાના કારણે પશુપાલકોને પણ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હોવાનું માનવામાં આવે છે. એક ઘોડાની કિંમત એક લાખ રૂપિયા ગણવામાં આવે તો પણ વાયરલ વીડિયોમાં આઠ જેટલા ઘોડાઓ તળાવ હોવાના દ્રશ્યો જોવા મળી ગયા છે. જેના કારણે પશુપાલકોને પણ લાખોનું નુકસાન થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

સવારે 06:00 થી 4:00 વાગ્યા સુધીના વરસાદના આંકડા

  1. જંબુસર 89 મી.મી
  2. આમોદ 65 મી.મી
  3. વાગરા 113 મી.મી
  4. ભરૂચ 181મી.મી
  5. ઝઘડિયા 133 મી.મી
  6. અંકલેશ્વર 130 મી.મી
  7. હાસોટ 127 મી.મી
  8. વાલીયા 97 મી.મી
  9. નેત્રંગ 76 મી.મી

સવારથી જ મેઘમહેર રહેતા શૈક્ષણિક શાળાઓમાં રજા જાહેર કરાઈ

ભરૂચ જિલ્લામાં વહેલી સવારથી જ મેઘમહેર થઈ હતી અને અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું હતું. ભરૂચ જિલ્લાને રેડ ઝોન એલર્ટ જાહેર કરાયું છે જેના પગલે હજુ પણ વધુ ભારે વરસાદની આગાહી વચ્ચે શૈક્ષણિક શાળાઓ અને ખાનગી ટ્યુશન ક્લાસમાં રજા જાહેર કરવામાં આવી હતી.

અહેવાલ - દિનેશ મકવાણા, ભરૂચ

આ પણ વાંચો -- VADODARA : ભારે વરસાદને લઇ આવતી કાલે શાળાઓમાં રજા, SDRF ની ટીમો સ્ટેન્ડબાય

Tags :
Advertisement

.